Spiritual Travel Trend 2026: ભારતીય પરિવારોમાં હવે વેકેશન એટલે માત્ર મોજ-મસ્તી નહીં, પણ આધ્યાત્મિક શાંતિ મેળવવાનો ટ્રેન્ડ તેજ બન્યો છે. તાજેતરના રિપોર્ટ અનુસાર, 2023માં અયોધ્યાના સર્ચમાં 585%, બદ્રીનાથમાં 343% અને ઉજ્જૈનમાં 359% નો જંગી વધારો થયો છે. લોકો હવે વર્ષમાં એકવાર નહીં પણ સરેરાશ ત્રણથી વધુ પ્રવાસ કરી રહ્યા છે, જેમાં ધાર્મિક સ્થળો ટોચ પર છે.
ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ ટ્રેન્ડ
છેલ્લા બે વર્ષમાં ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ધાર્મિક સ્થળોની શોધમાં 97% નો વધારો થયો છે. ટૂંકા વેકેશન (Weekend Trips) માટે લોકો ઊટી, મુન્નાર અને જિમ કોર્બેટ જેવા સ્થળો પસંદ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીયોની પહેલી પસંદ બેંગકોક, દુબઈ અને સિંગાપોર છે, જ્યારે લાંબા અંતર માટે ટોરોન્ટો, લંડન અને ન્યૂયોર્ક લોકપ્રિય છે. ખાસ કરીને કુલ ઇન્ટરનેશનલ સર્ચમાં 30% હિસ્સો માત્ર બેંગકોક અને દુબઈનો છે.
ફેમિલી Travel અને બુકિંગ પેટર્ન
એકલા પ્રવાસ (Solo Travel) કરતા પરિવાર સાથે પ્રવાસ કરવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. 2023માં ફેમિલી ટ્રાવેલ બુકિંગમાં 64% નો વધારો થયો છે, જ્યારે સોલો ટ્રાવેલમાં (Travel) 23% વૃદ્ધિ જોવા મળી છે. ફ્લાઇટ બુકિંગની વાત કરીએ તો, અડધાથી વધુ ડોમેસ્ટિક બુકિંગ સવારે 9:00 થી સાંજે 6:00 ના સમયગાળામાં થાય છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે લોકો એક મહિના અગાઉ બુકિંગ કરાવે છે, જ્યારે ડોમેસ્ટિક (Travel) માટે લાસ્ટ મિનિટ બુકિંગનો ટ્રેન્ડ છે.
હોટલ અને પેમેન્ટ ટ્રેન્ડ
આજે પ્રવાસીઓ પરંપરાગત હોટલોને બદલે હોસ્ટેલ્સ અને એપાર્ટમેન્ટ્સ જેવા વિકલ્પોમાં વધુ રસ દાખવી રહ્યા છે. પેમેન્ટ પદ્ધતિમાં ક્રાંતિ જોવા મળી છે, કારણ કે લગભગ 40% બુકિંગ હવે UPI દ્વારા થાય છે. જોકે, આંતરરાષ્ટ્રીય પ્રવાસ જેવા મોટા ટ્રાન્ઝેક્શન માટે પ્રવાસીઓ ક્રેડિટ કાર્ડને વધુ પ્રાધાન્ય આપે છે. લગ્ન જેવી પ્રસંગોમાં હવે ‘ટ્રાવેલ ગિફ્ટ કાર્ડ્સ’ આપવાનો ટ્રેન્ડ પણ લોકપ્રિય બની રહ્યો છે.
મેટ્રો શહેરોની ખાસ પસંદગી
ભારતના વિવિધ મેટ્રો શહેરોના લોકોની ટ્રાવેલિંગ (Travel) સ્ટાઈલ પણ અલગ-અલગ જોવા મળી છે:
દિલ્હી: અમૃતસર અને ઋષિકેશ ફેવરિટ ડેસ્ટિનેશન છે. અહીંના લોકો ફ્લાઇટમાં મીલ્સ પ્રી-બુક કરવાનું વધુ પસંદ કરે છે.
મુંબઈ: ગોવા અને પુણે હોટ ફેવરિટ છે. મહારાષ્ટ્રના લોકો વિલા (Villa) બુક કરવામાં સૌથી આગળ છે.
કોલકાતા: દીઘા અને મંદારમણી લોકપ્રિય છે. અહીંના લોકો ફ્લાઇટ બુકિંગ 3 મહિના અગાઉ કરવાની આદત ધરાવે છે.
ચેન્નાઈ: મદુરાઈ અને પોન્ડીચેરી ટોચ પર છે. અહીંના પ્રવાસીઓ ડોમેસ્ટિક (Travel) અને ઇન્ટરનેશનલ બુકિંગ 30 દિવસ અગાઉ કરી લે છે.
બેંગલોર: મૈસૂર, કૂર્ગ અને મંગલોર મુખ્ય આકર્ષણો છે અને અહીં વિલા સ્ટેની ભારે માંગ છે.
આ પણ વાંચો: હવે મોંઘી હોટલ નહીં પણ ‘માનસિક શાંતિ’ છે ખરી લક્ઝરી, આ સ્થળોએ મળશે અદભૂત આંતરિક સુખ
આ પણ વાંચો:ભારતના આ 6 સ્થળો છે તારાઓ નિહાળવા માટે બેસ્ટ, નરી આંખે દેખાશે આકાશગંગા; જુઓ લિસ્ટ
આ પણ વાંચો: નેનીતાલથી માત્ર 13 કિમી દૂર આવેલું છે પંગોટ, હિમાલયના નજારા અને ફોટોગ્રાફી માટે છે શ્રેષ્ઠ સ્થળ




