Entertainment News/ સાઉથ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરનનું છલકાયું દર્દ: એક્સ-બોયફ્રેન્ડના માનસિક ત્રાસથી 2 વર્ષ સુધી રહી ડિપ્રેશનમાં!

સાઉથ અભિનેત્રી અનુપમા પરમેશ્વરને (Anupama Parameswaran) પોતાની ટોક્સિક રિલેશનશિપ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક્સ-બોયફ્રેન્ડના માનસિક ત્રાસને કારણે 2 વર્ષ સુધી ડિપ્રેશનમાં રહેવા અંગે તેણે ખુલ્લીને વાત કરી છે.

Trending Entertainment
Anupama Parameswaran She broke down on stage

Entertainment News : પ્રખ્યાત દક્ષિણ ભારતીય અને તેલુગુ ફિલ્મોની ચર્ચિત અભિનેત્રી અનુપમા પરમેશ્વરન (Anupama Parameswaran )હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને કરેલા ચોંકાવનારા ખુલાસાના કારણે ટોક ઓફ ધ ટાઉન બની છે. ભૂતકાળમાં પોતાના બોયફ્રેન્ડ તરફથી મળેલા માનસિક ત્રાસ અને ઝેરી સંબંધો (Toxic Relationship) પરથી પડદો ઊંચકતા તેણે જણાવ્યું કે કેવી રીતે તે માનસિક પીડાના કારણે વર્ષો સુધી ડિપ્રેશનની ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ હતી.

Anupama Parameswaran  : ‘પર્ધા’ ના મંચ પર ભાંગી પડી હતી અનુપમા

પોતાની ફિલ્મ ‘પર્ધા’ (Paradha) ના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન અનુપમા કેમેરા સામે અચાનક રડી પડી હતી. એ સમયે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ ઘટનાને સહાનુભૂતિ મેળવવાનો કે પબ્લિસિટી કરવાનો સ્ટંટ ગણાવ્યો હતો. પરંતુ હવે અભિનેત્રીએ એ જાહેરમાં રડી પડવા પાછળનું ગંભીર અને અત્યંત દર્દનાક કારણ સ્પષ્ટ કર્યું છે.

ANUPAMA

ચારિત્ર્ય પર સવાલો અને ઝેરી સંબંધો

ધ્યાન વર્માની યુટ્યુબ ચેનલને આપેલા ખાસ ઈન્ટરવ્યુ (Interview)માં પોતાની તકલીફ વ્યક્ત કરતા અનુપમાએ જણાવ્યું હતું કે”વિચારો કે તમે સ્ટેજ પર જાઓ તે જ ક્ષણે તમારો પાર્ટનર તમારા ચારિત્ર્ય પર સવાલો ઉઠાવે. હું ગમે તેવી પરિસ્થિતિમાં પણ મંચ પર રડી પડે તેવી વ્યક્તિ નથી. પરંતુ મને એવા કડવા વેણ સંભળાવવામાં આવ્યા હતા જે કોઈ પણ સ્ત્રી ક્યારેય સાંભળવા ન ઈચ્છે. જે વ્યક્તિએ મારું રક્ષણ કરવાનું હતું, તે જ મને અંદરથી તોડી રહી હતી. હું અંદાજે બે વર્ષ સુધી બધું સામાન્ય હોવાનો નાટક કરતી રહી, પણ એ દિવસે મારી સહનશક્તિ ખૂટી ગઈ હતી.”

પબ્લિસિટી સ્ટંટ નહીં પણ વાસ્તવિક દર્દ

અનુપમાએ ભારપૂર્વક કહ્યું કે તે બનાવ કોઈ ફિલ્મ પ્રમોશનનો ભાગ નહોતો, પરંતુ તેની જિંદગીની એક કડવી વાસ્તવિકતા હતી. ઈન્ટરનેટ યુઝર્સ અને ફેન્સમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ કડવો અનુભવ અભિનેતા ધ્રુવ વિક્રમ સાથેના સંબંધો દરમિયાન થયો હોઈ શકે છે. જોકે, આખા ઈન્ટરવ્યુ દરમિયાન અનુપમાએ તે વ્યક્તિનું નામ લેવાનું ટાળ્યું હોવાથી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.


આ પણ વાંચો :થિયેટરોમાં મચશે ધમાલ! રિલીઝ થઈ રહી છે આ 4 મોટી સાઉથ મુવીઝ, મળશે એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ

આ પણ વાંચો :Bigg Boss 20 ના 7 કન્ફર્મ સ્પર્ધકો! સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ, જાણો લિસ્ટમાં કોના-કોના નામ

આ પણ વાંચો :ભારતમાં સ્પાઈડર-મેને રચ્યો નવો ઈતિહાસ;’એન્ડગેમ’ નો રેકોર્ડ તોડી બની સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ