Not Set/ પીએમ મોદીની બાયોપીક પર ચૂંટણી પંચે લગાવી રોક,ફિલ્મની રિલીઝ સ્થગિત

પીએમ નરેન્દ્ર મોદીની જીવનકથા પર બનેલી ફિલ્મની રિલીઝ પર ચૂંટણી પંચે રોક લગાવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ “પીએમ નરેન્દ્ર મોદી” પર ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રોક લગાવી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદી’ બાયૉપિક આવતી કાલે 11 એપ્રિલનાં રોજ રીલીઝ થવાની હતી. ફિલ્મની રીલઝ અત્યાર સુધી 2 વાર ટળી હતી. […]

Top Stories Trending Entertainment Videos

પીએમ નરેન્દ્ર મોદીની જીવનકથા પર બનેલી ફિલ્મની રિલીઝ પર ચૂંટણી પંચે રોક લગાવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ “પીએમ નરેન્દ્ર મોદી” પર ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રોક લગાવી દીધી છે.

પીએમ નરેન્દ્ર મોદી’ બાયૉપિક આવતી કાલે 11 એપ્રિલનાં રોજ રીલીઝ થવાની હતી. ફિલ્મની રીલઝ અત્યાર સુધી 2 વાર ટળી હતી. પહેલા ફિલ્મને 12 એપ્રિલનાં રોજ રીલીઝ કરવામાં આવવાની હતી, ત્યારબાદ ફિલ્મની રીલીઝ 5 એપ્રિલ કરવામાં આવી હતી.

જો કે હવે ચૂંટણી પંચે રોક લગાવ્યા પછી આ ફિલ્મ હાલ પૂરતી રિલીઝ નહીં થઈ શકે.આ ફિલ્મમાં પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકામાં વિવેક ઓબેરૉય નિભાવી રહ્યો છે. ફિલ્મનું નિર્દેશન ઑમંગ કુમારે કર્યું છે.