છેલ્લા કેટલાક દિવસોથી ખુલ્લામાં નમાઝ વાંચવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આવા કેસમાં હંમેશા ટક્કર થવાનો ડર રહે છે. આ કડીમાં ગુરુગ્રામમાં ખુલ્લામાં નમાઝ વાંચવાને લઈને વિવાદ હજુ પણ ચાલુ છે. વળી, આ વિવાદોને ધ્યાનમાં રાખીને, હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ખુલ્લામાં નમાઝ વાંચનારાઓને કડક શબ્દોમાં કહ્યું છે.

આ પણ વાંચો – લખનૌ પોલીસ કમિશનર / ડીકે ઠાકુર કોરોના પોઝિટિવ,પીએમની મુલાકાત પહેલા ટેસ્ટ કરવામાં આવ્યો
CM ખટ્ટરે કહ્યું કે, ખુલ્લામાં નમાઝ વાંચવાની પ્રથાને હવે સહન કરી લેવામાં આવશે નહીં. ખુલ્લામાં નમાઝ વાંચવાની પ્રથા બંધ કરવી પડશે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, લોકો સરકારી જમીનને ઘેરી લે છે અને નમાઝ વાંચવા લાગે છે અને બાદમાં તેને પોતાના કબજામાં લઈ લે છે, પરંતુ હવે આ સ્થિતિ સહન કરવામાં આવશે નહીં. જો કે, જો કોઈ નિર્ધારિત સ્થળોએ નમાઝ અદા કરે છે, તો કોઈ સમસ્યા નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, પોતાની ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા માટે વિશેષ સ્થાનો નક્કી કરવામાં આવ્યા છે. તે જગ્યાએ તમે તમારી ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકો છો. તમે નમાઝ વાંચી શકો છો. ઈબાદત થઈ શકે છે, પરંતુ ખુલ્લામાં નમાઝ વાંચવાની પ્રક્રિયાને હવે સહન કરી લેવામાં આવશે નહીં. આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રીનાં આ નિવેદનને ગુરુગ્રામમાં સરકારી જમીન પર નમાઝ વાંચવાને લઈને હંગામો તરીકે જોવામાં આવી રહ્યો છે. ગુરુગ્રામમાં હિન્દુ સંગઠનોનાં લોકો ખુલ્લામાં નમાજ વાંચવાનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે આ જગ્યા નમાઝ વાંચવા માટે આપવામાં આવી છે. આ બાબતે બન્ને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે આવી સ્થિતિમાં આ સમગ્ર મામલો શું વલણ અપનાવે છે? હમણાં માટે, ફક્ત સમય જ કહેશે.

આ પણ વાંચો – Summit for Democracy / લોકશાહી બચાવવા માટે સરમુખત્યારશાહી સામેના પ્રથમ સંમેલનમાં જો બિડેને શું કહ્યું?
જણાવી દઈએ કે, શુક્રવારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયનાં લોકો નમાઝ વાંચવા માટે ગુરુગ્રામનાં સેક્ટર 37માં વિવાદિત સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ હિંદુ સંગઠનોનાં વિરોધનાં પરિણામે તેમને નમાજ વાંચવાની મંજૂરી આપવામાં આવી ન હોતી. બીજી તરફ આસપાસનાં વિસ્તારોમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોનાં પ્રતિનિધિઓ હનુમાન ચાલીસાનાં પાઠ કરતા જોવા મળ્યા હતા. જેને લઈને હવે મુખ્યમંત્રી ખટ્ટર તરફથી આ ચેતવણીનું નિવેદન સામે આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ આગળ જઈને શું સ્થિતિ પૈદા કરે છે.
