- મિઝોરમમાં ભૂંકપનો આંચકો અનુભવાયો
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7
- રાત્રે 12.49 કલાકે અનુભવાયો આંચકો
મિઝોરમનાં આઈઝોલમાં શનિવારે મોડી રાત્રે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનાં આંચકા લગભગ 12:49 કલાકે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.
An earthquake with a magnitude of 3.7 on the Richter Scale hit 31km NNW of Aizawal, Mizoram today at 12:49 am: National Centre for Seismology pic.twitter.com/73FRsh4p6m
— ANI (@ANI) December 10, 2021
ભૂકંપ કેવી રીતે આવે છે?
ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ ધરતીની અંદર પ્લેટોનું અથડામણ છે. ધરતીની અંદર સાત પ્લેટ હોય છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન હોય છે અને સપાટીનાં ખૂણાઓ વળી જાય છે. સપાટીનાં ખૂણાઓનાં વળી જવાને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ થાય છે. આ પ્લેટો તૂટવાથી અંદરની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.
ભૂકંપની તીવ્રતા
રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને આ ભૂકંપ અનુભવાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીનાં 8,000 ધરતીકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. એ જ રીતે, 2.0 થી 2.9ની તીવ્રતાનાંં ધરતીકંપને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સામાન્ય રીતે દરરોજ આવા 1,000 ધરતીકંપ આવે છે તે આપણે અનુભવતા પણ નથી. એક વર્ષમાં 49,000 વખત 3.0 થી 3.9 ની તીવ્રતાનાં અત્યંત હળવા કેટેગરીનાં ધરતીકંપ નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ તેમના દ્વારા ભાગ્યે જ કોઈ નુકસાન થાય છે. 4.0 થી 4.9 ની તીવ્રતાવાળા હળવા કેટેગરીનાં ધરતીકંપો રિક્ટર સ્કેલ પર સમગ્ર વિશ્વમાં વર્ષમાં લગભગ 6,200 વખત નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેમા ઘરની વસ્તુઓને હલતી જોઇ શકાય છે. જો કે, તે નજીવું નુકસાન પહોંચાડે છે.
