આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે નેશનલ પાર્કમાંથી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામને હટાવવાનો નિર્ણય લીધો છે. ગઇકાલે બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, જે બાદ હવે રાજીવ ગાંધી નેશનલ પાર્ક ઓરંગ નેશનલ પાર્ક તરીકે ઓળખાશે. આસામ સરકારના પ્રવક્ત અને જળ સંસાધન મંત્રી પીજૂષ હજારીકાએ આ નિર્ણય વિશે માહિતી આપતા કહ્યું કે, આદિવાસીઓ અને ચા આદિજાતિ સમુદાયોની માગને ધ્યાનમાં રાખતા સરકારે રાજીવ ગાંધી નેશનલ પાર્કનું નામ બદલીને ઓરંગ નેશનલ પાર્ક રાખવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો :શાળા ખોલવાનું સમર્થન કરી રહ્યા છે AIIMS ડાયરેક્ટર, જાણો શું કહ્યુ
79.28 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કને 1985 માં વન્યજીવન અભયારણ્ય અને 1999 માં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બ્રહ્મપુત્રા નદીના ઉત્તર કાંઠે આવેલું આ પાર્ક રોયલ બંગાળ વાઘ, ભારતીય ગેંડો, પિગ્મી હોગ અને જંગલી હાથીઓ માટે જાણીતું છે.
આ સિવાય કેબિનેટે કોવિડ -19 સંબંધિત ખર્ચ માટે 660 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. પિયુષ હજારીકાએ કહ્યું કે કેબિનેટે ‘પ્રાર્થના યોજના’ હેઠળ કોરોનાથી જીવ ગુમાવનારા 6,500 થી વધુ લોકોના પરિવારોને એક વખત 1 લાખ રૂપિયા આપવાનો પણ નિર્ણય કર્યો છે. આ રકમ 2 ઓક્ટોબરે સોંપવામાં આવશે.
આ પણ વાંચો : રાજધાની દિલ્હી પાણી-પાણી, ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી
આ સાથે, કેબિનેટે આંતરરાષ્ટ્રીય બોક્સ જમુના બોરો અને આંતરરાષ્ટ્રીય તીરંદાજ ચેમ્પિયન સંજય બોરોને આબકારી નિરીક્ષકો તરીકે નિયુક્ત કરવાનો પણ નિર્ણય કર્યો છે. આસામના પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા ભોગેશ્વર બરુઆના જન્મદિવસે 3 સપ્ટેમ્બરના રોજ તેમને નિમણૂક પત્ર સોંપવામાં આવશે. પ્રથમ વખત આસામ કેબિનેટની બેઠક કોઈનાધરાના ગેસ્ટ હાઉસમાં યોજાઈ હતી. તે અગાઉ પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈનું સત્તાવાર નિવાસસ્થાન હતું.
ઉલ્લેખનિય છે કે આ કોઇ સૌ પ્રથમ વખત નથી કે કોઇ પણ સરકારી મિલકતનું નામકરણ થયુ હોય. વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ અનેક યોજનાઓનાં નામ બદલાવવામાં આવ્યાં છે, જેમાં મોટા ભાગે નેહરુ-ગાંધી પરિવારનાં નામ હતાં. આ ઉપરાંત જ્યાં-જ્યાં ભાજપની સરકાર છે ત્યાંની સરકારોએ અનેક શહેર, સંસ્થાઓ, સ્ટેશન અને પોર્ટનાં નામ બદલી નાખ્યાં છે.
આ પણ વાંચો : ઉમર અબ્દુલ્લાએ મોદી સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે કે નહી
નોંધનીય છે કે, આ પહેલા પણ ભાજપ સરકારે અનેક નામકરણ કર્યા છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારના નામને પણ બદલ્યુ હતુ. ખેલ રત્ન પુરસ્કારનુ નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર નામ આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ ભાજપ સરકારે અનેક યોજનાઓનું પણ નામકરણ કર્યુ છે. જેમાં ઇન્દિરા આવાસ યોજનાનું નામકરણ કરીને વડાપ્રધાન આવાસ યોજના કરવામાં આવ્યું છે. ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાનું નામ બદલીને વડાપ્રધાન માતૃ યોજના, રાજીવ આવાસનું નામ બદલીને સરદાર પટેલ રાષ્ટ્રીય શહેરી આવાસ મિશન, જવાહરલાલ નેહરૂ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશનનું નામ બદલીને વડાપ્રધાન આવાસ યોજના કર્યુ છે. મહત્વનું છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ અનેક યોજનાઓ અને સરકારી મિલકતોના નામકરણ થયા છે.
આ પણ વાંચો :અમરિંદર સિંહ સાથે હરિશ રાવતે મુલાકાત કરી,વીજળીના દરમાં ઘટાડો કરવા સૂચન કર્યુ
આ પણ વાંચો :ઉત્તરપ્રદેશમાં આેવૈસી ફરી એકવાર ત્રણ દિવસના પ્રવાસ પર,અયોધ્યાથી કરશે શરૂઆત
