અલવિદા/ હોસ્પિટલ પહોંચતા પહેલા જ દુનિયાને અલવિદા કહી ચુક્યો હતો સિદ્ધાર્થ શુક્લા

સિદ્ધાર્થ શુક્લાને ત્યાં લાવવામાં આવ્યા ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જ્યારે સિદ્ધાર્થને ઘરેથી લઈ જવામાં આવ્યો….

Trending Entertainment
સિદ્ધાર્થ શુક્લા

ટીવી ઉદ્યોગના સ્ટાર અને બિગ બોસ 13 વિજેતા સિદ્ધાર્થ શુક્લા નું ગુરુવારે સવારે નિધન થયું. સિદ્ધાર્થ નું મૃત્યુ મુંબઈમાં હાર્ટ એટેકને કારણે થયું હતું. જ્યારે સિદ્ધાર્થ શુક્લ સવારે ઉઠ્યો નહીં, ત્યારે તેને મુંબઈની કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

આ પણ વાંચો:બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, કપૂર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

કૂપર હોસ્પિટલના જણાવ્યા અનુસાર, સિદ્ધાર્થ શુક્લાને ત્યાં લાવવામાં આવ્યા ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જ્યારે સિદ્ધાર્થને ઘરેથી લઈ જવામાં આવ્યો, ત્યારે જ હોસ્પિટલના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રારંભિક અહેવાલોમાં, સિદ્ધાર્થના મૃત્યુનું કારણ હાર્ટ એટેક તરીકે આપવામાં આવ્યું છે. જોકે, તેનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે, મૃત્યુનું કારણ અંતિમ રિપોર્ટમાં જ જાણી શકાશે.

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ પોલીસ આ મામલા પર નજીકથી નજર રાખી રહી છે. પોલીસને અત્યાર સુધી મોત અંગે કોઈ ગેરરીતિ જોવા મળી નથી. જોકે, પોલીસ હજુ અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચો: સિદ્ધાર્થ શુક્લાએ કરી હતી આ છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ, આ લોકોનો માન્યો હતો આભાર

આપને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાએ ગઈ કાલે રાત્રે કેટલીક દવાઓ લીધી હતી, ત્યારબાદ તે સૂઈ ગયો. પરંતુ સવારે ઉઠ્યો નહીં અને આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. આ દવાઓ કઈ હતી અને તેની પ્રતિક્રિયા શું હતી, આ બધા પ્રશ્નોના જવાબો મળવાના બાકી છે.

40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાએ સિરિયલ બાલિકા વધૂથી પોતાની ઓળખ બનાવી હતી. તેણે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને આ વર્ષે તેણે OTT પર પણ પદાર્પણ કર્યું હતું. બિગ બોસ 13 સિવાય સિદ્ધાર્થ શુક્લાએ ખતરો કે ખિલાડી પણ પણ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:અર્ચના-માનવની અધૂરી લવ સ્ટોરી, શું થશે પૂર્ણ? જુઓ પવિત્ર રિશ્તા – 2 નું ટ્રેલર

આ પણ વાંચો:શું ઇમરાન હાશ્મી ટાઇગર 3 માં મળશે જોવા? અભિનેતાની આ પોસ્ટ કરી રહી છે ઈશારો

આ પણ વાંચો:તાલિબાનોનું સમર્થન કરતાં ભારતના મુસ્લિમોની અભિનેતા નસીરૂદ્દીન શાહે સખત શબ્દોમાં ટીકા કરી