Dharm & Bhakti: અંકજ્યોતિષ શાસ્ત્ર (Numerology)માં મૂળાંક 5 (Mulank 5)વાળી વ્યક્તિઓને શબ્દોના જાદુગર કહેવાય છે કારણ કે એમના પર બુદ્ધિ અને વાચાના કારક બુધ ગ્રહની વિશેષ કૃપાદ્રષ્ટિ રહે છે. આ જ કારણે એમની વાણી અત્યંત પ્રભાવશાળી હોય છે અને એ પ્રખર બુદ્ધિમાન હોય છે.
આવા લોકો પોતાની બુદ્ધિ અને સરસ વાતચીતની શૈલી (Communication Skill)ના કારણે જીવનમાં ધારે એ હાંસલ કરવા માટે સક્ષમ હોય છે. આ ઉપરાંત, 5 મૂળાંક ધરાવતી વ્યક્તિઓ જોખમ લેવામાં પણ હોશિયાર હોવાથી ઉત્તમ બિઝનેસમેન બની શકે છે. તો ચાલો જાણીએ કે કયા લોકોનો હોય છે મૂળાંક 5 અને એ શા ગુણ ધરાવે છે?
અંકજ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમારો જન્મ કોઇ પણ મહિનાની 5, 14 અથવા તો 23 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 5 ગણાશે. આ અંકનો સ્વામી ગ્રહ બુધ હોય છે જેને બુદ્ધિ, વાણી અને વેપારનો કારક માનવામાં આવે છે.

મૂળાંક 5 (Mulank 5) ધરાવનારા હોય છે શબ્દોના જાદુગર
આ મૂળાંક ધરાવતી વ્યક્તિની સૌથી મોટી તાકાત જ એમની કોમ્યુનિકેશન સ્કિલ હોય છે, જે એમને કેરિયરમાં આગળ વધવામાં ઘણી જ મદદરુપ થાય છે. આ લોકો એમના શબ્દોની પસંદગી એ રીતે કરે છે કે સામેવાળી વ્યક્તિ એમની વાતોને ક્યાંય કાપી શકે જ નહિં! એ પોતાની વાત તરત જ મનાવી લે છે જેથી એમને બિઝનેસમાં ઘણો જ લાભ થાય છે. પોતાની શાનદાર વાક્ પટુતાથી એ કોઇને પણ પોતાના બનાવી લે છે.

માટીમાંથી સોનુ પેદા કરે છે
અંકજ્યોતિષ શાસ્ત્ર મુજબ, મૂળાંક 5 વાળા લોકોની સમજાવવાની શક્તિ એટલી તો જબરદસ્ત હોય છે કે એ કોઇને પણ પોતાનું ઉત્પાદન કે સેવા વેચી શકે છે! સરલ શબ્દોમાં જોઇએ તો એ માટીને પણ સોનાના ભાવે વેચવાનો દમ ધરાવે છે.

સફળ બિઝનેસમેન બની શકે
મૂળાંક 5 વાળા લોકો નોકરીથી વધારે વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરે છે કારણ કે, એ સ્વતંત્ર રહીને વધારે સારું કાર્ય કરી શકે છે. કોઇના આધીન રહીને કામ કરવાથી એમનું પર્ફોર્મન્સ ઓછું થઇ જાય છે.
આ ઉપરાંત, એ પોતાની જાતને કોઇ પણ પરિસ્થિતિ અનુસાર પરિવર્તિત કરી શકે છે. એમનું નેટવર્કિંગ ઘણું ઉત્તમ હોય છે આથી વેપારમાં પ્રગતિ કરવા ઉપરાંત, આવા લોકો એડવર્ટાઇઝીંગ, શેર માર્કેટ, ટ્રેડિંગ અને જનસંપર્કના ક્ષેત્રોમાં ઘણી જ સફળતા મેળવે છે.
મૂળાંક 5 વાળાની ખામીઓ
આ મૂળાંકની વ્યક્તિઓ ઘણી જલદી બોર થઇ જાય છે અને કોઇ પણ વસ્તુ પર લાંબો સમય ટકી રહેવું ઘણી વાર એમના માટે કઠિન બને છે આથી જ એ સફળ થતા પહેલા જ કામ છોડી દે છે! જો એ પોતાની આ કમીને સુધારી લે તો એમને મોટા માણસ બનતા દુનિયાની કોઇ પણ તાકાત રોકી શકશે નહિં!
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: અંકશાસ્ત્ર પ્રમાણે જાણો ગણેશજીનો પ્રિય અંક કયો છે? તમને કેવું ફળ મળશે…
આ પણ વાંચો: ભાગ્યવાન હોય છે મૂળાંક 1 વાળા જાતકો…પ્રાપ્ત કરે છે સત્તા અને ઐશ્વર્ય…શું કહે છે અંક શાસ્ત્ર..!
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
