Dharm & Bhakti: ચૈત્ર અમાવસ્યા તિથિનો પ્રારંભ 16 એપ્રિલે રાત્રે 8 વાગીને 14 મિનિટ પર થશે અને એનું સમાપન 17 એપ્રિલે 5 વાગીને 21 મિનિટે થશે. આ સંજોગોમાં ચાલો જાણીએ, ચૈત્ર અમાવસ્યા (Chaitra Amavasya 2026)ની સાચી તિથિ અને એ દિવસે શું કરવું શુભ રહેશે એ વિશે વિસ્તૃત રીતે…
હિન્દુ ધર્મ (Hindu Religion)માં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ રહેલું છે કારણ કે, આ દિવસ સ્નાન-દાન વગેરે કાર્યો માટે અત્યંત શુભ ગણાય છે. એવી માન્યતા છે કે આ દિવસે કરેલા પુણ્ય કર્મોનું ફળ અનેકગણું પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, પિતૃ તર્પણ કરવા માટે પણ આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એપ્રિલમાં ચૈત્ર અમાવસ્યા આવે છે અને પુરાણ અનુસાર, આ જ દિવસથી ત્રેતા યુગનો પ્રારંભ થયો હતો. તો ચાલો અમાવસ્યાની સાચી તિથિ અને એ દિવસના પૂજા મુહૂર્ત વિશે જાણીએ…

ચૈત્રી અમાવસ્યા 2026 (Chaitra Amavasya 2026)
ચૈત્રી અમાવસ્યા 17 એપ્રિલના રોજ અર્થાત્ આજે મનાવવામાં આવશે. એ સાંજે 5 વાગીને 21 મિનિટ સુધી વિદ્યમાન રહેશે.
અમાવસ્યા મુહૂર્ત 2026
બ્રહ્મ મુહૂર્ત- 04:25 AM થી 05:09 AM
પ્રાત: સંધ્યા- 04:47 AM થી 05:54 AM
અભિજિત મુહૂર્ત- 11:55 AM થી 12:47 PM
વિજય મુહૂર્ત- 02:30 PM થી 03:22 PM
ગોધૂલિ મુહૂર્ત- 06:47 PM થી 07:09 PM
સાયંકાળ સંધ્યા- 06:48 PM થી 07:54 PM
અમૃત કાળ- 09:50 AM થી 11:18 AM
સર્વાર્થ સિદ્ધિ યોગ- આખો દિવસ રહેશે.
ચૈત્રી અમાવસ્યાએ શું કરવાથી શુભ ફળ મળશે?
અમાસના દિવસે સવારે જલદી ઉઠીને સ્નાન કરવું અને સૂર્ય દેવને અર્ઘ્ય અર્પિત કરવો. ત્યાર બાદ, દાન-પુણ્ય કરવા અને ભગવાન વિષ્ણુ (Lord Vishnu) તથા પિતૃઓની પૂજા કરવી. એપ્રિલમાં ચૈત્ર અમાવસ્યા આવે છે અને પુરાણ અનુસાર, આ જ દિવસથી ત્રેતા યુગનો પ્રારંભ થયો હતો. પિતૃઓના નામથી આ દિવસે અવશ્ય દાન કરવું જોઇએ. આમ કરવાથી જીવનની સમસ્યાઓનો અંત આવે છે. આ ચૈત્રી અમાવસ્યાએ જળ, સત્તૂ અને ગોળનું દાન કરવું પણ અત્યંત લાભદાયી ગણાય છે. આ ઉપરાંત, આટલા ઉપાયો કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે એ નિ:શંક બાબત છે.

ગૌ દાન
આ અમાવસ્યા પર સ્નાન અને દાનનો મહિમા અત્યંત કલ્યાણકારી ફળ પ્રદાન કરશે. પરંતુ, જો તમે ગૌ દાન કરો તો એને શ્રેષ્ઠ કર્મ ગણાશે. આ દિવસે ગાયનું દાન કરવાથી આર્થિક સંકટો ખતમ થાય છે અને વ્યક્તિ પૈસા માટે તરસશે નહિં! કારણ કે, ગાયને હિન્દુ સનાતન ધર્મમાં માતાનો દરજ્જો પ્રાપ્ત છે અને એમાં અનેક દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. તમે આ દિવસે ગાય માતાની સેવા પણ કરી શકો છો એ પણ શુભ રહેશે.
દાન કરવું
આ ઉપરાંત, આ દિવસે અન્ન, જળ, સત્તૂ, વસ્ત્ર, કામળા, તલ, ગોળ અને ઘીનું દાન (Daan) કરવાથી પુણ્ય મળે છે. જરુરિયાતમંદોને ભોજન કરાવવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. એવી શાસ્ત્રોક્ત માન્યતા છે કે, આ દિવસે આપવામાં આવેલું દાન સીધું જ પિતૃઓને પહોંચે છે.

પીપળાની પૂજા કરવી
ચૈત્રી અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષ (Peepal Tree)પર જળ, કાચું દૂધ, ગોળ અને કાળા તલ અર્પણ કરવા. ત્યાર બાદ, 7 વાર પરિક્રમા કરવી. એવી માન્યતા છે કે, આ ઉપાયથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પરિવારના સઘળા દોષ દૂર થાય છે. આ દિવસે કુંવારી કન્યાઓને ખીર ખવડાવવી અને એમને દક્ષિણા પણ આપવી.
મુખ્ય દ્વારનો ઉપાય
આ વિશેષ અમાસે સ્નાનાદિથી પરવાર્યા બાદ, ઘરના મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિક બનાવવો. આમ કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થશે અને ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશી શકશે નહિં. આ ઉપરાંત, તમે ઘોડાની નાળ પણ દ્વાર પર બાંધી શકો છો.
પિતૃ તર્પણ કરવું
આ દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં નદી, સરોવર આદિમાં સ્નાન કરવું. ત્યાર બાદ, સ્વચ્છ હળવા રંગના વસ્ત્રો પહેરીને મનમાં પિતૃઓ પ્રતિ શ્રદ્ધા ભાવ રાખવો. જો ઘરની નજીક જળ સ્ત્રોત ન હોય તો તમે ઘરે પણ તર્પણ કરી શકો છો. ઘઉંના લોટ કે ચોખાના લોટનો પિંડ બનાવીને કાગડા તથા ગાયને ખવડાવવું. આ દિવસે દક્ષિણ દિશામાં એક દીવો પ્રગટાવવાનું પણ અત્યંત શુભ ગણાય છે. આમ કરવાથી પિતૃ દોષ (Pitru Dosh) શાંત થાય છે અને જીવનના વિઘ્નો દૂર થાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!
આ પણ વાંચો:
આ પણ વાંચો:
