Dharma & Bhakti/ દેવા અને ગરીબીમાંથી મળી શકે છે છૂટકારો..! રામનવમીએ કરો આ વિશેષ ઉપાયો…

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઇ પણ વ્યક્તિ આર્થિક તંગી, દેવા અથવા તો ધનની કમીથી વ્યથિત હોય તો રામનવમીના દિવસે આ ઉપાયો (Ram Navami Upay)…

Trending festival Religious Rashifal Dharma & Bhakti
Ram Navami Upay, વિષ્ણુ, આર્થિક તંગી, દેવા , ધનની કમી

Dharm & Bhakti: હિન્દુ સનાતન ધર્મમાં રામ નવમીનું પર્વ (Ram Navami 2026, 27 March) અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા પૂજા-પાઠ અને ઉપાયો (Ram Navami Upay)ને વિશેષ રુપે ફળદાયી માનવામાં આવે છે. આ નોમના દિવસે ભગવાન રામનો જન્મોત્સવ સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધા અને ભક્તિનો સંગમ થાય છે. જ્યોતિષ પંચાંગ અનુસાર, વર્ષ 2026 માં 27 માર્ચના રોજ રામ નવમીનો તહેવાર મનાવવામાં આવશે.

શ્રી રામ ભગવાનનો જન્મોત્સવ

ભગવાન રામના જન્મોત્સવને રામનવમી તહેવાર (Festival)ના સ્વરુપે અનેરા આનંદ-ઉલ્લાસથી મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચૈત્ર શુક્લ પક્ષની નવમી તિથિ અર્થાત્ નવરાત્રિના નવમા દિવસે રામનો જન્મ થયો હતો. આ જ કારણ છે કે, દર વર્ષે આ તિથિએ શ્રી રામ ભગવાનનો જન્મોત્સવ ભારતભરમાં ધૂમધામપૂર્વક મનાવાય છે. આ પર્વની પૂજા માટે બપોરે 12 વાગ્યાનો સમય સર્વાધિક શુભ હોય છે.

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, જો કોઇ પણ વ્યક્તિ આર્થિક તંગી, દેવા અથવા તો ધનની કમી (Financial Crisis or Debt)થી વ્યથિત હોય તો રામનવમીના દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી રાહત પ્રાપ્ત થઇ શકે છે. તો ચાલો જાણીએ કે, આ અત્યંત સરળ અને પ્રભાવશાળી ઉપાયો કયા છે?

રામ નવમીએ કરો આ વિશેષ ઉપાયો (Ram Navami Upay)

આ દિવસે કરવામાં આવેલા પૂજા-પાઠ અને ઉપાયોને વિશેષ રુપે ફળદાયી માનવામાં આવે છે.

Ram Navami Upay, વિષ્ણુ, આર્થિક તંગી, દેવા , ધનની કમી

1. હનુમાનજીને ચડાવો ચમેલીનું તેલ અને સિંદૂર

રામ નવમીના દિવસે ભગવાન રામ (Lord Rama)ના સૌથી પ્રિય ભક્ત એવા હનુમાનજી (Lord Hanuman)ની સેવા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

ઉપાય

આ દિવસે હનુમાનજીને ચમેલીના તેલમાં મિક્સ કરેલું સિંદૂર (Sindoor) અર્પિત કરવું અને ઋણમોચક મંગળ સ્ત્રોત (Mangal Strotra)નો પાઠ કરવો. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી જૂનામાં જૂના દેવાથી પણ મુક્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે.

Ram Navami Upay, વિષ્ણુ, આર્થિક તંગી, દેવા , ધનની કમી

2. કેસરિયો ભાત અને ખીરનો ભોગ ધરાવો

ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ના અવતાર શ્રી રામને પીળો રંગ અત્યંત પ્રિય છે.

ઉપાય

આ દિવસે ભગવાન રામને કેસરયુક્ત પીળા ભાત અર્થાત્ કેસરિયા ભાત અથવા તો મખાનાની ખીર (Makhana Kheer)નો ભોગ ધરાવો. ત્યાર બાદ, આ પ્રસાદને ગરીબ બાળકોને વહેંચી દો. આમ કરવાથી ઘરમાં બરકત આવે છે અને દરિદ્રતા (Poverty) દૂર થાય છે.

Ram Navami Upay, વિષ્ણુ, આર્થિક તંગી, દેવા , ધનની કમી

3. તુલસી પત્રનો વિશેષ ઉપાય

તુલસી પત્ર (Tulsi) વિના તો ભગવાન વિષ્ણુ અથવા શ્રી રામનો પ્રસાદ અધૂરો ગણાય છે.

ઉપાય

રામ નવમીએ ભગવાન રામના ચરણોમાં 108 તુલસીના પાન અર્પિત કરવા. પ્રત્યેક પાન પર ચંદનથી રામ નામ લખવું. આ ઉપાય ધન લાભના દ્વાર ખોલશે અને જીવનમાંથી ગરીબી દૂર થશે.

Ram Navami Upay, વિષ્ણુ, આર્થિક તંગી, દેવા , ધનની કમી

4. દક્ષિણાવર્તી શંખથી અભિષેકનો ઉપાય

આર્થિક રીતે સંપન્ન થવા માટે શાસ્ત્રોમાં દક્ષિણાવર્તી શંખનું અત્યંત મહત્વ છે.

ઉપાય

રામ જન્મોત્સવ સમયે દક્ષિણાવર્તી શંખમાં દૂધ અને ગંગાજળ ભરીને ભગવાન રામ નો અભિષેક કરો. એવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે.

રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાનો ઉપાય

જો તમે તમારા શત્રુઓથી હેરાન-પરેશાન હો તો રામ નવમીએ રામ રક્ષા સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઇએ. એ તમારી ચારે તરફ સુરક્ષા કવચ બનાવે છે અને તમારી જમા પૂંજીને સુરક્ષિત રાખવામાં મદદગાર સાબિત થાય છે.

રામ નવમીના દિવસે આટલું ધ્યાનમાં રાખવું

ધનની કમીથી વ્યથિત હોય તો રામનવમીના દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી રાહત પ્રાપ્ત થઇ શકે છે.

સાત્વિક ભોજન

આ દિવસે પૂર્ણ રીતે શાકાહારી ભોજન ગ્રહણ કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું.

દાન-પુણ્ય

પોતાના સામર્થ્ય અનુસાર, પીળા વસ્ત્રો, ગોળ અથવા ચણાની દાળનું જરુરિયાતમંદ લોકોને અવશ્ય દાન કરવું.

રામ નામ જાપ

રામ નામ જાપ (Ram Nam Jaap) સ્વયં સૌથી મોટો મંત્ર છે. આ દિવસે જેટલા થઇ શકે એટલા માનસિક જાપ કરવા.

ધ્વજ લગાવવો

રામ નવમીએ પોતાના ઘરની છત પર કેસરિયા રંગનો ધ્વજ (Saffron Flag) અવશ્ય લગાવવો જોઇએ. આમ કરવાથી યશ અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો:

આ પણ વાંચો: આજે ચૈત્ર નવરાત્રિની રાત્રે કરો આ 4 વિશેષ ઉપાય….મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરો..!

આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું આગમન પાલખીમાં….પ્રસ્થાન હાથી પર..જાણો ભાવિ સંકેતો…