Dharma & Bhakti/ ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું આગમન પાલખીમાં….પ્રસ્થાન હાથી પર..જાણો ભાવિ સંકેતો…

ચૈત્રી નવરાત્રિ (Chaitra Navratri 2026)ની શરુઆત ગુરુવારથી થઇ રહી છે. નવરાત્રિનું સમાપન શુક્રવારે થશે, મા દુર્ગાનું પ્રસ્થાન હાથી પર માનવામાં આવે છે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chaitra Navratri 2026, માતા દુર્ગા, જ્યોતિષ શાસ્ત્ર, હાથી, પાલખી

Dharm & Bhakti: ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri 2026)ની વિશેષ બાબત એ છે કે, એની શરુઆત હિન્દુ નવ વર્ષથી જ થાય છે આથી જ આ પર્વ ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2026 માં ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ ગુરુવાર (19 March, Thursday)ના રોજ થશે.

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું પર્વ વર્ષમાં ચાર વખત આવે છે જેમાં બે નવરાત્રિ વિશેષ હોય છે અને બે ગુપ્ત નવરાત્રિ હોય છે. ચૈત્ર અને શારદીય નવરાત્રિ (Shardiya Navratri)ને પ્રત્યક્ષ નવરાત્રિ કહે છે જેમાં ભક્તો માતા દુર્ગા (Mata Durga)ના નવ સ્વરુપોની પૂજા કરે છે. આ ઉપરાંત, અષાઢ અને મહા મહિનામાં આવનારી ગુપ્ત નવરાત્રિ (Gupt Navratri)માં સાધક દસ મહાવિદ્યાઓની તાંત્રિક સાધના (Tantra Sadhana) કરે છે.

ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri 2026)માં માતાની સવારીના સંકેતો

નવરાત્રિની શરુઆત અને સમાપન જે દિવસે થાય અર્થાત્ જે વાર પર થાય એના આધારે જ માતા દુર્ગાના આગમન અને પ્રસ્થાનની સવારી નિર્ધારિત માનવામાં આવે છે. જો કે, મા દુર્ગાનું મુખ્ય વાહન તો સિંહ (Lion) હોય છે છતાંયે એવી માન્યતા છે કે, નવરાત્રિ દરમિયાન જ્યારે પણ માતા પૃથ્વી પર આવે છે ત્યારે એ જુદા-જુદા વાહનો પર સવાર થઈને આવે છે અને ગમન કરે છે. પ્રત્યેક સવારીનો પોતાનો એક વિશેષ સંકેત હોય છે જે સમાજ, સુખ-સમૃદ્ધિ અને ભવિષ્યની પરિસ્થિતિઓ વિશે સંકેતો પાઠવે છે. આથી જ પ્રત્યેક વર્ષે ભક્તો માતાની સવારી (Mata Durga ni Savari, Ride)નું વિશેષ ધ્યાન રાખતા હોય છે.

Chaitra Navratri 2026, માતા દુર્ગા, જ્યોતિષ શાસ્ત્ર, હાથી, પાલખી

ડોલી પર સવાર થઇને આવશે માતા દુર્ગા

ચૈત્રી નવરાત્રિ 2026 ની શરુઆત ગુરુવારથી થઇ રહી છે આથી, ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા દુર્ગાની આગમનની સવારી પાલખી અર્થાત્ ડોલી હશે. શાસ્ત્રોક્ત રીતે અને દેવી પુરાણ (Devi Puran)માં જણાવ્યાનુસાર, માતાનું પાલખી પર આગમન શુભ માનવામાં નથી આવતું, એને એક સંકેતના સ્વરુપે જોવામાં આવે છે. આનો અર્થ છે કે, આવનારા સમયમાં આર્થિક અસ્થિરતા, પ્રાકૃતિક આપત્તિઓ અથવા તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓની તરફ ઇશારો કરે છે. જો કે, ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એમ પણ માનવામાં આવે છે કે, આ નવરાત્રિ દરમિયાન શ્રદ્ધા, ભક્તિ, પૂજા-પાઠ અને દાન ઉચિત રીતે કરવામાં આવે તે એના નકારાત્મક પ્રભાવો ઓછા થઇ શકે છે અને જીવનમાં સકારાત્મકતા જળવાઇ રહે છે.

Chaitra Navratri 2026, માતા દુર્ગા, જ્યોતિષ શાસ્ત્ર, હાથી, પાલખી

હાથી પર માતાનું પ્રસ્થાન

નવરાત્રિનું સમાપન 27 માર્ચ 2026, શુક્રવારના રોજ થશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, જો નવરાત્રિનું સમાપન શુક્રવારે થાય તો મા દુર્ગાનું પ્રસ્થાન ગજ અર્થાત્ હાથી પર માનવામાં આવે છે. આમ થવું એ જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે. હાથી શક્તિ અને આનંદનું પ્રતીક મનાય છે આથી હિન્દુ માન્યતાઓ અનુસાર, દેશમાં સારો વરસાદ થાય, ખેતીવાડી ઉત્તમ થાય અને આર્થિક સ્થિતિ મજબૂત બને એવી સંભાવનાઓ છે.

Chaitra Navratri 2026, માતા દુર્ગા, જ્યોતિષ શાસ્ત્ર, હાથી, પાલખી

ચૈત્રી નવરાત્રિ 2026 ની તિથિઓ (Chaitra Navratri Dates)

પ્રથમ તિથિ- 19 માર્ચ 2026, મા શૈલપુત્રી દેવી

દ્વિતીય તિથિ-20 માર્ચ 2026, બ્રહ્મચારિણી દેવી

તૃતિય તિથિ-21 માર્ચ 2026, ચંદ્રઘંટા દેવી

ચતુર્થ તિથિ-22 માર્ચ 2026, કુષ્માંડા દેવી

પંચમ તિથિ-23 માર્ચ 2026, સ્કંદમાતા

ષષ્ઠી તિથિ-24 માર્ચ 2026, કાત્યાયની

સપ્તમી તિથિ-25 માર્ચ 2026, મા કાલરાત્રિ

અષ્ટમી તિથિ-26 માર્ચ 2026, મહાગૌરી

નવમ તિથિ-27 માર્ચ 2026, સિદ્ધદાત્રી દેવી

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો:

આ પણ વાંચો: શારદીય નવરાત્રિ ઉપવાસના પારણા ક્યારે કરવા? જાણીએ તિથિ, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત…

આ પણ વાંચો: