Madhya Pradesh News/ ઇન્દોરમાં EV ચાર્જિંગ દરમ્યાન લાગી ભયંકર આગ, 7 લોકોનાં મોત

ઇન્દોર (Indore) ના બૃજેશ્વરી એનેક્સ વિસ્તારમાં એક ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં 7 લોકોની મોત થઇ છે.

NATIONAL Top Stories India
Indore

Madhya Pradesh News: મધ્યપ્રદેશના ઇન્દોર (Indore) જિલ્લામાં ભયાનક આગની ઘટના સામે આવી છે. બ્રિજેશ્વરી એનેક્સી કોલોનીમાં આવેલા એક ઘરમાં આગ લાગતાં સાત લોકોના કરુણ મોત થયા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, તમામ મૃતકો એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે. આગ એટલી ભયાનક હતી કે ઘરમાં ફસાયેલા લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો નહીં. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. અને ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જે ગંભીર રીતે ઘાયલ છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, 16 મોડી રાત્રે ઘરની બહાર પાર્ક કરેલી ઇલેક્ટ્રિક કાર (EV) ચાર્જ થઈ રહી હતી, ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી. થોડા જ સમયમાં આગ ભભૂકી ઉઠી અને ઘરમાં ફેલાઈ ગઈ. આગ દરમિયાન ચાર ગેસ સિલિન્ડર ફાટતાં ધડાકા થયા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ.

Indore

ઘટનાના સમયે ઘરમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો અને પરિવાર સાથે સંબંધીઓ સહિત ઘણા લોકો હાજર હતા. પ્રાથમિક માહિતી મુજબ, ઘરમાં અંદાજે 15 જેટલા ગેસ સિલિન્ડર વધુ સંગ્રહિત હતા. સદનસીબે તે ફાટ્યા નહોતાં, નહીં તો નુકસાન ઘણું વધુ વધી શકતું હતું.

આ દુર્ઘટનામાં બચાવ કામગીરી દરમિયાન ત્રણ લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ છે. હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર રહી તપાસ અને રાહત કામગીરી કરી રહી છે. આ બનાવે ફરી એકવાર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ અને ગેસ સિલિન્ડર સંગ્રહ સંબંધિત સલામતી અંગે સવાલો ઉભા કર્યા છે.

મૃતકો નામ

જે ઘરમાં આગ લાગી તે મનોજ પુગલિયાનું છે. મૃતકોમાં સિમરન, વિજય સેઠિયા, સુમન સેઠિયા, રાશિ અને છોટુ સેઠિયાનો સમાવેશ થાય છે. સાતમા વ્યક્તિનું નામ હજુ સુધી જાણી શકાયું નથી. સૌરભ, સુનિતા અને સોનિલને પણ બચાવી લેવામાં આવ્યા હતા.

પડોશીઓએ જણાવ્યું કે સવારે ચીસો સંભળાતા તેઓ તરત જ બહાર દોડી આવ્યા. બહાર આવીને જોયું તો ઘરમાં ભીષણ આગ લાગી હતી. તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. પડોશીઓએ પાણીની ડોલોથી આગ ઓલવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી.

આ દુર્ઘટનાથી સમગ્ર વસાહતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘરમાં લાગેલી આ ભીષણ આગમાં સાત લોકો જીવતા બળી જતા દુઃખદ મોત નિપજ્યા હતા.


આ પણ વાંચો: હથિયાર ઉત્પાદક કારખાનાઓનો ઈતિહાસ બે સદીઓથી પુરાણો…આજે 18 માર્ચના રોજ ભારતમાં ‘ઓર્ડનન્સ ફેક્ટરીઝ ડે’ મનાવાશે…

આ પણ વાંચો: કર્ણાટક હાઈકોર્ટ: બીજી સ્ત્રી સાથે રહેવું લગ્ન નહીં, પત્નીની અરજી નામંજૂર

આ પણ વાંચો: નાનો યુરિયા મુદ્દે ખેડૂતોમાં અસંતોષ, પરંપરાગત યુરિયાની માંગ ઉઠી