Bengaluru News/ કર્ણાટક હાઈકોર્ટ: બીજી સ્ત્રી સાથે રહેવું લગ્ન નહીં, પત્નીની અરજી નામંજૂર

Karnataka High Court એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો – શું ફક્ત સાથે રહેવું “લગ્ન” ગણાય?

Top Stories India
કેસ જ્યારે Karnataka High Court સુધી પહોંચ્યો, ત્યારે પરિસ્થિતિએ અણધારી વળાંક લીધો

Bengaluru News : કર્ણાટકમાં એક પત્ની ન્યાયની આશાએ કોર્ટના દ્વાર ખખડાવે છે. તેને વિશ્વાસ હતો કે તેના પતિના લગ્નેત્તર સંબંધો સામે કાયદો તેને રાહત આપશે. પરંતુ કેસ જ્યારે Karnataka High Court સુધી પહોંચ્યો, ત્યારે પરિસ્થિતિએ અણધારી વળાંક લીધો.

પત્નીએ આરોપ લગાવ્યો કે તેના પતિએ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખ્યો છે અને તે તેના સાથે રહે છે. તેના માટે આ માત્ર દગો નહીં, પરંતુ દ્વિપત્નીત્વનો ગુનો હતો. મૈસુરની ટ્રાયલ કોર્ટમાં કેસ શરૂ થયો, જેમાં બીજી સ્ત્રી (Another Woman)અને તેના બાળકોને પણ આરોપી બનાવવામાં આવ્યા.

કર્ણાટક હાઈકોર્ટે(Karnataka High Court) એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો

સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટે(Karnataka High Court) એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો – શું ફક્ત સાથે રહેવું “લગ્ન” ગણાય? અને અહીંથી આખી કહાની બદલાઈ ગઈ.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે Indian Penal Code Section 494 મુજબ દ્વિપત્નીત્વનો ગુનો ત્યારે જ બને છે, જ્યારે કાયદેસર રીતે બીજું લગ્ન થયું હોય. ફક્ત ગેરકાયદેસર સંબંધ કે સાથે રહેવું લગ્ન ગણાતું નથી.

પત્ની માટે સૌથી મોટો પડકાર હતો – આ સાબિત કરવો કે તેના પતિએ ખરેખર બીજા લગ્ન કર્યા છે. પરંતુ તેવા પુરાવા રજૂ ન થતાં, કોર્ટએ નિર્ણય આપ્યો કે આ કેસ કાયદાની દ્રષ્ટિએ ટકી શકતો નથી.

અંતે, હાઈકોર્ટે બીજી સ્ત્રી અને તેના બાળકો સામેની તમામ ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી. સાથે જ ટ્રાયલ કોર્ટનો પહેલાનો આદેશ પણ અમાન્ય ગણાવ્યો.

આ કેસ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે – સંબંધ અને લગ્ન વચ્ચે કાયદાકીય રીતે મોટો તફાવત છે. લાગણીઓ ભલે દુઃખ આપે, પરંતુ કોર્ટમાં ફક્ત પુરાવા જ બોલે છે.


આ પણ વાંચો : દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે લગ્નેત્તર સંબંધો ગુનો નથી, તેના પરિણામો ખતરનાક હોઈ શકે ,જે વ્યક્તિના લગ્ન તૂટી ગયા….

આ પણ વાંચો : લગ્નેત્તર સંબંધો પર હાઇકોર્ટનો મોટો નિર્ણય, જાણો તે ગુનો છે કે નહીં?

આ પણ વાંચો : લગ્નેત્તર સંબંધો વિશે શું કહે છે કાયદો, શું પત્નીને મળશે ભરણપોષણ અને પતિની મિલકતમાં અધિકાર?