Surendranagar News/ સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પેપર મિલમાં ભીષણ આગ, 50 હજાર લિટર પાણીનો મારો ચલાવ્યા બાદ 85 ટકા આગ કાબૂમાં

અમદાવાદ, રાજકોટ સહિત ત્રણ જિલ્લાની ફાયરની ટીમોની સાથે આર્મીની પણ મદદ લેવામાં આવી હતી

Top Stories Gujarat

Surendranagar News : સુરેન્દ્નગરના ધાંગધ્રાના નવલગઢમાં પેપર મિલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કાગળને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભીષણ આગને પગલે અમદાવાદ, રાજકોટ સહિત ત્રણ જિલ્લાની ફાયરની ટીમોની સાથે આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. આ પ્રચંડ આગ 18 કલાકથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી સંપૂર્ણ કાબૂમાં આવી નથી. 50 હજાર લિટર પાણીનો મારો ચલાવ્યા બાદ 85 ટકા આગ કાબૂમાં આવી ગઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના નવલગઢ ગામે ગતરોજ 22 માર્ચ 2025ના રોજ સાંજે 4:15 વાગ્યે, કાગળની એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક વિશાળ અગનગોળો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જવાથી લોકોમાં ભારે ગભરાટ વ્યાપી ગયો હતો. SMDએ આગ બુઝાવવા માટે ભારતીય સેનાની મદદ માગી હતી. એના પ્રતિભાવમાં ભારતીય સેનાની ટુકડી ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે તહેનાત કરવામાં આવેલી તેમની અગ્નિશામક ટીમો સાથે મળીને તાકીદના ધોરણે કાર્યવાહીમાં લાગી ગઈ હતી.

આ વિકરાળ આગમાં પેપર મિલને લાખોનું નુકસાન પહોંચ્યાનો અંદાજ છે. નાગરિક વહીવટીતંત્રની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અત્યારસુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી. સંખ્યાબંધ અગ્નિશામક એજન્સીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહી છે. હાલની સ્થિતિ અનુસાર, અગ્નિશામક સાધનો સાથે આશરે સેનાના આશરે 71થી 80 જવાનો તહેનાત કરીને બચાવ કામગીરી હજુ પણ ચાલુ રાખવામાં આવી છે.

હાલ અમદાવાદ ફાયરબ્રિગેડના 20,000 લિટરના બે ટાંકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા સતત 18-19 કલાકથી પાણીનો જોરદાર મારો ચલાવવામાં આવી રહ્યો છે. એને પગલે હાલ આગ 85 % કાબૂમાં લઇ લેવામાં આવી છે, જોકે હવે આ આગ વધુ ફેલાવવાની કોઈ સંભાવના ન હોવાની સાથે બપોર સુધીમાં એ સંપૂર્ણ કાબૂમાં આવી શકે એવી તંત્રએ આશા વ્યક્ત કરી હતી.

આ આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જ્યારે આ આગમાં કુલ કેટલું નુકસાન પહોંચ્યું એ તો આગ સંપૂર્ણ કાબૂમાં આવે પછી જ ખબર પડી શકે, પણ આ વિકરાળ આગમાં પેપર મિલને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યાનો અંદાજ છે.આ અંગે અમદાવાદ ફાયરબ્રિગેડના જમાદાર મહેન્દ્રસિંહ સોઢાએ જણાવ્યું હતું કે અમને ગઈકાલે રાત્રે નવ વાગ્યે મેસેજ મળ્યો હતો કે સુરેન્દ્રનગર જિલ્લામાં પેપર મિલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે, અમારી બે ગાડી 20,000 લિટરની છે એ લઈને અમે અહીં આવ્યા, અહીં આવીને જોયું તો આગ જબરદસ્ત ફેલાયેલી હતી અને આજુબાજુની પ્રોપર્ટી પણ જોખમમાં હતી, જેથી પાણીનો મારો ચલાવીને આગ સંપૂર્ણ રીતે બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

હાલ આગ પર મહદંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે તેમજ સુરેન્દ્રનગર, વઢવાણ, રાજકોટ અને ધ્રાંગધ્રા નગરપાલિકાનાં ફાયર ફાઇટરો પણ અહીં અમારી મદદમાં છે, અમે અમદાવાદ જીઆઇડીસીમાંથી અહીં આવ્યા છીએ.આ અંગે ધ્રાંગધ્રા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મેહુલકુમાર સિંગલે જણાવ્યું હતું કે અમને ગઈકાલે આગ લાગવાની માહિતી મળી એટલે અમે સ્ટાફ સાથે તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આર્મી ને ફાયરબ્રિગેડની ટીમ પણ તાકીદે સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સહિતની ફાયરબ્રિગેડની ટીમ પણ તાકીદે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે, એ સાથે અમે પેપર મિલના માલિકો સાથે સતત સંપર્કમાં છીએ. આ આગમાં માલિકો સાથે વાત થઇ એ મુજબ હાલ તો ઘણું નુકસાન થયું હોવાનો અંદાજ છે, નુકસાનનો સાચો આંકડો તો આ આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ ખબર પડી શકે એમ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, આ પ્રદેશમાં 5 દિવસ યલો એલર્ટ

આ પણ વાંચો:યલો એલર્ટ : દરિયાકાંઠા વિસ્તારોમાં આજે બફારો, રાજસ્થાનમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર

આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી, યલો એલર્ટ જાહેર