Today Special/ હથિયાર ઉત્પાદક કારખાનાઓનો ઈતિહાસ બે સદીઓથી પુરાણો…આજે 18 માર્ચના રોજ ભારતમાં ‘ઓર્ડનન્સ ફેક્ટરીઝ ડે’ મનાવાશે…

હથિયાર ઉત્પાદક ફેક્ટરી દિવસ (Ordnance Factories Day 2026) કેવળ એક ઉજવણી નથી…પરંતુ ભારતની રક્ષા ક્ષમતામાં યોગદાન આપનારા વૈજ્ઞાનિકો, ઇજનેરો…

Trending India
Ordnance Factories Day 2026, તોપ, સૈન્ય, હથિયારો, આત્મનિર્ભર ભારત

Today Special: આપણા ભારત દેશની સુરક્ષા (Security of India) માટે સેનાને જરૂરી હથિયારો, દારુ-ગોળા અને અન્ય સૈન્ય શસ્ત્ર સરંજામ તૈયાર કરવામાં ઓર્ડનન્સ કારખાનાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. આજે 18 માર્ચના રોજ દેશભરમાં ‘ઓર્ડનન્સ ફેક્ટરીઝ ડે’ (Ordnance Factories Day 2026, 18 March) અર્થાત્ ‘હથિયાર ઉત્પાદક ફેક્ટરી દિવસ’ ઉજવવામાં આવે છે .

Ordnance Factories Day 2026, તોપ, સૈન્ય, હથિયારો, આત્મનિર્ભર ભારત

‘ઓર્ડનન્સ ફેક્ટરીઝ ડે’ (Ordnance Factories Day 2026)નો ઇતિહાસ

આ ઓર્ડનન્સ ફેક્ટરીઓનો ઈતિહાસ બે સદીઓથી પણ વધુ જૂનો છે. ઇ.સ. 1801માં કોલકાતા ખાતે સ્થાપિત થયેલી પહેલી ઓર્ડનન્સ ફેક્ટરી દ્વારા ભારતમાં રક્ષા ઉત્પાદનનો શુભારંભ થયો હતો. ત્યાર બાદ તો, દેશભરમાં ઘણી બધી ઓર્ડનન્સ ફેક્ટરીઓની સ્થાપના થઈ છે.

ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરીઓનો ઇતિહાસ સીધો જ બ્રિટીશ શાસન (British Rule) સાથે સંકળાયેલો છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની (East India Company)એ ભારતમાં પોતાની રાજનૈતિક તાકાતમાં વૃદ્ધિ કરવા અને પોતાના આર્થિક હિતોની સુરક્ષા માટે સૈન્ય હાર્ડવેરની મહત્તા સમજીને ઇ.સ. 1775 માં કલકત્તાના ફોર્ટ વિલિયમમાં ઓર્ડનન્સ બોર્ડનો પાયો નાંખ્યો હતો. આ ફેક્ટરીઓનો ઉદ્દેશ્ય ડિફેન્સ પ્રોડક્શન ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા અને સામાન્ય નાગરિકોને વિવિધ હથિયારો વિશેની જાગૃતિ કેળવાય એ છે.

ત્યાર બાદ, વર્ષ 1787 માં પશ્ચિમ બંગાળના ઈશાપુરમાં પહેલું દારુગોળાનું કારખાનું સ્થાપિત કરવામાં આવ્યું અને ઉત્પાદન વર્ષ 1791માં શરુ થયું. ત્યાર પછી પાછળથી ત્યાં જ વર્ષ 1904 માં રાઇફલ ફેક્ટરીમાં એ પરિવર્તિત થયું.

Ordnance Factories Day 2026, તોપ, સૈન્ય, હથિયારો, આત્મનિર્ભર ભારત

કોલકાતાના કોસીપોર ખાતે સૌપ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરીની સ્થાપના

ભારતમાં સૌપ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી (Ordnance Factory) અર્થાત્ હથિયારો ઉત્પાદન કરતું કારખાનું વર્ષ 1801માં કોલકાતાના કોસીપોર (Cossipore, Kolkata) ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતુ અને ઉત્પાદન વર્ષ 1802 થી શરુ થયું હતુ. ત્યારથી શરૂ થયેલી સુરક્ષાની આ સફર આજે ભારતની રક્ષા ઉત્પાદન ક્ષમતાનો એક મજબૂત આધારસ્તંભ બની ચૂક્યો છે.

ધીમે-ધીમે દેશમાં કેટલાય હથિયાર ઉત્પાદક કારખાના સ્થપાયા જેમ કે, વર્ષ 1842 માં કાનપુર ખાતે, ફિલ્ડ ગન ફેક્ટરી સ્થાપવામાં આવી, આ ફેક્ટરીઓએ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ (First-Second World War) દરમિયાન અને એ પછીના ભારતના વિવિધ યુદ્ધ અને સંઘર્ષોમાં સેનાને જરૂરી સંસાધનો પૂરા પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

સ્વતંત્રતા (Independence) સમયે અર્થાત્ ઇ.સ. 1947 માં ભારતમાં આશરે 18 ઓર્ડનન્સ ફેક્ટરી હતી જેમની સંખ્યા કાળક્રમે વધીને 41 થી પણ વધારે થઇ ચૂકી છે.

Ordnance Factories Day 2026, તોપ, સૈન્ય, હથિયારો, આત્મનિર્ભર ભારત

ઓર્ડનન્સ ફેક્ટરીઓનું દેશની સુરક્ષામાં મહત્વ 

ભારતના ડિફેન્સ સેક્ટર (Defense Sector)નું ચોથું હથિયાર ઓર્ડનન્સ ફેક્ટરીઝ છે અને બાકીના અન્ય ત્રણ હથિયાર છે, થલસેના, વાયુસેના અને નૌસેના (Army, Air Force and Navy)…આ વિશેષ દિવસે આખા ભારતમાં ઓર્ડનન્સ ઝોન વિશે સામાન્ય નાગરિકોને જાગૃત કરવા અને એ વિષયક જ્ઞાનવર્ધન કરવાના હેતુથી જાહેર જનતા માટે ભવ્ય સમારંભોનું આયોજન કરવામાં આવે છે અને જ્યાં પ્રદર્શન અને પરેડ (Exhibition & Parade)નું આયોજન પણ કરવામાં આવે છે.

Ordnance Factories Day 2026, તોપ, સૈન્ય, હથિયારો, આત્મનિર્ભર ભારત

ભારતની સરહદે જ્યારે દેશના જવાનો દેશની સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યાં હોય છે… ત્યારે તેમની પાછળ એક શક્તિશાળી તંત્ર હંમેશાં કાર્યરત હોય જ છે. અને આ તંત્ર છે ભારતના રક્ષા સંસાધનોના ઉત્પાદનની વ્યવસ્થા જેને આપણે ઓર્ડનન્સ ફેક્ટરીઝ કહીએ છીએ. અહિં હથિયારો,દારુ-ગોળા,સૈન્ય વાહનો, તોપ, ડ્રોન અને આર્ટિલરી સિસ્ટમ, બુલેટપ્રૂફ સાધનો અને વિવિધ રક્ષા સાધનો (Defense Equipment) બનાવવામાં આવે છે.

Ordnance Factories Day 2026, તોપ, સૈન્ય, હથિયારો, આત્મનિર્ભર ભારત

ડિફેન્સમાં આત્મનિર્ભર ભારતની થીમ

સાંપ્રત સમયમાં ભારત આત્મનિર્ભર બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ રક્ષા ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દેશમાં બનાવવામાં આવતા આધુનિક હથિયારો, દારુ-ગોળા અને વિભિન્ન સૈન્ય ઉપકરણો આજે ભારતની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી રહ્યા છે.

આત્મનિર્ભર ભારત (Self Reliance India)ના થીમ સાથે દેશ આ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.

Ordnance Factories Day 2026, તોપ, સૈન્ય, હથિયારો, આત્મનિર્ભર ભારત

વર્ષ 2021માં સરકારે ‘ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ’નું પુનર્ગઠન કરીને તેને વિવિધ રક્ષા પબ્લિક સેક્ટર કંપનીઓમાં ફેરવ્યું. આનો મૂળ આશય ઉત્પાદન ક્ષમતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો રહેલો છે. ભારતીય થલસેના, નૌસેના અને વાયુસેના માટે જરૂરી સાધનો તૈયાર કરવામાં આ ફેક્ટરીઓનું મહત્વપૂર્ણ યોગદાન છે.

Ordnance Factories Day 2026, તોપ, સૈન્ય, હથિયારો, આત્મનિર્ભર ભારત

રક્ષા નિષ્ણાતોના મતે, કોઈ પણ દેશ માટે સ્વદેશી રક્ષા ઉત્પાદન અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે, જ્યારે દેશ સ્વયં હથિયારો અને સૈન્ય સંસાધનોનું ઉત્પાદન કરે ત્યારે તેની રાષ્ટ્રીય સુરક્ષા વધુ સુદ્રઢ બને છે.

અંતે નિષ્કર્ષ એ છે કે, ‘ઓર્ડનન્સ ફેક્ટરીઝ ડે’ કેવળ એક ઉજવણી નથી…પરંતુ ભારતની રક્ષા ક્ષમતામાં યોગદાન આપનારા હજારો વૈજ્ઞાનિકો, ઇજનેરો અને કર્મચારીઓના પરિશ્રમને સલામ કરવાનો દિવસ છે.


આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!

આ પણ વાંચો: પ્રતિ વર્ષ શા માટે મનાવવામાં આવે છે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’?…વર્ષ 2026 ની થીમ છે વિશેષ..!

આ પણ વાંચો: ‘સેન્ટ્રલ એક્સાઇઝ ડે’ 24 ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે છે? જાણો મહત્વ અને ઇતિહાસ…