Today Special/ આજે રિસાયકલ કરો…આગામી પેઢીનું ભવિષ્ય બચાવો…આજે 18 માર્ચે ‘ગ્લોબલ રિસાયક્લિંગ ડે’ની વૈશ્વિક ઉજવણી..!

પર્યાવરણ બચાવવા માટે અને રિસાયક્લિંગનું મહત્વ સમજાવવા માટે પ્રતિ વર્ષ 18 માર્ચના રોજ ‘વૈશ્વિક પુન:ચક્રણ દિવસ’ (Global Recycling Day 2026) મનાવવામાં…

World Trending
Global Recycling Day 2026, પ્લાસ્ટિક, ટાયર, નરેન્દ્ર મોદી, પર્યાવરણ

Today Special: વિશ્વભરમાં આજે 18 માર્ચે ‘ગ્લોબલ રિસાયક્લિંગ ડે’ (Global Recycling Day 2026, 18 March) ઉજવવામાં આવે છે. પર્યાવરણ સંરક્ષણ ‘વૈશ્વિક પુન:ચક્રણ દિવસ’ અર્થાત્ ‘ગ્લોબલ રિસાયક્લિંગ ડે’ મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મૂળ હેતુ દુનિયાભરના કચરાને ઓછો કરવાનો અને એનો યથોચિત નિકાલ કરવાનો છે.

‘ગ્લોબલ રિસાયક્લિંગ ડે’ (Global Recycling Day 2026)નો ઉદ્દેશ્ય

રોજબરોજના જીવનમાં આપણે અનેક ચીજવસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જેમ કે, પ્લાસ્ટિકની બોટલ, કાગળ, કાચ, ધાતુ (Plastic Bottle, Paper, Glass, Metal) વગેરે…અને આ વસ્તુઓનો ઉપયોગ કર્યા પછી બધું સીધું કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, આ કચરાનો ઉપયોગ ફરી નવી વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે? રિસાયક્લિંગનો અર્થ જ છે કચરાને ફરીથી ઉપયોગી બનાવવાની પ્રક્રિયા…

પર્યાવરણ બચાવવા માટે અને રિસાયક્લિંગનું મહત્વ સમજાવવા માટે પ્રતિ વર્ષ 18 માર્ચના રોજ ગ્લોબલ રિસાયક્લિંગ ડે ની વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે.

Global Recycling Day 2026, પ્લાસ્ટિક, ટાયર, નરેન્દ્ર મોદી, પર્યાવરણ

તમે ઘણી વાર જોતા હશો કે સવાર-સવારના સમયે શહેરની ગલીઓમાં કચરો વીણતી મહિલાઓ અથવા તો પુરુષો મોટા થેલાને ખભે ભરાવીને પ્લાસ્ટિકની બોટલો અને કાગળ એકત્રિત કરવાનું શરૂ કરી દે છે. આપણામાંથી ઘણા બધા લોકો માટે આ કેવળ કચરો છે પરંતુ, રિસાયક્લિંગ ઉદ્યોગ (Recycling Industry) માટે આ કચરો એક રીતે કિંમતી કાચો માલ બની શકે છે. આવા ઉદ્દાત્ત વિચારને આગળ વધારવા માટે વિશ્વભરમાં 18 માર્ચના રોજ ‘ગ્લોબલ રિસાયક્લિંગ ડે’ ઉજવાય છે .

નિષ્ણાતોના સર્વે મુજબ, દર વર્ષે વિશ્વમાં લગભગ 2 અબજ ટનથી પણ વધુ કચરો ઉત્પન્ન થાય છે અને આ પર્યાવરણીય દ્રષ્ટિએ ગંભીર બાબત છે. એક અંદાજ અનુસાર, જો આ જ ગતિથી કચરા (Waste)નો ભરાવો ચાલુ રહેશે તો વર્ષ 2050 સુધીમાં તો આ આંકડો 3.4 અબજ ટન સુધી પહોંચી શકે છે!!

Global Recycling Day 2026, પ્લાસ્ટિક, ટાયર, નરેન્દ્ર મોદી, પર્યાવરણ

આ દિવસનો ઇતિહાસ (History) શું છે?

આજે દુનિયાભરમાં પ્લાસ્ટિકનો કચરો સૌથી મોટી પર્યાવરણીય સમસ્યાઓ પૈકીનો એક (Plastic Waste is Danger for Environment) બની ચૂક્યો છે. પ્રતિ વર્ષ, લાખો ટન પ્લાસ્ટિક સમુદ્રમાં ઠલવાય છે અને તે સમુદ્રી જીવસૃષ્ટિ (Marine Life)ને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે! આ જ કારણે, રિસાયક્લિંગની પ્રક્રિયાને પર્યાવરણ સંરક્ષણ માટેનું એક મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે.

આ દિવસ મનાવવાનો વિચાર બ્યૂરો ઓફ ઈન્ટરનેશનલ રિસાયકલિંગ ના અધ્યક્ષ રણજીત બક્ષી દ્વારા એક કન્વેંશનમાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ વિશ્વ પુન:ચક્રણ કન્વેંશન હતુ, અને વર્ષ 2015 થી ગ્લોબલ રિસાયકલિંગ ડે મનાવવાની શરુઆત થઇ હતીય જો કે, સત્તાવાર રીતે એને વર્ષ 2018 થી મનાવવામાં આવે છે.

Global Recycling Day 2026, પ્લાસ્ટિક, ટાયર, નરેન્દ્ર મોદી, પર્યાવરણ

ભારતની શું સ્થિતિ છે?

ભારત (India)ની વાત કરીએ તો દર વર્ષે લગભગ 60 થી 65 મિલિયન ટન મ્યુનિસિપલ કચરો ઉત્પન્ન થાય છે. પરંતુ ભારતમાં એક સારી બાબત એ છે કે, અહીં એક મોટું અનૌપચારિક રિસાયક્લિંગ ક્ષેત્ર કાર્યરત છે. શહેરોમાં કચરો વીણતા હજારો લોકો કચરામાંથી પ્લાસ્ટિક, કાગળ, કાચ તથા ધાતુ જેવી વસ્તુઓને એકઠી કરે છે અને એ ઉપરાંત, પસ્તી એકઠી કરનારા લોકો પણ ઘરે-ઘરેથી પસ્તી તથા વેસ્ટને એકત્રિત કરે છે અને આગળ આ તમામ કચરાને વર્ગીકૃત કરીને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવે છે. આવા લોકો શહેરોને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

રિસાયકલ કરીને કપડા પણ બનાવી શકાય છે એ વિચાર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ અપનાવ્યો છે અને આ વિચારને પ્રોત્સાહન આપ્યું છે. એમનું પ્લાસ્ટિક રિસાયકલ્ડ જેકેટ દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Global Recycling Day 2026, પ્લાસ્ટિક, ટાયર, નરેન્દ્ર મોદી, પર્યાવરણ

વિશ્વભરમાં સર્ક્યુલર ઇકોનોમીનો વિચાર અગ્રેસર

રિસાયક્લિંગ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ દેશના અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ છે.

1. એલ્યુમિનિયમ રિસાયક્લિંગથી 95 ટકા ઊર્જાની બચત થાય છે

2. કાગળનું રિસાયક્લિંગ વૃક્ષોનું સંરક્ષણ કરે છે

3. પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે

આ કારણસર, હવે વિશ્વભરમાં સર્ક્યુલર ઇકોનોમી (Circular Economy)નો વિચાર આગળ વધી રહ્યો છે જેમાં વસ્તુઓને ફેંકી દેવાના સ્થાને એને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે.

પર્યાવરણ નિષ્ણાતોના મતે, રિસાયક્લિંગ કેવળ સરકારની એકલાની જવાબદારી નથી પરંતુ, પ્રત્યેક નાગરિકે પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની રહેશે. જો આપણે ઘરમાં કચરો અલગ અલગ એકત્રિત કરીને રાખીશું કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશું, તથા વસ્તુઓને પુનઃઉપયોગી બનાવીશુ તો આવી નાની-નાની આદતો આપણી પૃથ્વીના પર્યાવરણને બચાવવામાં મોટું યોગદાન આપી શકે છે.

ગ્લોબલ રિસાયકલિંગ ડે 2026 ની થીમ

‘ગ્લોબલ રિસાયકલિંગ ડે’ 2026 ની મુખ્ય થીમ (Theme) છે,

‘Don’t Think Waste, Think Opportunity!’

અર્થાત્

‘કચરો ન વિચારો, તક વિચારો!’

આ થીમનું હાર્દ છે, રિસાયકલિંગને એક મહત્વપૂર્ણ આર્થિક પરિબળ તરીકે પુન: વ્યાખ્યાયિત કરવાની…કચરાને બગાડ તરીકે નહિં પણ એક સંસાધન તરીકે જોવાની માનસિકતા કેળવવા પર ભાર મૂકે છે.

Global Recycling Day 2026, પ્લાસ્ટિક, ટાયર, નરેન્દ્ર મોદી, પર્યાવરણ

આજે રિસાયકલ કરો…આવતી પેઢીનું ભવિષ્ય બચાવો

વસ્તુઓનો વપરાશ કરતા પહેલા હંમેશા 3 મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઇએ…રિડ્યૂસ, રિયૂઝ અને રિસાયકલ…આનો અર્થ એ થયો કે વસ્તુઓની જરુર જેટલી જ ખરીદી કરવી, વસ્તુઓ ફરીથી વાપરી શકાય તો વાપરવી અને એમને કોઇ નવી રીતે વાપરવા માટે સક્ષમ બનાવવી. આગામી પેઢીઓ માટે સંસાધનો જાળવી રાખવા આપણું કર્તવ્ય છે.

Global Recycling Day 2026, પ્લાસ્ટિક, ટાયર, નરેન્દ્ર મોદી, પર્યાવરણ

રિડ્યૂસ, રિયૂઝ અને રિસાયકલ

1. છાપા, મેગેઝીન અને પેપર બેગ્સને રિસાયકલ કરી શકાય છે.

2. કાર્ડબોર્ડને પણ રિસાયકલ કરી શકાય છે.

3. પ્લાસ્ટિકનો સામાન જેવો કે ડોલ, કન્ટનર અને પ્લાસ્ટિકની બોટલોને પણ રિસાયકલ કરી શકાય છે.

4. કાચના સામાન જેમ કે, જાર, વાઝ અથવા તો સિરામક આઇટમ્સને રિસાયકલ કરી શકાય છે.

5. કપડાને પણ રિસાયકલ કરી શકાય છે અને પ્રયત્ન એવો કરવો કે જેટલી જરુર હોય એટલા જ કપડા ખરીદવા.

6. કાર, સ્કૂટર અથવા ટ્રક વગેરેના ટાયરોને પણ રિસાયકલ કરી શકાય છે.

7. ફળ, શાકભાજીની છાલને ખાતર (Fertilizer) બનાવવામાં ઉપયોગમાં લઇ શકાય છે.

Global Recycling Day 2026, પ્લાસ્ટિક, ટાયર, નરેન્દ્ર મોદી, પર્યાવરણ

અંતે નિષ્કર્ષ એક જ છે કે, વિશ્વમાં વધતા જતા પ્રદૂષણ (Pollution) અને કચરાની સમસ્યાને જોતાં રિસાયક્લિંગ એક મહત્વપૂર્ણ ઉકેલ બની શકે છે. જો દુનિયાની દરેક વ્યક્તિ પોતાની નાની-નાની આદતોમાં ફેરફાર કરે તો આપણે આપણા સુંદર ગ્રહ (Earth)ની વધુ સ્વચ્છ અને સુરક્ષિત રીતે જાળવણી કરી શકીશું.


આ પણ વાંચો: શા માટે મનાવાય છે ‘વિશ્વ NGO દિવસ’…..શું છે એનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય?

આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…

આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…