Today Special/ રાષ્ટ્રની સુરક્ષામાં CISF નું કેટલું યોગદાન? જાણીએ…આ વર્ષની વિશેષ થીમ, મહત્વ અને ઇતિહાસ અંગે…

CISF Raising Day 2026 (સીઆઈએસએફ સ્થાપના દિવસ) ની ઉજવણી દ્વારા, રાષ્ટ્રની મહત્ત્વપૂર્ણ અસ્કયામતો જેવા કે, એરપોર્ટ, બંદરો વગેરેની સુરક્ષા સુનિશ્ચિત કરવા…

Trending India
CISF Raising Day 2026 ,સીઆઈએસએફ સ્થાપના દિવસ, ઔદ્યોગિક સુરક્ષા, Dog Squad, QRT

Today Special: ભારત (India) દેશ ઘણો જ બહોળો અને વૈવિધ્યપૂર્ણ દેશ છે અને રાષ્ટ્રની અલગ-અલગ જરુરિયાતોને અનુલક્ષીને કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ કેન્દ્રીય દળોની સ્થાપના કરવામાં આવે છે. આ પૈકીનું એક છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ…જેને સામાન્ય રીતે CISF (Central Industrial Security Force) પણ કહેવામાં આવે છે. આજે 10 માર્ચે સીઆઈએસએફ સ્થાપના દિવસ (CISF Raising Day 2026) છે.

સીઆઈએસએફ સ્થાપના દિવસ (CISF Raising Day 2026)નો ઇતિહાસ

આ વિશેષ દિવસની સ્થાપના 10 માર્ચ 1969 ના રોજ કરવામાં આવી હતી. આની પાછળની કહાણી એવી છે કે, વર્ષ 1969 માં રાંચી ખાતે આવેલી ‘હૅવી એન્જીનિયરિંગ કોર્પોરેશન’ (Heavy Engineering Corporation, Ranchi) માં ભીષણ આગ લાગી હતી. આવા કપરા સંજોગોમાં ઔદ્યોગિક સુરક્ષામાં ફરજ બજાવી રહેલા સુરક્ષાકર્મીઓ ઔદ્યોગિક આપત્તિઓ જેવી કે આગ, વિસ્ફોટ વગેરે વિષમ પરિસ્થિતિઓને સંભાળવામાં સક્ષમ નથી એવું પ્રતીત થયું હતુ.

આ ઘટના પછી એ જ વર્ષે 1969માં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ ની સ્થાપના કરવામાં આવી હતી. સંસદ દ્વારા એક અલગ અધિનિયમ અંતર્ગત એને સશસ્ત્ર દળ (Armed Force) બનાવવામાં આવ્યું હતુ. ત્યારથી 10 માર્ચના રોજ પ્રતિવર્ષ ‘સીઆઈએસએફ સ્થાપના દિવસ’ મનાવવામાં આવે છે. સીઆઈએસએફનું સંચાલન સીધું જ ભારત સરકારના ગૃહ મંત્રાલય (Home Ministry)ને આધીન હોય છે. આ એક અર્ધસૈનિક દળ (Paramilitary Force) છે જેનું મુખ્ય કાર્ય સરકારી કારખાનાઓ અને અન્ય સરકારી સાહસો (Government Enterprises)ને સુરક્ષા પ્રદાન કરવાનું છે.

CISF Raising Day 2026 ,સીઆઈએસએફ સ્થાપના દિવસ, ઔદ્યોગિક સુરક્ષા, Dog Squad, QRT

CISF નું કાર્ય શું છે?

સીઆઈએસએફ સંપત્તિ, પ્રતિષ્ઠાન વગેરેની સુરક્ષા ઉપરાંત, પરિસરમાં રહેલા કર્મચારીઓને પણ સુરક્ષા (Security) પ્રદાન કરે છે. આ દળ ઔદ્યોગિક સુરક્ષા અને આપત્તિઓના સમયે પડકારોને ઝીલવા માટે પૂર્ણ રીતે પ્રશિક્ષિત છે. વિશેષ કરીને, ઔદ્યોગિક પરિસરોમાં લાગેલી આગને કાબૂમાં કરવા માટેનું કૌશલ્ય ધરાવે છે. આ એકમાત્ર એવું ઔદ્યોગિક દળ છે જેની પાસે અનુકૂલિત અને સમર્પિત ફાયર વિંગ (Fire Wing) છે.

ગૃહ મંત્રાલયના આદેશ પર ઝેડ પ્લસ, ઝેડ, એક્સ તથા વાય સુરક્ષા (Z Plus, Z, X and Y Security)ના દાયરામાં આવતી વ્યક્તિઓને દેશભરમાં એ સલામતી પ્રદાન કરે છે. આ ઉપરાંત, સરકારી ભવનો, ઔદ્યોગિક એકમો, એરપોર્ટ, મેટ્રો, બંદરો, એતિહાસિક સ્મારકો ઉપરાંત, અંગત ક્ષેત્રના પ્રતિષ્ઠાનો અને વ્યક્તિઓને પણ એ સુરક્ષા પ્રદાન કરે છે.

CISF Raising Day 2026 ,સીઆઈએસએફ સ્થાપના દિવસ, ઔદ્યોગિક સુરક્ષા, Dog Squad, QRT

CISF ની વિવિધ ટીમો કાર્યરત

સીઆઈએસએફ ની પણ અનેક આંતરિક ટીમો હોય છે. આમાં ક્વિક રિએક્શન ટીમ (QRT) છે જે ત્વરિત પ્રતિક્રિયા અને આતંકવાદ વિરોધી અભિયાનોના કારણે ઓળખવામાં આવે છે.

આ ઉપરાંત, સ્પેશ્યલ વેપન એન્ડ ટેક્ટિક્સ ટીમ (SWAT) ઉચ્ચ સ્તરીય સુરક્ષા કાર્યો માટે જાણીતી છે.

સીઆઈએસએફ ના ફાયર યૂનિટ (Fire Units) ઔદ્યોગિક સ્થળો પર અગ્નિશમન સેવાઓ પ્રદાન કરવા માટે કાર્યરત હોય છે.

CISF Raising Day 2026 ,સીઆઈએસએફ સ્થાપના દિવસ, ઔદ્યોગિક સુરક્ષા, Dog Squad, QRT

આ દળમાં ડૉગ સ્ક્વૉડ  (Dog Squad) પણ હોય છે જે વિસ્ફોટકો અને અન્ય શંકાસ્પદ વસ્તુઓને શોધવામાં પ્રશિક્ષિત હોય છે.

CISF મોટર ટ્રાન્સપોર્ટ યૂનિટ, સુરક્ષા અભિયાનો દરમિયાન લૉજીસ્ટિક્સ અને વાહનવ્યવહાર સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે.

એનું ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ યૂનિટ મહત્વપૂર્ણ સ્થાનોની ગુપ્ત જાણકારી પ્રાપ્ત કરવા ઉપરાંત, જાસૂસી કરવાનું કાર્ય પણ કરે છે.

વર્ષ 1069 માં સીઆઈએસએફ પાસે 3,129 કર્મચારીઓ હતા જ્યારે આજે તો એ સંખ્યા વધીને પ્રાપ્ત આંકડા અનુસાર, લગભગ 1,88,000 જેટલી થઇ ચૂકી છે! સ્થાપના સમયે કેવળ 3 બટાલિયન હતી જ્યારે આજે એની પાસે 12 રિઝર્વ બટાલિયન, 8 પ્રશિક્ષિત સંસ્થાનો સહિત 74 અન્ય પ્રમુખ માળખાઓ ધરાવે છે. આજે આ દળો સમગ્ર દેશભરમાં 358 જેટલા પ્રતિષ્ઠાનોને સુરક્ષા કવર પૂરું પાડવા માટે સક્ષમ છે.

CISF Raising Day 2026 ,સીઆઈએસએફ સ્થાપના દિવસ, ઔદ્યોગિક સુરક્ષા, Dog Squad, QRT

CISF સ્થાપના દિવસનું મહત્વ 

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ અનેક ઉચ્ચ સ્તરીય સરકારી ઉદ્યોગોને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સંજોગોમાં સીઆઈએસએફ સ્થાપના દિવસ આ ઉદ્યમી કેન્દ્રીય બળના કર્મચારીઓની નિષ્ઠાનું સન્માન કરવા માટે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસે આપણે એ મહેસૂસ કરી શકીએ છીએ કે, એક રાષ્ટ્રના રુપમાં ભારતની સુરક્ષા સતત રીતે મજબૂત બની રહી છે અને એમાં CISFનું પ્રમુખ યોગદાન છે. દર વર્ષે CISF સ્થાપના દિવસ માટેની એક થીમ નિર્ધારિત કરવામાં આવે છે.

શી રીતે થાય છે આ વિશેષ દિવસની ઉજવણી?

સીઆઈએસએફ દેશ માટે કેટલું મહત્વપૂર્ણ છે એ અંગેની જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી સમયે CISF કર્મચારીઓને એમની નિસ્વાર્થ સેવા માટે મેડલ થી સન્માનિત કરવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા પરેડનું આયોજન પણ કરવામાં આવે છે. CISF નું મુખ્ય કાર્યાલય નવી દિલ્હીમાં છે અને ગાઝીયાબાદના ઇન્દિરાપુરમ્ સ્થિત કેમ્પમાં આ દિવસે ભવ્ય કાર્યક્રમોનું આયોજન થાય છે.

CISF Raising Day 2026 ,સીઆઈએસએફ સ્થાપના દિવસ, ઔદ્યોગિક સુરક્ષા, Dog Squad, QRT

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં સંસદ ભવનની સુરક્ષામાં ચૂક થયા બાદ દિલ્હી પોલીસના સ્થાને આ પરિસરની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળોને સોંપવામાં આવી છે. આ અગાઉ પણ નવેમ્બર, 2008 ના મુંબઈના આતંકવાદી હુમલાની ઘટના પછી અંગત કોર્પોરેટ પ્રતિષ્ઠાનોને પણ સુરક્ષા પ્રદાન કરવા માટે પણ સીઆઈએસએફની કામગીરીનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.

CISF Raising Day 2026 ,સીઆઈએસએફ સ્થાપના દિવસ, ઔદ્યોગિક સુરક્ષા, Dog Squad, QRT

વર્ષ 2026 ની CISF સ્થાપના દિવસ ની થીમ

CISF નો 57મો સ્થાપના દિવસ વર્ષ 2026 માં મનાવવામાં આવશે. પરંતુ આ દિવસ 6 માર્ચ 2026 ના રોજ ઓડિશામાં મુન્ડલી ખાતે ઉજવવામાં આવ્યો હતો અને આ વર્ષની થીમ (Theme) છે…

“Training and capacity Building: Enhancing Professional Competence through Training Initiatives and Skill Development”

અર્થાત્

“તાલીમ પહેલ અને કૌશલ્ય વિકાસ દ્વારા વ્યાવસાયિક ક્ષમતામાં વધારો”

આ થીમનો ઉદ્દેશ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે દળની ક્ષમતામાં વૃદ્ધિ કરવાનો છે.

આ ઉપરાંત, વર્ષ 2026 માં CISF દ્વારા કચ્છના લખપતથી શરૂ કરવામાં આવેલી ‘વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-2026’ (Vande Mataram Coastal Cyclothon-2026)ની મુખ્ય થીમ છે,

‘સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત’

અર્થાત્

‘Safe Coast, Prosperous India’

રાખવામાં આવી છે, જે સાથે ‘વંદે માતરમના 150 વર્ષ’ પૂર્ણ થયાનો સંદેશ પણ સામેલ છે.

CISF Raising Day 2026 ,સીઆઈએસએફ સ્થાપના દિવસ, ઔદ્યોગિક સુરક્ષા, Dog Squad, QRT

આ વર્ષે, આ વિશેષ દિવસની ઉજવણી દ્વારા, રાષ્ટ્રની મહત્ત્વપૂર્ણ અસ્કયામતો જેવા કે, એરપોર્ટ, બંદરો વગેરેની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું તથા 31 માર્ચ 2026 સુધીમાં ભારતને નક્સલવાદથી મુક્ત કરવાનું કેન્દ્ર સરકારનું મુખ્ય લક્ષ્ય રહેશે.


આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!

આ પણ વાંચો: પ્રતિ વર્ષ શા માટે મનાવવામાં આવે છે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’?…વર્ષ 2026 ની થીમ છે વિશેષ..!

આ પણ વાંચો: ‘સેન્ટ્રલ એક્સાઇઝ ડે’ 24 ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે છે? જાણો મહત્વ અને ઇતિહાસ…