Today Special/ પ્રતિ વર્ષ શા માટે મનાવવામાં આવે છે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’?…વર્ષ 2026 ની થીમ છે વિશેષ..!

National Science Day 2026 (રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ) ને મહાન વૈજ્ઞાનિક સી.વી. રામન દ્વારા ‘રામન પ્રભાવ’ નામે પ્રસિદ્ધ શોધના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે…

Trending India
National Science Day 2026 , સી.વી. રામન, રામન પ્રભાવ, પ્રકાશ, નોબલ પુરસ્કાર

Today Special: ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ‘નેશનલ સાયન્સ ડે’ (National Science Day 2026, 28 February) ઉજવવામાં આવે છે. આ દિવસ વિજ્ઞાન અને તેના પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે.

આ વિશેષ દિવસને વર્ષ 1928 માં મહાન વૈજ્ઞાનિક સી.વી. રામન (Scientist C.V. Raman) દ્વારા ‘રામન પ્રભાવ’ (Raman Effect) નામે પ્રસિદ્ધ ક્રાંતિકારી શોધના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે. આ વિશેષ દિવસને સૌપ્રથમ વખત વર્ષ 1987માં મનાવવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026નું મહત્વ

આજે આપણે આધુનિક યુગમાં આસપાસ જે પણ સુખ-સુવિધાઓ ભોગવી રહ્યાં છીએ તે તમામ વિજ્ઞાનને આભારી છે. મનુષ્યને દુ:ખ, રોગ અને રોજબરોજની દિનચર્યાના કામોની કઠિનાઇઓમાંથી મુક્ત કરવામાં વિજ્ઞાને ઘણી સહાયતા કરી છે. આ ઉપરાંત, અજ્ઞાનતા દૂર કરવામાં અને જીવનધોરણને સારું બનાવવામાં પણ વૈજ્ઞાનિક સંશોધનો (Scientific Research)ની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આપણું ઘર હોય, ઑફિસ હોય, કારખાનું હોય, ખેતર હોય કે પછી મનોરંજન ક્ષેત્ર… જીવનના દરેકેદરેક પાસાને સરળ બનાવવામાં વિજ્ઞાનની ભૂમિકા અજોડ છે. ધરતીથી માંડીને અવકાશ (Space) સુધી વિજ્ઞાનના લાખો ચમત્કારો જોઇને મુગ્ધ બની જવાય છે!

National Science Day 2026 , સી.વી. રામન, રામન પ્રભાવ, પ્રકાશ, નોબલ પુરસ્કાર

જો તમને પણ સાયન્સમાં રસ પડે છે તો આ દિવસે સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજીત થનારા કાર્યક્રમો અને પ્રતિયોગિતાઓમાં તમે ભાગ લઇ શકો છો. પરંતુ, એ પહેલા આ દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ હકીકતોથી વાકેફ થવું જરુરી છે.

શા માટે મનાવાય છે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ (National Science Day 2026)?

આ વિશેષ દિવસને વર્ષ 1928 માં મહાન વૈજ્ઞાનિક સી.વી. રામન (Scientist C.V. Raman) દ્વારા ‘રામન પ્રભાવ’ નામે પ્રસિદ્ધ ક્રાંતિકારી શોધના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવાનો સૌપ્રથમ પ્રસ્તાવ વર્ષ 1986માં ‘રાષ્ટ્રીય વિજ્ઞાન અને પૌદ્યોગિકી સંચાર પરિષદ’ (NCSTC) દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ, એને 28 ફેબ્રુઆરી 1987 માં ભારતના પહેલા ‘નેશનલ સાયન્સ ડે’ ના સ્વરુપે મનાવવામાં આવ્યો હતો.

National Science Day 2026 , સી.વી. રામન, રામન પ્રભાવ, પ્રકાશ, નોબલ પુરસ્કાર

કોણ હતા સી.વી. રામન?

મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રામન (સી.વી. રામન) ને એમના મહાન સંશોધન ‘રામન ઇફેક્ટ’ માટે વર્ષ 1930માં નોબલ પુરસ્કાર (Nobel Prize) પ્રદાન કરવામાં આવ્યો હતો. ભૌતિક શાસ્ત્ર (Physics)માં નોબલ પુરસ્કાર મેળવનારા એ ફક્ત ભારતના જ નહિં પરંતુ આખાયે એશિયાના પ્રથમ વૈજ્ઞાનિક હતા! એમની આ ઉલ્લેખનીય શોધને સન્માનિત કરવા માટે દેશભરમાં આ દિવસને ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ના રુપમાં ઉજવવામાં આવે છે.

સી.વી. રામનનું પૂરું નામ ચંદ્રશેખર વેંકટ રામન હતુ. એમને ભારતમાં એમના દ્વારા કરવામાં આવેલી વિવિધ વૈજ્ઞાનિક શોધો માટે સન્માનિત કરવામાં આવે છે. એમનો જન્મ તિરુચિરાપલ્લીમાં 7 નવેમ્બર, 1888 માં થયો હતો. એમણે પોતાનું શાળાકીય શિક્ષણ વિશાખાપટ્ટનમના સેન્ટ એલોયસિસ એંગ્લો-ઇન્ડિયન હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યુ હતુ. ત્યાર બાદ, એમણે ઉચ્ચ શિક્ષણ મદ્રાસ અર્થાત્ આજના ચેન્નાઇ ખાતેની પ્રેસિડેન્સી કૉલેજમાં લીધું હતુ.

National Science Day 2026 , સી.વી. રામન, રામન પ્રભાવ, પ્રકાશ, નોબલ પુરસ્કાર‘રામન પ્રભાવ’ શું છે?

સી. વી. રામન દ્વારા એક મહાન સંશોધન કરવામાં આવ્યું હતુ જેનું નામ છે ‘રામન ઈફેક્ટ’!

ભારતના મહાન વૈજ્ઞાનિક સી.વી. રામને ‘રામન પ્રભાવ’ની શોધ કરી હતી. એમની શોધ અનુસાર, પ્રકાશ (Light) ક્યારેય એક સીધી રેખામાં નથી ચાલતો. આ સાથે જ્યારે પણ પ્રકાશના કિરણો કોઇ પારદર્શક માધ્યમ સાથે અથડાય છે ત્યારે એના નેચરમાં પરિવર્તન થાય છે. આ સંશોધનના કારણે દુનિયાને ક્રિસ્ટલ (Crystal)ની આંતરિક સંરચના વિશે ઊંડાણપૂર્વક જાણવાનો અવસર પ્રાપ્ત થયો હતો. એમને વિશ્વપ્રસિદ્ધ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

National Science Day 2026 , સી.વી. રામન, રામન પ્રભાવ, પ્રકાશ, નોબલ પુરસ્કાર

‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ 2026નું થીમ

દર વર્ષે આ ‘નેશનલ સાયન્સ ડે’ ને એક ખાસ વિષયને અનુલક્ષીને મનાવાય છે. દરેક વર્ષનું થીમ અલગ-અલગ હોય છે. આ થીમ વિજ્ઞાન દિવસ, સાયન્સ ફિલ્ડ તથા નવીનતાઓ (innovations) પર આધારિત હોય છે. આવા ખાસ વિષયો દ્વારા, યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ અને રુચિ કેળવવામાં આવે છે. વર્ષ 2026નું આ વિજ્ઞાન દિવસનું થીમ મહિલાઓને માટે ગૌરવપૂર્ણ વિશેષ છે. આ થીમ છે…

‘Women in Science: Crystalysing Viksit Bharat’

અર્થાત્

‘વિજ્ઞાનમાં મહિલાઓ: ક્રિસ્ટલાઇઝિંગ વિકસીત ભારત’

આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય ‘વિકસિત ભારત’ લક્ષ્ય અંતર્ગત, વર્ષ 2047 સુધી સાયન્સના ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.

National Science Day 2026 , સી.વી. રામન, રામન પ્રભાવ, પ્રકાશ, નોબલ પુરસ્કાર

વિજ્ઞાન દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય

વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ સાયન્સના મહત્વ વિશે જાગરુકતા ફેલાવવાનો અને એને સામાન્ય જન સુધી પહોંચાડવાનો છે. અન્ય હેતુઓ આ મુજબ છે.

1. વિજ્ઞાન અને પૌદ્યોગિકીના ક્ષેત્રમાં થઇ રહેલી ગતિવિધિઓ અને ઉપલબ્ધિઓનું પ્રદર્શન કરવું.

2. સાયન્સમાં રુચિ ધરાવનારા નાગરિકોને પ્રોત્સાહન પૂરું પાડવું.

3. વિજ્ઞાન ક્ષેત્રે અને ટેકનિકલ ફિલ્ડમાં નવીન શોધ અને વિકાસને ઉત્તેજન આપવું.

4. યુવાનોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવો.


આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!

આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…

આ પણ વાંચો: ‘સેન્ટ્રલ એક્સાઇઝ ડે’ 24 ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે છે? જાણો મહત્વ અને ઇતિહાસ…