Dharm & Bhakti: હોળીનો તહેવાર એટલે ધમાલ મસ્તી…ભાત-ભાતની વાનગીઓ અને ઠંડા પીણા અને ઘણા બધા રંગો! મોટાભાગના લોકો હોળીના રંગોત્સવ અર્થાત્ ધૂળેટી (Dhuleti) રમવા માટે જૂના-પુરાણા અથવા તો સફેદ રંગના વસ્ત્રો (White Cloths) પહેરવાનું પસંદ કરતા હોય છે પણ શું તમે જાણો છો કે 4 માર્ચ 2026ના રોજ ધૂળેટી (Holi 2026) થી તમારું ભાગ્ય પરિવર્તન થવા જઇ રહ્યું છે!
હોળીના તહેવાર (Holi 2026) નો દિવસ લકી કલર સાથે ઉજવો
આમ તો હોળીને રંગોનો તહેવાર માનવામાં આવે છે અને સમગ્ર ભારતમાં ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિએ એને મનાવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ પર્વો પૈકીનો એક પ્રમુખ તહેવાર ગણાય છે. જે ઋતુકાળ પરિવર્તનનો પણ સંકેત છે. આ દિવસે હોલિકાદહન કરવામાં આવે છે જે દુષ્ટતા પર સારપના વિજયનું અને વસંતના આગમનનું પણ પ્રતીક છે. આ વર્ષે 3 માર્ચ 2026ના રોજ હોળી અને 4 માર્ચ 2026 ના રોજ રંગોત્સવ અર્થાત્ ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે તમારી રાશિ મુજબના લકી કલર (Lucky Colour)ના કપડા પહેરીને હોળી રમશો તો તમારા જીવનમાં પોઝીટિવ એનર્જી અને સુખ-સમૃદ્ધિનું આગમન થશે. તો ચાલો જાણીએ કે આ વર્ષે તમારી રાશિ (Rashi) માટે કયો રંગ કિસ્મતનો ‘ગેમ ચેન્જર’ સાબિત થશે?
મેષ અને વૃશ્ચિક રાશિ- લાલ અને નારંગી
આ બંને રાશિઓ (Aries and Scorpio)નો સ્વામી મંગળ ગ્રહ છે જે ઊર્જાનું પ્રતીક છે. આ વર્ષે જો તમે લાલ, મરુન, નારંગી શેડ વાળા કપડા પહેરશો તો તમારો કોન્ફિડન્સ સાતમા આકાશ પર હશે…આ રંગ તમારા સાહસમાં વૃદ્ધિ કરશે અને આ રંગ સમાજમાં તમારી એક અલગ પ્રકારની ધાક જમાવશે! સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આ રંગ તમારા માટે ઉત્તમ રહેશે.

મિથુન અને કન્યા રાશિ – લીલો રંગ
બુધ ગ્રહનું સ્વામિત્વ ધરાવતી આ બંને રાશિઓ (Gemini and Virgo) માટે લીલો રંગ સૌથી શ્રેષ્ઠ રહેશે. લીલો રંગ આનંદ અને બુદ્ધિનું પ્રતીક છે. પરંતુ જો તમે આ રંગના વસ્ત્રો પહેરીને હોળી રમશો તો તમારા જીવનના વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થઇ શકે છે. વિશેષ કરીને, વિદ્યાર્થીઓ અને નોકરી કરનારા લોકોને માટે હળવો અથવા ધેરો લીલો કે પોપટી રંગ ઘણો નસીબવંતો સિદ્ધ થશે.
કર્ક રાશિ- સફેદ અને સિલ્વર
ચંદ્રમાની રાશિ કર્ક (Cancer) જાતકો માટે સફેદ, સિલ્વર અને ઑફ-વ્હાઇટ કપડા પહેરવા જોઇએ. આ રંગ તમને માનસિક શાંતિ પ્રદાન કરશે. જો તમે સફેદ રંગ પહેરવા ન માગતા હો તો ઓછામાં ઓછો એક સફેદ રુમાલ અથવા સ્કાર્ફ સાથે અવશ્ય રાખવો. આમ કરવાથી પરિવારમાં પ્રેમ અને તાલમેલ જળવાઇ રહેશે.

સિંહ રાશિ- રૉયલ ગોલ્ડન અને કેસરીયો
આ રાશિ (Leo)ના સ્વામી સૂર્ય દેવ છે. તમારી નેતૃત્વની ક્વૉલિટી અને મોભાને નીખારવા માટે તમે સોનેરી, પીળો અથવા તો કેસરીયો રંગ પસંદ કરવો. આ રંગ તમને ભીડથી અલગ તારવશે અને તમારી કેરિયર અથવા વ્યવસાયમાં પ્રગતિના નવા દ્વાર ખોલશે.
તુલા અને વૃષભ- સફેદ, ગુલાબી અથવા આસમાની
આ રાશિના સ્વામી શુક્રદેવ છે. આ રંગો સૌમ્યતા અને શાંતિનું પ્રતીક છે. આ રંગો પહેરવાથી તમારા ભાગ્યમાં વૃદ્ધિ થઇ શકે છે. હોળીના દિવસે આ ત્રણેયમાંથી કોઇ પણ કલર પહેરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવનમાં પ્રગતિ થશે. બીજા પહેરે કે ન પહેરે તમે તમારો લકી સફેદ રંગ અવશ્ય પહેરી શકો છો.

ધનુ અને મીન રાશિ- પીળો
બૃહસ્પતિની આ રાશિઓ (Sagittarius and Pisces) માટે પીળો રંગ એક વરદાન સમાન છે. આ રંગ પહેરવાથી ઘરમાં સુખ-શાંતિનું આગમન થાય છે. જ્ઞાન અને સમૃદ્ધિનો આ રંગ પહેરવાથી તમારા વ્યક્તિત્વમાં ન કેવળ નિખાર આવશે પરંતુ આધ્યાત્મિક વિચારોને પણ સકારાત્મક બનાવશે.
મકર અને કુંભ રાશિ- વાદળી અને જાંબલી
શનિદેવ આ રાશિઓ (Capricorn and Aquarius) માટે વાદળી, નીલો, જાંબુડિયો અથવા તો ઘેરો ભૂખરો રંગ સૌથી શુભ ગણાય છે. આ રંગ તમારા જીવનમાં સ્થિરતા અને અનુશાસન લાવશે. હોળીની મસ્તી વાળા વાતાવરણમાં આ રંગ તમારા માટે એક સુરક્ષા કવચ ની જેમ કાર્ય કરશે, જે પહેરવાથી તમારું માનસિક સંતુલન સ્થિર રહેશે અને કાર્યોમાં નડતી અડચણો દૂર થશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: હોળી પહેલા ગ્રહોની મહાયુતિ…શુક્રનું મીન રાશિમાં ગોચર…’માલવ્ય રાજયોગ’થી 4 રાશિઓનું ભાગ્ય ચમકશે..!
આ પણ વાંચો: સિંહ, તુલા અને કુંભ રાશિઓના જાતકોનો 11 માર્ચથી સકારાત્મક સમય…દેવગુરુ બૃહસ્પતિ બનશે માર્ગી..!
આ પણ વાંચો: 22 ફેબ્રુઆરી 2026 ના રોજ શુક્રનું નક્ષત્ર પરિવર્તન…આ ગોચરથી વૃષભ, કુંભ અને તુલા રાશિને આર્થિક લાભના સંકેત…
