Dharma & Bhakti/ હોળી પહેલા ગ્રહોની મહાયુતિ…શુક્રનું મીન રાશિમાં ગોચર…’માલવ્ય રાજયોગ’થી 4 રાશિઓનું ભાગ્ય ચમકશે..!

March Gochar 2026…એક દુર્લભ ગ્રહ ગોચરનો સંયોગ છે જેમાં શુક્ર ગ્રહ કુંભ રાશિને છોડીને પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. જેના કારણે આ 4 રાશિના જાતકોને…

Trending Religious Rashifal Dharma & Bhakti
March Gochar 2026, ગ્રહ ગોચર, શુક્ર ગ્રહ, હોળી, માલવ્ય રાજયોગ

Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ના દ્રષ્ટિકોણથી જોઇએ તો, આ વર્ષ 2026નો માર્ચ મહિનો (March 2026) અત્યંત ઉથલપાથલ ભરેલો અને મહત્વપૂર્ણ રહેશે. આ મહિનાની શરુઆતમાં અને મધ્યમાં મોટા ગ્રહ ગોચર (March Gochar 2026) નિર્મિત થઇ રહ્યાં છે. શરુઆતમાં 2 માર્ચના રોજ હોળીના તહેવાર પહેલા જ ઐશ્વર્ય અને સુખના દેવતા શુક્ર કુંભ રાશિને છોડીને પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત, માર્ચની 15 તારીખે સૂર્ય પણ મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં એ ત્રિગ્રહી યોગ રચશે.

હોળી પહેલા મોટા ગ્રહ ગોચર (March Gochar 2026)નું નિર્માણ

શુક્ર ગ્રહ (Shukra Graha)ના આ ગોચરથી માલવ્ય રાજયોગ (Malvya Raj Yoga)નું નિર્માણ થશે અને જેને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી સુખ-સમૃદ્ધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આટલું જ નહિં, પરંતુ આ દરમિયાન, કુંભ રાશિમાં સૂર્ય, મંગળ, બુધ અને રાહુની ચતુર્ગ્રહી યુતિ બનશે જ્યારે મીન રાશિમાં શુક્ર અને શનિની જુગલબંદી જોવા મળશે. 4 માર્ચે ધૂળેટીના તહેવાર પહેલા જ આ ગ્રહોનો સંયોગ 4 રાશિઓ માટે આનંદના સમાચાર લાવશે એવા યોગો સર્જાઇ રહ્યાં છે.

March Gochar 2026, ગ્રહ ગોચર, શુક્ર ગ્રહ, હોળી, માલવ્ય રાજયોગકુંભ રાશિ

માર્ચનો મહિનો કુંભ રાશિ (Kumbh Rashi)ના જાતકોની ઊર્જા અને આત્મવિશ્વાસને બુલંદી પર પહોંચાડશે અને તમે સાતમા આસમાને વિહરશો. તમારી રાશિના દ્વિતીય ભાવમાં સૂર્ય અને શુક્રનો પ્રભાવ તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરશે. કાર્યક્ષેત્રે તમારા નેતૃત્વની પ્રશંસા થશે. તમને નવી જવાબદારીઓ પણ પ્રાપ્ત થઇ શકે છે. વિદેશી વેપાર (Foreign Trade) સાથે જોડાયેલા જાતકોને મોટો નફો થવાની સંભાવના છે. સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધાર આવશે.

March Gochar 2026, ગ્રહ ગોચર, શુક્ર ગ્રહ, હોળી, માલવ્ય રાજયોગ

વૃષભ રાશિ

વૃષભ રાશિ (Vrushabh Rashi)ના સ્વામી શુક્રનું ઉચ્ચ રાશિમાં ગમન આ જાતકો માટે ‘ગોલ્ડન પીરિયડ’ સાબિત થશે. માર્ચ મહિનામાં તમારી આવકના સ્ત્રોતમાં જબરદસ્ત વધારો થશે. જે લોકો નોકરી કરે છે એમને પ્રમોશન (Promotion) અથવા તો ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. એકાદશ ભાવમાં સૂર્યની ઉપસ્થિતિ વેપારના વિસ્તારમાં સહાયક બનશે. તમારી મધુર વાણીથી સમાજમાં તમારા માન-સન્માન વધારો થશે. પરિવારનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

March Gochar 2026, ગ્રહ ગોચર, શુક્ર ગ્રહ, હોળી, માલવ્ય રાજયોગ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ (Vrushik Rashi)ના વિદ્યાર્થીઓ માટે આ સમય એક ગેમ ચેન્જર સાબિત થશે. પ્રતિયોગી પરીક્ષાઓની તૈયાર કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સુખદ પરિણામો પ્રાપ્ત થઇ શકે છે. તમારું ફસાયેલું ધન તમને પરત મળશે અને એથી આર્થિક તંગી દૂર થશે. કેરિયરમાં ઉન્નતિના નવા માર્ગો ખૂલશે અને તમારા ઘરમાં કોઇ માંગલિક ઉત્સવ પણ ઉજવાઇ શકે એવા યોગ છે. પોતાના સ્વજનો સાથેના સંબંધો (Relationship) ગાઢ બનશે.

March Gochar 2026, ગ્રહ ગોચર, શુક્ર ગ્રહ, હોળી, માલવ્ય રાજયોગ

મિથુન રાશિ

આર્થિક સંપન્નતાની બાબતે માર્ચ મહિનો મિથુન રાશિ (Mithun Rashi)ના જાતકો માટે વરદાન સાબિત થશે. શુક્રનું તમારા કર્મભાવમાં બેસવું તમારી ક્રિએટિવિટીને નવીન ઊંચાઇઓ પ્રદાન કરશે. જો તમે કળા, સંગીત, અભિનય કે લેખન (Art Field) સાથે જોડાયેલા હશો તો કોઈ મોટી ઉપલબ્ધિ તમને પ્રાપ્ત થઇ શકે છે. જૂના રોકાણોથી તમારી અપેક્ષાથી અધિક રિટર્ન મળવાના યોગ છે જેથી બેન્ક બેલેન્સમાં વૃદ્ધિ થઇ શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: આ રાશિના જાતકોએ લક્ષ્મીજીની પૂજા કરવી, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

આ પણ વાંચો: સિંહ, તુલા અને કુંભ રાશિઓના જાતકોનો 11 માર્ચથી સકારાત્મક સમય…દેવગુરુ બૃહસ્પતિ બનશે માર્ગી..!

આ પણ વાંચો: 22 ફેબ્રુઆરી 2026 ના રોજ શુક્રનું નક્ષત્ર પરિવર્તન…આ ગોચરથી વૃષભ, કુંભ અને તુલા રાશિને આર્થિક લાભના સંકેત…