Dharma & Bhakti/ હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ સર્જાશે..! આ 4 રાશિઓએ અત્યંત સતર્ક રહેવું પડશે..!

Chandragrahan 2026 (ચંદ્રગ્રહણ)નો યોગ હોળીની પર્વ પર જ સર્જાવા જઇ રહ્યો છે, આ સંયોગથી 4 રાશિના જાતકોને સમસ્યા સર્જાઇ શકે છે તો જાણીએ વિસ્તૃત રીતે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chandragrahan 2026, હોળી, ધૂળેટી, હોલિકાદહન, જીવનસાથી

Dharm & Bhakti: હોળીનો તહેવાર 3 માર્ચ 2026 (3 March 2026)ના રોજ મંગળવારના રોજ મનાવવામાં આવનાર છે. પરંતુ આ વર્ષે, યોગાનુયોગે આ જ દિવસે ચંદ્રગ્રહણ (Chandragrahan 2026)નો યોગ સર્જાઇ રહ્યો છે જેના કારણે કેટલીક રાશિના જાતકોએ અત્યંત સાવધાની રાખવી પડે એવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં છે.

આમ તો હોળીને રંગોનો તહેવાર (Holi Festival) માનવામાં આવે છે અને સમગ્ર ભારતમાં ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિએ એને મનાવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ પર્વો પૈકીનો એક પ્રમુખ તહેવાર ગણાય છે. જે ઋતુકાળ પરિવર્તનનો પણ સંકેત છે. આ દિવસે હોલિકાદહન (Holikadahan) કરવામાં આવે છે જે દુષ્ટતા પર સારપના વિજયનું અને વસંત ઋતુના આગમનનું પણ પ્રતીક છે.

જ્યારે પૃથ્વી ચંદ્રમા અને સૂર્યની મધ્યમાં આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ સર્જાય છે. સૂર્યપ્રકાશને પૃથ્વી રોકે છે અને આથી ચંદ્ર પર એની છાયા પડે છે અને આ કારણે ચંદ્ર ધૂંધળો દેખાય છે અને ક્યારેક તો એની સપાટી તદ્દન લાલાશપડતી બનેલી દ્રશ્યમાન થાય છે. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પૂર્ણપણે સર્જાનાર છે અને એ પણ હોળીના દિવસે જ!

હોળીના દિવસે ચંદ્રગ્રહણ (Chandragrahan 2026) સર્જાશે

આ વર્ષે 3 માર્ચ 2026ના રોજ હોળી અને 4 માર્ચ 2026 ના રોજ રંગોત્સવ અર્થાત્ ધૂળેટી (Dhuleti)નો તહેવાર મનાવવામાં આવશે. પરંતુ આ વર્ષે વિશેષ ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2026)નો યોગ હોળીની પર્વ પર જ સર્જાવા જઇ રહ્યો છે તો જાણીએ એના વિશે વિસ્તૃતપણે…

હાલમાં 17 ફેબ્રુઆરીએ થયેલું વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ (Suryagrahan 2026) ભારતમાં દેખાયું ન હોવાથી એનો પ્રભાવ પણ અહિં જોવા મળ્યો નહતો. પરંતુ, જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ ચંદ્રગ્રહણની તમામ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની અસરો જોવા મળી શકે છે. જો કે, જાતકની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે એના પર પણ આ ગ્રહણની અસરો નિર્ભર કરે છે.

સિંહ રાશિમાં સર્જાનારા આ ગ્રહણ પર બૃહસ્પતિ (Guru Graha)ની નવમ દ્રષ્ટિ એના નકારાત્મક પ્રભાવોને ઘણી હદ સુધી ઓછી કરવામાં સહાયક બની શકે છે. તો ચાલો જાણીએ કે, કઈ-કઈ રાશિઓએ વધુ સતર્ક રહેવાની જરુર પડશે અને કોના પર એનો પ્રભાવ સામાન્ય રહેશે!

આ 4 રાશિઓએ વિશેષ સતર્ક રહેવું પડશે

ચંદ્રગ્રહણની અસરો તમામ રાશિઓ (Zodiac Signs) પર સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની જોવા મળી શકે છે. આ રાશિઓએ શી સાવધાની રાખવી એ વિશે વિગતે જાણીએ…

Chandragrahan 2026, હોળી, ધૂળેટી, હોલિકાદહન, જીવનસાથી

કર્ક રાશિ

કર્ક રાશિ (Kark Rashi) માટે આ ગ્રહણ અષ્ટમ ભાવમાં સર્જાશે જે અચાનક ઉત્પન્ન થનારી મુશ્કેલીઓનું દ્યોતક છે. સાસરાપક્ષ અથવા તો પૈતૃક સંપત્તિને લઇને તણાવ ઉપ્તન્ન થઇ શકે છે. ઘરમાં કલહની સ્થિતિ સર્જાઇ શકે છે અને માનસિક ઉથલપાથલ રહેશે. તમારે વાણી પર નિયંત્રણ રાખવું પડશે અને આંખોને લગતી સમસ્યાઓની અવગણના કરવાથી પણ તમને સમસ્યા સર્જાઇ શકે છે. આ ઉપરાંત, જીવનસાથીના સ્વાસ્થ્ય (Health)નું પણ ધ્યાન રાખવું.

Chandragrahan 2026, હોળી, ધૂળેટી, હોલિકાદહન, જીવનસાથી

સિંહ રાશિ

સિંહ રાશિ (Sinh Rashi) માટે આ ગ્રહણ સપ્તમ ભાવમાં સર્જાશે જે દાંપત્ય જીવન સાથે સંલગ્ન છે. વૈવાહિક સંબંધો (Marriage Life)માં તણાવ અથવા તો અલગાવની પરિસ્થિતિ સર્જાઇ શકે છે. જો અગાઉથી જ કોઇ વિવાદ ચાલી રહ્યો હોય તો એને શાંતિપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરવો. ભાગીદારીમાં વેપાર કરી રહેલા લોકોએ વિશેષ સાવધાની રાખવી. સામાજીક પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે સમજી-વિચારીને નિર્ણય લેવો.

Chandragrahan 2026, હોળી, ધૂળેટી, હોલિકાદહન, જીવનસાથી

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ (Vrushik Rashi)ના જાતકો માટે આ ગ્રહણ ચતુર્થ ભાવમાં થશે, જે માતા અને માનસિક શાંતિનો ભાવ માનવામાં આવે છે. ઘરનું વાતાવરણ પણ પ્રભાવિત થઇ શકે છે. આનાથી માનસિક તણાવમાં વૃદ્ધિ થઇ શકે છે. હૃદયરોગ ધરાવનારી વ્યક્તિઓએ વિશેષ સતર્ક રહેવાની જરુર પડશે. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં આ સમયે મોટો સોદો (Property Deal) કરવાથી બચવું. માતા અને સંતાનના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

Chandragrahan 2026, હોળી, ધૂળેટી, હોલિકાદહન, જીવનસાથી

મીન રાશિ

મીન રાશિ (Meen Rashi)ના જાતકો માટે આ ગ્રહણ દ્વાદશ ભાવમાં સર્જાશે. આથી બિન આવશ્યક ખર્ચમાં વૃદ્ધિ થઇ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, અનિંદ્રા અથવા તો કોર્ટ કચેરી સંબંધિત બાબતો (Legal Matters)માં તણાવ ઉદ્ભવવાની સંભાવના છે. જો કુંડળીમાં પહેલાથી જ તમારો દ્વાદશ ભાવ નબળો હોય તો વધુ સાવધાન રહેવું. યોગ, ધ્યાન અને ધાર્મિક પ્રવૃત્તિઓથી માનસિક સંતુલન કેળવવામાં સહાયતા મળશે.


આ પણ વાંચો: આ રાશિના જાતકોએ લક્ષ્મીજીની પૂજા કરવી, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

આ પણ વાંચો: સિંહ, તુલા અને કુંભ રાશિઓના જાતકોનો 11 માર્ચથી સકારાત્મક સમય…દેવગુરુ બૃહસ્પતિ બનશે માર્ગી..!

આ પણ વાંચો: 22 ફેબ્રુઆરી 2026 ના રોજ શુક્રનું નક્ષત્ર પરિવર્તન…આ ગોચરથી વૃષભ, કુંભ અને તુલા રાશિને આર્થિક લાભના સંકેત…