Dharm & Bhakti: આ વર્ષ 2026નું પ્રથમ એવું સૂર્ય ગ્રહણ (Surya Grahan 2026) કુંભ રાશિમાં 17 ફેબ્રુઆરી અર્થાત્ આજે સર્જાવા જઇ રહ્યું છે. ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ એ શુભ ઘટના ગણાતી નથી. આ દિવસે ગ્રહણ સાથે સંબંધિત ગ્રહો (Grah)ની શક્તિઓ ક્ષીણ બનવાથી એની અસરો વાતાવરણ અને તમામ રાશિઓ (Rashi, Zodiac Signs) પર પણ પડતો હોય છે. આથી જ આ દિવસે અમુક કાર્યો એવા છે કે, જેમને કરવાનું વર્જીત માનવામાં આવે છે અને જેને કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થઇ શકે છે.

આજે સૂર્ય ગ્રહણનો સમય શું રહેશે? (Surya Grahan 2026 Time)
જ્યોતિષ વૈદિક પંચાંગ અનુસાર, આ વર્ષ 2026નું પ્રથમ સૂર્ય ગ્રહણ 17 ફેબ્રુઆરી, મંગળવાર (17 February 2026)ના રોજ આજે છે. પંચાંગ મુજબ, આ ગ્રહણ ફાલ્ગુન માસની અમાવસ્યા તિથિ (Amavasya Tithi)એ બપોરે 3 વાગીને 26 મિનિટે શરૂ થશે અને સાંજે 7 વાગીને 57 વાગ્યા સુધી વિદ્યમાન રહેશે. આ ગ્રહણ કાળ 4 કલાક અને 32 મિનિટ સુધીનો ગણાશે.
સૂર્ય ગ્રહણને ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર (Astronomy and Astrology) બંને દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાનુસાર, રાહુ અને કેતુ જેવા છાયા ગ્રહો (Rahu & Ketu) ગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહોને ગ્રસે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઇએ તો જ્યારે પૃથ્વી અને સૂર્ય ની વચ્ચે ચંદ્ર આવી જાય (Moon in the middle of Earth & Sun) અને થોડાક સમય પૂરતો સૂર્યનો પ્રકાશ આંશિક અથવા તો સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે. આમ બને ત્યારે તેને સૂર્ય ગ્રહણ કહેવાય છે. તો ચાલો હવે જ્યોતિષ વિદ્વાનોના મતે જાણીએ કે, સૂર્ય ગ્રહણના દિવસે તમારે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ એ અંગે વિગતવાર…

સૂર્યગ્રહણના દિવસે શું કરવું?
1. ગ્રહણના દિવસે તમારે સૂર્ય દેવના મંત્રોનું ઊંચા અવાજે ઉચ્ચારણ કરવું જોઇએ. આ મંત્રોનો જાપ કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.
‘ॐ હ્રાં હ્રીં હ્રૌં સ: સૂર્યાય નમ:’
‘ॐ ઘૃણિ: સૂર્યાય નમ:’
2. આ દિવસે યોગ-ધ્યાન (Yoga-Meditation) અને આધ્યાત્મિક સાધના કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે અને ગ્રહણનો નકારાત્મક પ્રભાવ પણ દૂર થાય છે.
3. ધાર્મિક પુસ્તકોનું અધ્યયન પણ આ દિવસે કરવું વિશેષ લાભદાયી રહેશે. જપ-તપ અને મંત્ર જાપ માટે ગ્રહણનો દિવસ શુભ માનવામાં આવે છે.
4. ગ્રહણ પૂર્ણ થયા બાદ ઘરની સાફ-સફાઇ કરીને આખા ઘરમાં ગંગાજળ (Gangajal)નો છંટકાવ કરવો જોઇએ અને મંદિરમાં રાખેલે તમામ દેવી-દેવતાઓની તસવીર અને મૂર્તિઓ પર પણ ગંગાજળ છાંટવું જોઇએ અથવા સ્નાન કરાવવું જોઇએ.

5. ગ્રહણ પૂર્ણ થયા બાદ, સ્નાન આદિથી પરવારીને દાન અવશ્ય કરવું અને ગાય (Cow)ને લીલો ઘાસચારો ખવડાવવો.
6. આ કાળ દરમિયાન ઘરમાં તમામ જગ્યાએ ઘણી નેગેટિવિટી ફેલાઇ જતી હોય છે આથી તમામ પાણીના વાસણ, દૂધ, દહીં વગેરેમાં કુશા, દુર્વા અથવા તો તુલસીપત્ર (Tulsi) વગેરે ધોઈને નાખવા જોઇએ અને ગ્રહણ કાળ સમાપ્ત થાય ત્યારે દૂર્વા ઘાસને કાઢીને ફેંકી દેવું.

સૂર્યગ્રહણના દિવસે શું કરવું?
1. ગ્રહણકાળ દરમિયાન ઘરેથી બહાર જવું નહિં અને ક્યારેય પણ સૂર્ય ગ્રહણને નરી આંખે જોવું ન જોઇએ.
2. રસોઈ (Cooking) અથવા એને સંબંધિત કોઈ પણ કાર્યો ન કરવા.
3. ગર્ભવતી મહિલાઓ (Pregnant Ladies)એ પોતાની વિશેષ કાળજી લેવી કારણ ગર્ભસ્થ શિશુ પર એનો નકારાત્મક પ્રભાવ પડી શકે છે આથી એણે બહાર બિલકુલ ન જવું અને કોઈ એવા કાર્યો કરવા નહિં જે ગ્રહણ કાળમાં વર્જીત ગણાય છે જેમ કે સોયમાં દોરો પરોવવાનું કાર્ય!
4. કંઇ પણ સમારવાનું કે છોલવાનું કામ ન કરવું. વઘાર કરવાનું પણ ટાળવું જોઇએ.
5. ગ્રહણના દિવસે દિવસે ઊંઘવાનું સદંતર ટાળવું જોઇએ. સૂઇ જવાના બદલે તમારે ઈશ્વરનો મંત્ર જાપ કરવો તમારા માટે ઉચિત રહેશે.
6. ઘરના પૂજાઘર કે મંદિર (Mandir)ને તમારે લાલ અથવા પીળા કાપડ વડે ઢાંકી દેવું જોઇએ અને ગ્રહણ સમાપ્ત થયા બાદ જ આ પડદો હટાવવો જોઇએ.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: ગણેશજીની કૃપાપ્રાપ્તિ માટે કરો દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીએ આ પૂજા વિધિ…દરેક વિધ્ન-અંતરાયો થશે દૂર…
આ પણ વાંચો: કઠિન સંજોગો સામે લડવાની હિંમત મળશે…શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7 પ્રેરણાદાયી કથન…
આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…
