Zodiac News : ફેબ્રુઆરી મહિનો ગ્રહોની સ્થિતિને અનુલક્ષીને અત્યંત સુંદર રહેશે. આ સમગ્ર માસ દરમિયાન, મંગળ પોતાની ઉચ્ચ રાશિ (Zodiac) મકરમાં રહીને રુચક રાજયોગ નિર્મિત કરવા જઇ રહ્યો છે અને બીજી તરફ, દૈત્યગુરુ શુક્રની સ્થિતિમાં પણ પરિવર્તનના યોગ જોવા મળશે.
શુક્ર દેવ ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિ, પ્રેમ-આકર્ષણ અને વૈભવ-વિલાસના કારક ગ્રહ છે. આ સંજોગોમાં શુક્રની સ્થિતિમાં પરિવર્તન થવાની અસર આ ક્ષેત્રોમાં સૌથી વધારે જોવા મળશે.
ફેબ્રુઆરી મહિનાના પ્રારંભે જ અર્થાત્ 6 તારીખે શુક્ર મકર રાશિમાંથી (Zodiac) નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં પહેલેથી જ રાહુ દેવ વિરાજમાન છે! આ સંજોગોમાં, રાહુ અને શુક્રની યુતિ સર્જાવાને કારણે શક્તિશાળી અપાર ધન યોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે.
આ યોગ સર્જાવાને કારણે 12 રાશિઓના જીવન પર કોઇ ને કોઇ રીતે અસરો થતી જોવા મળશે એ વાત નિશ્ચિત છે. પરંતુ, આ ત્રણ રાશિઓના જાતકોને નસીબનો સાથ મળી શકે છે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિ પર આધારિત છે. તો ચાલો જાણીએ, આ ભાગ્યશાળી રાશિઓ અંગે વિસ્તૃતપણે….
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 6 ફેબ્રુઆરીએ સવારે 1 વાગીને 15 મિનિટે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશવા જઇ રહ્યાં છે. શનિની આ મૂળ ત્રિકોણ રાશિમાં શુક્રના આગમનથી અનેક રાશિઓના જાતકોને લાભ પ્રાપ્ત થઇ શકે છે. આ સાથે જ આ જ રાશિમાં એ રાહુની સાથે યુતિ રચશે જે 2 માર્ચ 2026 સુધી રહેશે.
કુંભ રાશિ (Zodiac)
શુક્ર આ રાશિ (Zodiac) ના ચોથા અને નવમ ભાવના સ્વામી બનીવે લગ્વ ભાવમાં વિરાજમાન થશે. આ સંજોગોમાં આ રાશિના જાતકોને નસીબનો પૂર્ણ સાથ મળશે. અધૂરા અને વિલંબિત કાર્યો પૂરા થઇ શકશે અને આવકના નવીન સ્ત્રોત મળી શકે છે. આવકના નવા માર્ગો ખૂલવાને કારણે તમારી આર્થિક સ્થિતિ ઝડપભેર સુદ્રઢ થઇ શકે છે.
માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે અને સુખ-સમૃદ્ધિમાં ઝડપભેર વૃદ્ધિ થઇ શકે છએ. ઘરમાં ખુશીઓનું આગમન થઇ શકે છે. પૈતૃક સંપત્તિ દ્વારા પણ ધન-સંપત્તિમાં વધારો થવાના યોગ સર્જાઇ રહ્યાં છે. શુક્રના કારણે તમે વૈભવશાળી જીવન જીવી શકશો.
આ ઉપરાંત, રાહુના કારણે પણ તમારી વિચારધારાને ઝડપભેર તેજી મળી શકે છે. આ સંજોગોમાં, તમારા મનમાં નવા-નવા આઇડિયા પણ વિકસિત થશે.
લગ્ન ભાવમાં રહીને રાહુ કુંડળીના સાતમા સ્થાન પર દ્રષ્ટિ નાખી રહ્યાં છે. આને વેપારનો ભાવ પણ કહેવામાં આવે છે. આ સંજોગોમાં વ્યવસાય ક્ષેત્રથી પણ અનેક લાભ પ્રાપ્ત થઇ શકે છે. વેપાર ક્ષેત્રે તમે નવીન પ્રયોગો કરી શકો છો. આનાથી તમને અઢળક લાભની પ્રાપ્તિ થઇ શકે છે. તમારા સફળતાના નવા દ્વાર ખૂલવા જઇ રહ્યાં છે.
વૃશ્ચિક રાશિ (Zodiac)
આ રાશિના (Zodiac) જાતકો માટે પણ અપાર ધન યોગ અત્યંત અનુકૂળ રહેશે. મકર અને કુંભ રાશિમાં ગ્રહોનો શંભુ મેળો તમારા જીવનમાં સકારાત્મક અસરો નીપજાવી શકે છે. વૃશ્ચિક રાશિના લગ્ન સ્વામી મંગળ ગ્રહ છે જે સૂર્યની સાથે ત્રીજા ભાવમાં વિરાજમાન છે.
આ ઉપરાંત, ચોથા ભાવમાં શુક્ર અત્યંત શક્તિશાળી થઇને રાહુની સાથે અપાર ધન યોગનું નિર્માણ કરશે. આ સંજોગોમાં આ જાતકોની આર્થિક સ્થિતિ ઘણી ઉત્તમ રહેશે. શૅર માર્કેટથી માંડીને રિયલ એસ્ટેટ સુધીના ક્ષેત્રોમાં ઘણો ફાયદો મળી શકે છે. નોકરી, વેપારમાં પણ ઘણો લાભ થઇ શકે છે.
તમે કોઈ નવો બિઝનેસ કે સ્ટાર્ટ અપ શરુ કરી શકો છો અને આ સમય એના માટે અત્યંત અનુકૂળ રહેશે. તમારી સફળતાના નવા રસ્તા ખૂલી શકે છે. અષ્ટમ ભાવમાં ગુરુ હોવાને કારણે તમારી અનેક ઇચ્છાઓ પૂર્ણ થઇ શકશે.
છઠ્ઠા ભાવના સ્વામી હોવાને લીધે મંગળ શત્રુહન્તા પણ કહેવાય છે. આ સંજોગોમાં તમને શત્રુઓથી મુક્તિ મળી શકે છે. તમે તમારા પ્રતિસ્પર્ધી અને વિરોધીઓને પણ પરાજીત કરી શકો છો.
મેષ રાશિ (Aries Zodiac)
આ રાશિના જાતકો માટે શુક્ર-રાહુનો અપાર ધન યોગ અનેક રીતે વિશેષ હોઇ શકે છે. આ રાશિના એકાદશ ભાવમાં શુક્ર ગોચર કરીને રાહુની સાથે યુતિ કરશે. આ સંજોગોમાં આ રાશિના જાતકોને ખૂબ આર્થિક લાભ મળી શકે છે.
આ રાશિમાં (Zodiac) શનિની સાડા સાતીનું પ્રથમ ચરણ પણ ચાલી રહ્યું છે. પરંતુ, આ રાશિના જાતકો માટે શુક્ર-બુધનો લક્ષ્મી નારાયણ યોગ પણ નિર્મિત થશે. આ સંજોગોમાં આ રાશિના જાતકોને વ્યાપાર ક્ષેત્રે ઘણો જ લાભ પ્રાપ્ત થઇ શકે છે. કર્મ ભાવમાં મંગળ ઉચ્ચનો હોવાના કારણે તમને નસીબનો પૂર્ણ સાથ મળી શકે છે.
ગુરુની (Zodiac) દ્રષ્ટિ મંગળ અને સૂર્ય પર પડવાને કારણે ભાગ્યનો તમને પૂર્ણ સાથ મળશે. પિતા અને ગુરુનો પણ તમારા માથે પૂરો હાથ રહેશે જેથી લક્ષ્ય પ્રાપ્તિમાં સફળ થઇ શકાય છે.
નોકરી કરવારા જાતકોને સીનિયર્સ અને સહકર્મચારીઓનો પૂર્મ સહયોગ પ્રાપ્ત થશે જેથી સફળતાના નવા દ્વાર ખૂલી શકે છે. શિક્ષણ, વકીલાત, મેનેજમેન્ટ તથા બેન્કિંગ વગેરે ક્ષેત્રો સાથે સંલગ્ન વિદ્યાર્થીઓને પણ ઘણી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: મૃત્યુશૈયા પર પડેલા ભીષ્મ પિતામહની આંખમાં આંસુ કેમ આવ્યા? કારણ જાણીને તમને પણ જીવન જીવવાની નવી દિશા મળશે
આ પણ વાંચો: હાથમાં આવેલું રાજ્ય છીનવાઈ ગયું ને વનવાસ મળ્યો, છતાં રામ કેમ હસ્યા? જાણો ભગવાન રામના જીવનનો આ પ્રેરક પ્રસંગ
આ પણ વાંચો: આચાર્ય ચાણક્યની ચેતવણી: આ 3 બાબતોમાં મજાક કે બેદરકારી ભારે પડશે, રાજામાંથી રંક બની જતા વાર નહીં લાગે



