Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર (Jafrabad Port) પર તોફાની (Sea Storm Alert) દરિયાની આગાહીને ધ્યાનમાં રાખીને 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વરસાદી વાતાવરણ (Amreli Weather) અને તેજ પવનની સંભાવનાને કારણે દરિયો ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બંદર તંત્રએ સુરક્ષાના ભાગરૂપે જરૂરી તકેદારીના પગલાં લીધા છે.
દરિયો તોફાની બનવાની શક્યતા

હવામાનમાં આવેલા ફેરફારને કારણે દરિયામાં પવનની ગતિ વધવાની અને ભારે (Sea Storm Alert)વરસાદ વચ્ચે દરિયો વધુ તોફાની બનવાની સંભાવના છે. હાલમાં દરિયામાં હળવો કરંટ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે દરિયામાં જવું જોખમી બની શકે છે.તંત્ર દ્વારા તમામ માછીમારોને આગામી(Fishermen Warning) સૂચના સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. દરિયામાં રહેલી બોટોને પણ સલામત સ્થળે પરત લાવવા અને બંદર પર જ રાખવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
બંદર પર તકેદારીના પગલાં
જાફરાબાદ બંદર પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર (Sea Storm Alert)સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સ્થિતિમાં ફેરફાર થાય તો જરૂરી મુજબ આગળના પગલાં લેવામાં આવશે.
લોકોને સાવચેત રહેવાની અપીલ
તંત્રએ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને (Weather Alert Gujarat) માછીમારોને સાવચેત રહેવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી દિવસોમાં ભારે વરસાદ અને તેજ પવનની સંભાવનાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: આણંદ જિલ્લામાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ
આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, પાણી ભરાવા અને ટ્રાફિક જામથી લોકો પરેશાન
આ પણ વાંચો: ગુજરાતમાં 2 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
