Ahmedabad News/ ‘EWS અનામત નહીં તો ચૂંટણીમાં પરચો બતાવીશું’, 109 જ્ઞાતિઓ એકતાના તાંતણે!

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% EWS અનામતની માગ સાથે સવર્ણ સમાજની બેઠક મળી. દિનેશ બાંભણિયા સહિતના આગેવાનોએ સરકારને પરચો બતાવવાની ચીમકી આપી.

Gujarat Ahmedabad Trending
EWS

EWS Reservation Demand: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ પહેલા ફરી એકવાર અનામતનો મુદ્દો ગાજ્યો છે. અમદાવાદમાં મળેલી સવર્ણ સમાજની એક મહત્વની બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10 ટકા EWS (આર્થિક રીતે નબળા વર્ગ) અનામત લાગુ કરવાની માગ સાથે આક્રમક રણનીતિ ઘડવામાં આવી છે.

સવર્ણ સમાજની એકતા: 109 જ્ઞાતિઓની કમિટી રચાશે

આજની બેઠકમાં પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિત વિવિધ સવર્ણ જ્ઞાતિના આગેવાનો એક મંચ પર એકઠા થયા હતા. આ આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે 109 જ્ઞાતિઓની એક સંયુક્ત કમિટી બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં દરેક સમાજના પ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ આપવામાં આવશે. આ સાથે જ આગામી દિવસોમાં તમામ ધારાસભ્યો અને સાંસદોને લેખિતમાં આવેદનપત્ર આપી સરકાર પર દબાણ વધારવાની વ્યૂહરચના પણ ઘડવામાં આવી છે.

ઝવેરી પંચ અને રોસ્ટર પદ્ધતિ સામે સવાલ

બેઠકમાં માત્ર EWS અનામત જ નહીં, પરંતુ ઝવેરી પંચની ભલામણો પર પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આગેવાનોનું કહેવું છે કે ઝવેરી પંચની ભલામણો લાગુ કરવામાં મોટી ગેરરીતિ થઈ છે, જેથી હવે સરકારમાં રોસ્ટર પદ્ધતિ યોગ્ય રીતે લાગુ કરવાની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત, બ્લોકમાં વસ્તીના ધોરણે અનામતની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત પણ આગામી સમયમાં જોરશોરથી કરવામાં આવશે.

“માગ નહીં સ્વીકારાય તો પરચો બતાવીશું”: દિનેશ બાંભણિયા

પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ સરકારને સીધી ચીમકી આપતા જણાવ્યું હતું કે, “અમે સહીઓ સાથે સરકારમાં લેખિત રજૂઆત કરવાના છીએ. જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ સ્વીકારવામાં નહીં આવે, તો સવર્ણ સમાજ ચૂંટણીમાં પોતાનો પરચો બતાવશે.” ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ પણ આ માગને ક્ષત્રિય સમાજનું સંપૂર્ણ સમર્થન હોવાનું જાહેર કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  ગુજરાતમાં ફરી ‘અનામત’નું ઘમસાણ: 10% EWS મુદ્દે બિન અનામત વર્ગના આગેવાનો એકમંચ પર

આ પણ વાંચો: નીતિન નવીન માટે ભાજપ અધ્યક્ષપદનો માર્ગ ખુલ્લો, ચૂંટણી સમયપત્રક જાહેર

આ પણ વાંચો: નવા સંગઠન બાદ કમલમમાં ભાજપની પહેલી બેઠક, ચૂંટણી રણનીતિ પર મંથન