Gujarat News/ મગફળીના પાક માટે થયેલી નોંધણીના સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશનનો પ્રારંભ

મગફળીના પાક માટે થયેલી નોંધણીનું સેટેલાઈટ ઈમેજ (Satellite Image) આધારિત વેરીફીકેશન શરૂ કરવામાં આવ્યું છે. આગામી 15 સપ્ટેમ્બર સુધી…

Gujarat Others

Gujarat News: મગફળીના પાક માટે થયેલી નોંધણીનું સેટેલાઈટ ઈમેજ (Satellite Image) આધારિત વેરીફીકેશન શરૂ કરવામાં આવ્યું છે. ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન થશે.

ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળી(Groundnut)નું વાવેતર કર્યું હોય, તે જ સર્વે નંબરની ઈ-સમૃધ્ધિ પોર્ટલ (E- Samruddhi Portal)પર નોંધણી કરાવવા ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરીને જે તે જણશીના વાવેતરની કૃષિ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે.

જે અનુસંધાને રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા ખરીફ-૨૦૨૫ માટે ખેડૂતો દ્વારા નોંધણીમાં દર્શાવવામાં આવેલા સર્વે નંબરમાં મગફળીના વાવેતરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સેટેલાઇટ સર્વે દ્વારા જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે, તેવા કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે. જેથી હાલમાં ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં રાજ્યના તમામ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવા, ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાજ્યના ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેવા જ સર્વે નંબરની ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા અને મગફળી વાવેતરનો જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇતે પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવા પણ ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:SC/ST ક્વોટાનો મામલો ગંભીર છે, પરંતુ અનામતનો આદેશ આપી શકાતો નથી; સુપ્રીમ

આ પણ વાંચો:મહિલાઓ, SC/ST અને પછાત વર્ગો માટે મોટી જાહેરાત, 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન મળશે

આ પણ વાંચો:ગુજરાતમાં SC/ST ઉમેદવારો માટે મોટી માગણી, સાંસદ જશુભાઈ રાઠવાનો મુખ્યમંત્રીને પત્ર