Rajkot News/ રાજકોટમાં ભેળસેળખોરો સામે મનપાની તવાઈ: 11 ફૂડ પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Rajkot Food Safety Drive: રાજકોટ મનપાના ફૂડ વિભાગે શહેરમાં 64 ફૂડ પેઢીઓમાં ચેકિંગ કરી 11 પેઢીઓને સીલ કરી. 476 કિલો અખાદ્ય ખાદ્યપદાર્થોનો નાશ કરાયો અને ₹75,500નો દંડ વસૂલાયો.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Food Safety Drive: અખાદ્ય ખોરાક અને ગંદકી બદલ રાજકોટમાં 11 ફૂડ યુનિટ બંધ, ₹75,500નો દંડ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં ભેળસેળયુક્ત અને અસ્વચ્છ ખાદ્યપદાર્થોના વેચાણ સામે વ્યાપક ચેકિંગ અભિયાન (Rajkot Food Safety Drive) હાથ ધર્યું છે. શહેરભરની 64 ફૂડ પેઢીઓ, રેસ્ટોરન્ટ અને ફૂડ યુનિટમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ સામે આવતાં 11 પેઢીઓને તાત્કાલિક સીલ કરવામાં આવી છે.

આ કાર્યવાહી દરમિયાન કુલ 476 કિલો વાસી અને અખાદ્ય ખાદ્યપદાર્થો (Rajkot Food Safety Drive)નો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો, જ્યારે નિયમોના ભંગ બદલ 29 પેઢીઓને નોટિસ ફટકારી કુલ ₹75,500નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે.

FSSAI હેઠળ નમૂનાઓ લેબમાં મોકલાયા

મનપાના ફૂડ વિભાગે ભેળસેળ (Rajkot Food Safety Drive)ની શંકા ધરાવતા ચાર ખાદ્યપદાર્થોના નમૂનાઓ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે લેબ રિપોર્ટના આધારે જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Rajkot Food Safety Drive: 11 પેઢીઓ સામે સીલ કરવાની કાર્યવાહી

તપાસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી અનેક પેઢીઓમાં ગંદકી, વાસી ખોરાક, પ્રતિબંધિત રંગોનો ઉપયોગ, બિનલાઇસન્સ કામગીરી અને ફૂડ સેફ્ટીના નિયમોના ભંગ જેવી ગંભીર ખામીઓ સામે આવી હતી.

સીલ કરાયેલી મુખ્ય પેઢીઓમાં સામેલ છે:

હાઉસ ઓફ સ્નેક્સ – ગંદકી અને 40 કિલો વાસી ખોરાક મળી આવતા સીલ.

આર.બી. ફૂડ પ્રોડક્ટ – પ્રતિબંધિત સિન્થેટિક કલર અને 90 કિલો સડેલા પપૈયા મળી આવ્યા.

જય અંબે લાઈવ વેફર્સ – જૂના તેલ, જીવાત અને અસ્વચ્છ વાતાવરણને કારણે કાર્યવાહી.

શ્રી જલારામ ટ્રેડર્સ – ફૂડ લાઇસન્સ વગર ઉત્પાદન અને બોગસ બ્રાન્ડમાં પેકિંગ કરાતું હોવાનું સામે આવ્યું.

અનેક સ્થળોએ વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ

તપાસ દરમિયાન વિવિધ હોટલ, ફરસાણની દુકાનો અને રેસ્ટોરન્ટમાંથી વાસી મંચુરિયન, મીઠો માવો, નોનવેજ ખોરાક, ફરસાણ, બાફેલા બટાકા, પીઝા બેઝ, બન, દાઝેલું તેલ અને અન્ય અખાદ્ય સામગ્રી મળી આવી હતી.આ તમામ ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને સંચાલકો સામે વહીવટી દંડ પણ વસૂલાયો હતો.

અનેક વેપારીઓને નોટિસ અને દંડ

મનપાએ નિયમોના ઉલ્લંઘન બદલ અનેક અન્ય વેપારીઓને કારણદર્શક નોટિસ આપી છે. કેટલાક વેપારીઓ પાસે ફૂડ લાઇસન્સ નહોતું, જ્યારે કેટલાક સ્થળોએ હાઈજિન, સ્ટોરેજ અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાનું સામે આવ્યું હતું.

દૂધની પણ તપાસ

આ અભિયાન દરમિયાન મિલ્ક ચેકિંગ ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવી હતી. શહેરની ડેરીઓમાંથી દૂધના નમૂનાઓ લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. કેટલાક સ્થળોએ લાઈસન્સ વગર કામગીરી થતી હોવાનું સામે આવતા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

સ્વચ્છતા જાળવવા તંત્રની અપીલ

રાજકોટ મનપાએ જણાવ્યું છે કે ભેળસેળ (Rajkot Food Safety Drive) અને અસ્વચ્છ ખાદ્યપદાર્થોના વેચાણ સામે આવનારા સમયમાં પણ સતત ચેકિંગ ચાલુ રહેશે. વેપારીઓને ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના તમામ નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચો:રાજકોટમાં ફૂડ વિભાગની મેગા કાર્યવાહી: ભેળસેળયુક્ત પનીર-મલાઈનો જથ્થો ઝડપાયો, 3 ડેરી સીલ

આ પણ વાંચો:રાજકોટમાં ફૂડ ભેળસેળ મામલે કોર્ટ કડક, સંભારમાં કલર ભેળવનારને 6 મહિનાની જેલ

આ પણ વાંચો:રાજકોટ: દૂધમાં ભેળસેળ રોકવા આરોગ્ય વિભાગની ઝુંબેશ, 2 દિવસમાં 30 દૂધની ડેરીઓ પર પાડ્યા દરોડા