Banaskantha News : બનાસકાંઠાના થરાદમાં નિંદ્રાધીન પાલિકા હવે રહી રહીને જાગી હોય તેવું જણાય છે. જેમાં આખરે બે દબાણકારોને થરાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. મહેશ્વરી કિશન કુમાર અને હનુમાન ટ્રેડર્સને પાલિકાની નોટિસ આપવામાં આવી છે. બિન અધિકૃત બાંધકામ થયા બાદ હવે નોટિસ-નોટિસનો ખેલ શરૂ થયો હોય તેવું જણાય છે.
પાલિકાના આશીર્વાદથી થરાદમાં અનેક દબાણકારોને મોકળુ મેદાન મળી ગયું છે. જેમાં ક્યાંક દબાણમાં ઓટલા બન્યા, તો ક્યાંક રહેણાંકમાં શોપિંગ સેન્ટર બની ગયા છે. જ્યારે દબાણો થાય છે ત્યારે પાલિકો અટકાવતી નથી અને બાંધકામ પૂર્ણ થયા બાદ માત્ર નોટીસો ફટકારે છે. જેને પગલે પાલિકાની કામગીરી બાબતે થરાદની જનતા અનેક સવાલો ઉઠાવી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી
