વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલેથી જ ડિજિટલ ઇન્ડિયાની તરફેણ કરતા આવ્યા છે.રોજના લાખો મુસાફરો ભારતમાં રેલવે મારફતે મુસાફરી કરે છે. આ લાખો મુસાફરો માટે હવે સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આપેલા ડિજીટલ ઈન્ડિયાના ટ્રેક ઉપર રેલ્વે તંત્રપણ દોડવા જઈ રહ્યું છે. રેલ્વે દ્વારા મુસાફરો માટે અનેક નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેના માધ્યમથી મુસાફરોને રેલ્વે સ્ટેશન સુધી તેનો સામાન ઉપાડીને લઈ જવામાંથી મુક્તિ મળી જશે. જેનો પ્રારંભ હાલ અમદાવાદ થી થઈ ચૂક્યો છે.
MP / હજારો પોલીસ કર્મચારીઓના હોદ્દાનું નામ બદલાશે, મળશે પ્રભારીનું પદ
રેલ્વે વિભાગ તેના મુસાફરો માટે એવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે કે જેમાં પેસેન્જર તેનો સામાન ઘરેથી સીધોઓ જ ટ્રેનનાં બર્થ સુધી પહોચાડી શકે. ભારતીય રેલવેની આ સુવિધાને એન્ડ ટુ એન્ડ લગેજ સર્વિસ કહેવામાં આવે છે. અમદાવાદમા આ સુવિધાની શરૂઆત પણ થઇ ચુકી છે. પશ્ચિમ રેલવેએ સોશિયલ સાઈટ ટ્વિટર ઉપર આ અંગે માહિતી આપી હતી.જેમાં લખવામાં આવ્યું હતું કે પશ્ચિમી રેલ્વે દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર બુક બેગેજ ડોટ કોમ દ્વારા એન્ડ ટુ એન્ડ લગેજ એ પાર્સલ સેવાનીશરુઆત કરવામાં આવી છે. આ ઘરેથી સીધી જ રેલ્વે બર્થ સુધી લગેજ પહોચાડવાની સુવિધાનો ચાર્જ લગેજ કે પાર્સલનાં આકાર અને વજન અનુસાર નક્કી કરવામાં આવશે.
Delhi violence case / રાજદીપ સરદેસાઈ અને શશી થરૂર સહિત આઠ સામે FIR, રાજદ્રોહ સહિત અન્ય આરોપો
રેલવેની આ સુવિધા અન્ય સ્ટેશન ઉપર પણ ઝડપથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલ્વેની આ લગેજ વગરની મુસાફરી માટેની સુવિધાથી એ પેસેન્જરને વધુ રાહત મળશે જે લોકો સામાન લઈને મુસાફરી કરવાનું પસંદ કરતા નથી. ઉલ્લેખનીય છે એઇન્ડિયન રેલ્વે આઈઆરસીટીસીએ આગામી મહિને ઈ ખાણીપીણીની સુવિધા ફરીથી શરુ કરશે. જે પણ મુસાફરો માટે એક મોટી રાહત બનશે. કોવિડ 19નાં કારણે રેલ્વેમાં ખાણીપીણીની સુવિધા બંધ કરવામાં આવી હતી. જો કે કોરોનાકાળ બાદ રેલ્વેએ મુસાફરોને આકર્ષવા માટે ટિકિટ બુકિંગમા સરળતાથી લઈને સામાનને ટ્રેનનાં બર્થ સુધી પહોચાડવા જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
indian airforce / બોઈંગ ભારતને ઓફર કરશે 15X લડાકુ વિમાન,અમેરિકાની હરીઝંડી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
