Surat Rain News: સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. ખાસ કરીને ઓલપાડ તાલુકામાં અંદાજે સવા ઇંચ વરસાદ (Surat Waterlogging) નોંધાતા ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. વરસાદથી ડાંગર સહિતના ચોમાસુ પાકોને મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ સુરત ગ્રામ્યના અનેક વિસ્તારોમાં (Heavy Rain in Surat) વરસ્યો હતો. ઓલપાડ તાલુકામાં સૌથી વધુ અંદાજે સવા ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે ખેતરોમાં પૂરતું ભેજ ઉપલબ્ધ બન્યું છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં રાહત જોવા મળી હતી.ખેતી નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વરસાદ ડાંગર, શાકભાજી અને અન્ય ચોમાસુ પાકો માટે લાભદાયી સાબિત થશે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે.
સુરતમાં પડેલા ભારે વરસાદે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. શહેરના અનેક (Surat Waterlogging) વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાંડેસરા-ભેસ્તાન રોડ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે અઠવાલાઇન્સ વિસ્તારમાં શાળા બહાર પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા. બીજી તરફ ભેસ્તાન આવાસ નજીક રોડ ધસી પડતાં ભારેખમ ટ્રકના ટાયર રસ્તામાં ખૂંપી ગયા હતા.
પાંડેસરા-ભેસ્તાન રોડ પર પાણી ભરાતા કલાકો સુધી ટ્રાફિક જામ
ભારે વરસાદ બાદ પાંડેસરા-ભેસ્તાન રોડ (Pandesara Road) પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. રસ્તા પર પાણી ભરાવાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિકમાં (Traffic Jam) દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી.સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અઠવાલાઇન્સમાં શાળા બહાર પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી શાળા બહાર વરસાદી (Surat Waterlogging) પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈને શાળામાં પ્રવેશ કરવો પડ્યો હતો.વાલીઓએ પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે શાળા જેવા સંવેદનશીલ વિસ્તારમાં પણ પાણી ભરાય છે, જે તંત્રની કામગીરી પર સવાલ ઉભા કરે છે. જોકે, શાળા બહાર પાણી ભરાવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
ભેસ્તાન આવાસ પાસે રોડ ધસી પડતા ટ્રકના ટાયર ખૂંપ્યા
ભેસ્તાન આવાસ વિસ્તારમાં ગટર લાઇનના ખોદકામ (Road Collapse) બાદ યોગ્ય રીતે પૂરાણ ન કરવામાં આવતા રસ્તાનો એક ભાગ ધસી પડ્યો હતો. આ દરમિયાન ઈંટોથી ભરેલી એક ભારેખમ ટ્રક પસાર થઈ રહી હતી અને તેના ટાયર રસ્તામાં ખૂંપી ગયા હતા.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે ઉઠ્યા સવાલ
એક જ દિવસમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં (Surat Waterlogging) પાણી ભરાવા, ટ્રાફિક જામ અને રોડ ધસી પડવાની ઘટનાઓ સામે આવતા સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી ફરી ચર્ચામાં આવી છે.સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ગટર સફાઈ, વરસાદી પાણીના નિકાલ અને માર્ગોની મરામત જેવી કામગીરી યોગ્ય રીતે ન થતાં સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ઘટનાઓ બાદ સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ તંત્ર પાસે વરસાદી પાણીના ઝડપી નિકાલ, રસ્તાઓની મજબૂતી અને ખોદકામ બાદ ગુણવત્તાસભર પૂરાણ કરવાની માંગ કરી છે, જેથી આગામી વરસાદ દરમિયાન આવી સ્થિતિ ફરી સર્જાય નહીં.
આ પણ વાંચો: Gujarat Rain: સુરતમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, વેસુમાં SMC સામે વિરોધ
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી મેઘમહેર: સુરત-ભાવનગરમાં ધોધમાર વરસાદ, બે સક્રિય સિસ્ટમથી 57 તાલુકામાં વરસાદ
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: સુરત-વલસાડમાં જનજીવન ઠપ, 11નાં મોત; CM ભૂપેન્દ્ર પટેલ આજે કરશે મુલાકાત
