Double Crime in Telangana: તેલંગાણાના હનમકોંડા જિલ્લામાં એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અઝહરુદ્દીન નામના વ્યક્તિએ પોતાની ગર્ભવતી પત્ની ફરહત અને બે પુત્રીઓ ઉમેરા અને 6 વર્ષની આયશાની સ્વિમિંગ પૂલમાં ડુબાડીને હત્યા કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પતિને શંકા હતી કે આ વખતે પણ પત્નીના ગર્ભમાં દીકરી જ છે, જેના કારણે તેણે આ ક્રૂરતાભર્યું પગલું લીધું હતું.
Telangana માં ગર્ભપાતનો ઈન્કાર બન્યો મોતનું કારણ
અઝહરુદ્દીને પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ તે સતત પુત્રની અપેક્ષા રાખતો હતો. પત્ની ફરીથી ગર્ભવતી થતા તેણે ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પત્નીએ તેનો સખત વિરોધ કર્યો હતો. આ વિરોધથી ઉશ્કેરાયેલા પતિએ આખા પરિવારને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું. તે યોજના મુજબ પરિવારને સ્વિમિંગ પૂલ પર લઈ ગયો અને પત્ની સહિત બંને દીકરીઓને પાણીમાં ફેંકી દીધી, જેના કારણે ત્રણેયના કરુણ મોત નિપજ્યા હતા. હાલ પોલીસની વિશેષ ટીમો ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે.
બીજી ઘટના: લગ્નની ના પાડતા યુવતીને HIV પોઝિટિવ લોહી ચઢાવ્યું
તેલંગાણાના (Telangana) મેડચલ-મલકાજગીરી જિલ્લામાં પણ એક ચોંકાવનારી ઘટના બની છે. મનોહર નામના 25 વર્ષીય યુવકે એક યુવતીએ લગ્નની ના પાડતા તેના શરીરમાં બળજબરીથી પોતાનું HIV પોઝિટિવ લોહી ઈન્જેક્ટ કરી દીધું હતું. યુવતીની હત્યા કરવાના ઈરાદે આ કૃત્ય આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109 (હત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

