Gujarat Weather forecast/ રાજ્યમાં ગરમીનું જોર વધશે, આગામી દિવસોમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે. વડોદરા અને ભાવનગર બાદ હવે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે. જાણો લેટેસ્ટ Weather રિપોર્ટ.

Top Stories Gujarat Others
Gujarat Weather Forecast

Gujarat Weather Forecast: ગુજરાતમાં હવે ધીરે ધીરે ઉનાળો આકરો બની રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું જોર હજુ વધશે. તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પારો 37 થી 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Weather : શહેરોમાં ગરમીની સ્થિતિ

છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો વડોદરા અને ભાવનગર અત્યારે સૌથી વધુ ગરમ રહ્યા છે. વિવિધ શહેરોમાં નોંધાયેલું તાપમાન નીચે મુજબ છે

શહેર તાપમાન (સેલ્સિયસ)
વડોદરા 35.6°C
ભાવનગર 35.6°C
અમદાવાદ 34.2°C (સંભવિત)
ગાંધીનગર 33.0°C
ભુજ 33.0°C
અમરેલી 33.0°C
કેશોદ 33.0°C

બપોરના સમયે સાવચેત રહેવા અપીલ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા અને ભેજનું પ્રમાણ ઘટતા તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બપોરના 12 થી 4 વાગ્યા દરમિયાન ગરમીનો પારો ઉંચો રહેવાની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પાણી પીવા માટે સલાહ આપવામાં આવી છે.



આ પણ વાંચો :દિલ્હી-NCRના હવામાનમાં ફેરફાર, વરસાદ, વાવાઝોડા ,યલો એલર્ટ, તાપમાનમાં ઘટાડાની આગાહી

આ પણ વાંચો:દિલ્હી-NCRમાં હવામાન આવ્યો પલટો,આજે ભારે પવન, વરસાદ,ભારે પવનનીઆગાહી, ગરમીથી મળશે રાહત

આ પણ વાંચો :ઉત્તર ભારતના હવામાનમાં આવશે પલટો, આગામી 48 કલાકમાં યુપી-પંજાબમાં વરસાદની ચેતવણી જારી