સુરેન્દ્રનગર જીલ્લાનાં વડોદ અને થોળીયાળી ડેમ ઓવરફ્લો થયા છે, ગુજરાત સહિત સુરેન્દ્રનગર જીલ્લામાં અને ઉપરવાસમાં છેલ્લા દિવસોથી પડી રહેલા ભારે વરસાદનાં પગલે વઢવાણ તાલુકાનો વડોદ ડેમ અને થોળીયાળી ડેમ ઓવરફ્લો થયા છે. ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણીનો ઘસમસતો પ્રવાહ જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદ ડેમ અને થોળીયાળી ડેમ ભોગાવો નદી પર આવેલા છે, તેમજ ઓવરફ્લો થતા અને ડેમમાં પાણીની પુષ્કળ આવક વધતાં ડેમના 5 ગેટ 1 ફુટ ખોલાયા છે. ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદીનાં નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.
