Ahmedabad News/ ચૈતર વસાવાની પેરોલ અરજી પર હાઇકોર્ટનો કડક નિર્ણય, અરજી પાછી ખેંચવાની આવી નોબત

Chaitar Vasava Parole Rejected: ચૈતર વસાવાની પેરોલ અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. ‘કાયદો સર્વોપરી છે’ની ટકોર બાદ અરજી પાછી ખેંચાઈ. 7 વર્ષની સજા બાદ હવે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ.

Top Stories Ahmedabad Gujarat
Chaitar Vasava Parole Rejected: ચૈતર વસાવાની પેરોલ અરજી પર હાઇકોર્ટનો મોટો નિર્ણય

Ahmedabad News: નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટમાંથી પણ તાત્કાલિક રાહત મળી (Chaitar Vasava Parole Rejected) નથી. વસાવાએ પેરોલ માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને તેને જામીન અરજીમાં રૂપાંતરિત કરવાની રજૂઆત કરી હતી. જોકે, હાઇકોર્ટે આ રજૂઆત સ્વીકારી ન હતી. પરિણામે ચૈતર વસાવાને પોતાની પેરોલ અરજી પાછી ખેંચવાની ફરજ પડી હતી.

નર્મદા સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી

23 જૂન 2026ના રોજ નર્મદા સેશન્સ કોર્ટે (Narmada Court) વનકર્મી પર હુમલો, સરકારી ફરજમાં અડચણ, હવામાં ફાયરિંગ અને ખંડણી સહિતના કેસમાં ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ કેસ ઓક્ટોબર-નવેમ્બર 2023 દરમિયાન બનેલી ઘટનાઓ સાથે સંકળાયેલો છે.

Chaitar Vasava Parole Rejected: સજા સામે હાઇકોર્ટમાં અરજી

સેશન્સ કોર્ટના ચુકાદા બાદ ચૈતર વસાવાએ 3 ઓગસ્ટે હાઇકોર્ટમાં સજા પર સ્ટે અને જામીન માટે અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

‘કાયદો સર્વોપરી છે’

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કાયદાની સર્વોચ્ચતા અંગે મહત્વપૂર્ણ ટકોર કરી હતી. કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ‘કાયદો સર્વોપરી છે, કોઈ કાયદાથી ઉપર નથી.’ લોકપ્રતિનિધિને આ પ્રકારની રાહત આપવાથી સમાજમાં ખોટો સંદેશ જવાની શક્યતા અંગે પણ કોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી.

સજા પર સ્ટે અને જામીનની અરજીમાં રાહત ન મળ્યા બાદ ચૈતર વસાવા તરફથી પેરોલ માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીને જામીન અરજીમાં તબદીલ કરવા માટે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ રજૂઆતનો સ્વીકાર કર્યો ન હતો.

અરજી પાછી ખેંચવાની ફરજ પડી

હાઇકોર્ટ તરફથી અરજીને જામીન અરજીમાં રૂપાંતરિત કરવાની મંજૂરી ન મળતાં ચૈતર વસાવા તરફથી પેરોલ અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી. હાલ ચૈતર વસાવા વડોદરા જેલમાં છે.

ધારાસભ્ય પદ પર પણ સંકટ

સજા પર સ્ટે ન મળવાને કારણે ચૈતર વસાવાના ધારાસભ્ય પદને લઈને પણ કાનૂની સ્થિતિ મહત્વપૂર્ણ બની છે. હાઇકોર્ટમાંથી હાલ રાહત ન મળતાં હવે તેમની પાસે આગળની કાનૂની કાર્યવાહી માટે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ ઉપલબ્ધ છે. હવે ચૈતર વસાવા આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવે છે કે નહીં અને ત્યાંથી સજા પર સ્ટે અથવા અન્ય કોઈ રાહત મળે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો, બંને અરજીઓ ફગાવાઈ; ધારાસભ્ય પદ પર સંકટ

આ પણ વાંચો: ચૈતર વસાવાની જામીન અરજીનો સરકારનો વિરોધ, હાઇકોર્ટમાં 12 કેસનું લિસ્ટ રજૂ

આ પણ વાંચો: કેજરીવાલ-ભગવંત માનની ચૈતર વસાવા સાથે જેલમાં મુલાકાત, 10 મિનિટની બેઠકથી રાજકીય ગરમાવો