Ahmedabad News: ડેડિયાપાડામાં વનકર્મી પર થયેલા હુમલા (Forest Worker Attack Case)ના કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી (Chaitar Vasava Bail)ને લઈને ગુજરાત હાઇકોર્ટ ( Gujarat High Court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ચૈતર વસાવાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સરકાર પક્ષે ધારાસભ્ય સામે નોંધાયેલા અન્ય કેસોની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી જામીન ન આપવા માટે દલીલો કરવામાં આવી હતી.
આ કેસમાં નર્મદા કોર્ટે (Narmada Court) ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. નર્મદા કોર્ટના આ ચુકાદા સામે ચૈતર વસાવાએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ધારાસભ્ય પદ પર રહેવા માટે જરૂરી રાહત મેળવવા ઉપરાંત તેમણે નીચલી અદાલતના ચુકાદા પર સ્ટેની માંગ સાથે પણ અરજી કરી છે.
Chaitar Vasava Bail: સરકાર તરફથી જામીનનો સખત વિરોધ
હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી ચૈતર વસાવાની જામીન અરજી (Chaitar Vasava Bail)નો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ચૈતર વસાવા સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.સરકારના જણાવ્યા મુજબ, તેમની સામે આશરે 12 જેટલી ફરિયાદો હજુ પેન્ડિંગ છે. આ દલીલને સમર્થન આપવા માટે ચૈતર વસાવા સામે નોંધાયેલા ગુનાઓની વિગતોનું લિસ્ટ પણ રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.સરકાર પક્ષે કોર્ટને આ બાબતો ધ્યાનમાં લઈને જામીન અરજી (Chaitar Vasava Bail) ફગાવી દેવાની માગ કરી હતી.
વનકર્મીઓ પર હુમલાનો સરકારનો આક્ષેપ
ગત સુનાવણી દરમિયાન સરકારી વકીલ મિતેષ અમીને ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપો રજૂ કર્યા હતા. સરકાર પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે ચૈતર વસાવા અને તેમના સાથીદારો દ્વારા ફરજ પર રહેલા વનકર્મીઓ સાથે કથિત રીતે મારામારી કરવામાં આવી હતી.સરકાર તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઘટનાના સમયે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને વનકર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.સરકાર પક્ષે વધુમાં દલીલ કરી હતી કે સમગ્ર મામલે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા મુજબ કરવામાં આવી છે.
₹60 હજારની માંગણી અંગે સરકારની દલીલ
સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી આ કેસ સાથે જોડાયેલી આર્થિક લેવડદેવડ અંગે પણ કોર્ટ સમક્ષ દલીલો કરવામાં આવી હતી.સરકાર પક્ષે દાવો કર્યો હતો કે સમગ્ર ઘટનાક્રમ ચૈતર વસાવાના ઇશારે થયો હતો. સરકારી દલીલ મુજબ, ઘટનાના સમયે ચૈતર વસાવાના પર્સનલ આસિસ્ટન્ટે એક વનકર્મીને ફોન કરીને ધમકી આપી હતી અને ₹60 હજારની રકમની માંગણી કરી હતી.સરકાર પક્ષે આ રકમ પાક નુકસાનના વળતર તરીકે માંગવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જોકે સરકારી વકીલે તેને ખંડણી તરીકે ગણાવી હતી.
વનકર્મીએ બેંકમાંથી પૈસા ઉપાડ્યા હોવાનો દાવો
સરકાર તરફથી કોર્ટ સમક્ષ એવો દાવો કરવામાં આવ્યો હતો કે સંબંધિત વનકર્મીએ પોતાની બેંકમાંથી રકમ ઉપાડીને આ પૈસા ચૂકવ્યા હતા. આ અંગેના પુરાવા પણ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હોવાની માહિતી છે.આ તમામ દલીલોના આધારે રાજ્ય સરકારે ચૈતર વસાવાને જામીન ન આપવાની માંગ કરી છે.
હવે હાઇકોર્ટના નિર્ણય પર નજર
હાલ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વિચારાધીન છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ચૈતર વસાવાની જામીન અરજી (Chaitar Vasava Bail)નો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ ચૈતર વસાવા દ્વારા નીચલી અદાલતના ચુકાદા સામે કાયદાકીય રાહત મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.હાઇકોર્ટ બંને પક્ષોની દલીલો, કેસના દસ્તાવેજો અને રજૂ કરવામાં આવેલા પુરાવાઓના આધારે આગળનો નિર્ણય લેશે. હાલ આ કેસમાં કોર્ટના આગામી આદેશ પર તમામની નજર છે.
આ પણ વાંચો:દાહોદ આદિવાસી રેલીમાં ચૈતર વસાવાના પોસ્ટરો મુદ્દે AAP-BJP સામસામે, રાજકારણ ગરમાયું
આ પણ વાંચો:AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ઝઘડિયા GIDC પોલીસની નોટિસ, 29 જૂને હાજર થવા નિર્દેશ
