Madhya Pradesh/ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ! રાજગઢ જિલ્લામાં ધસમસતા વહેણમાં કાર તણાઈ, 8 લોકોના કરુણ મોત!  

**Excerpt:**
મધ્ય પ્રદેશના રાજગઢમાં ભારે વરસાદ. વરસાદ વચ્ચે નાળામાં ઈકો કાર તણાઈ જતાં 8 લોકોનાં મોત, એક વ્યક્તિ લાપતા. SDRFની ટીમ દ્વારા લાપતા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી.

India Breaking News
Heavy rain

Madhya Pradesh News: મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં ભારે વરસાદ (Heavy rain)વચ્ચે સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પડાણા નજીક ઝીરી નાળાના ધસમસતા પાણીમાં ઈકો કાર તણાઈ જતાં 8 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. દેવાસ જિલ્લાના 11 લોકો કડલાવદ ગામ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

રાજગઢમાં Heavy rain, કાર તણાતા 8 ના મોત

રાજગઢ (Rajgarh Accident)માં ભારે વરસાદને કારણે નાળા અને નદીમાં પાણીનો પ્રવાહ (Flow of water)વધ્યો છે. આ દરમિયાન પડાણા નજીક ઝીરી નાળામાંથી પસાર થતી ઈકો કાર પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. પાણીનું જોર એટલું વધારે હતું કે કાર બેકાબૂ બની નાળામાં તણાઈ ગઈ હતી. કારમાં દેવાસ જિલ્લાના સતવાસ વિસ્તારના 11 લોકો સવાર હતા. તેઓ કડલાવદ ગામ તરફ જઈ રહ્યા હતા. અકસ્માત બાદ રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં 2 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એક વ્યક્તિ હજુ પણ લાપતા છે.

ભારે વરસાદ વચ્ચે કાર ચાલકે કર્યો નાળુ પાર કરવાનો પ્રયાસ

પડાણા નજીક ઝીરી નાળા પર 30 ફૂટ ઊંચા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ભારે વરસાદને કારણે નાળામાં પાણીનો પ્રવાહ વધારે હોવા છતા ડ્રાઈવરે પાણીના પ્રવાહ વચ્ચે નાળું પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધસમસતા પાણી સામે કાર (Ecco Car )કાબૂ બનતા પાણીના જોરદાર પ્રવાહ સાથે નાળામાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

3 પુરુષ, 3 મહિલા અને 2 બાળકોના મોત

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં 3 પુરુષો, 3 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. મૃત બાળકોમાંથી એકની ઉંમર માત્ર 3 વર્ષની હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ગંભીરતાને જોતા ક્રેનની મદદથી કારને નાળામાંથી બહાર કાઢવામાં આવી છે. મૃતકોની સત્તાવાર ઓળખ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

SDRF દ્વારા લાપતા વ્યક્તિની શોધખોળ

અકસ્મત બાદ SDRF અને રેસ્ક્યૂ ટીમે બચાવ કામગીરી તેજ કરી છે. એક વ્યક્તિ હજુ લાપતા હોવાથી તેની શોધખોળ માટે નાળાના આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. SDM રોહિત બમ્હોરેએ જણાવ્યું કે ભારે પાણીના પ્રવાહને કારણે કાર અકસ્માતનો ભોગ બની હતી. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ભારે વરસાદ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


આ પણ વાંચો: ખેડા માતર પાસે ગરનાળામાં કાર તણાઈ: અમદાવાદના એક જ પરિવારના ચારનાં મોત, બેનો આબાદ બચાવ

આ પણ વાંચો: બોટાદના રાણપુર નજીક કોઝવે પર BAPSને સાધુને લઈ જતી કાર તણાઈ, બેનાં મોત

આ પણ વાંચો: બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ; ગઢડામાં 8 ઈંચ વરસાદ નોંધાયો