Gujarat News: આમ આદમી પાર્ટી (AAP)ના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)ની કાયદાકીય મુશ્કેલીઓમાં વધુ એક વધારો થયો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC પોલીસે ધારાસભ્ય સહિત AAPના ચાર નેતાઓને નોટિસ પાઠવી છે અને આગામી 29 જૂને પોલીસ સ્ટેશનમાં હાજર રહી પોતાનું નિવેદન નોંધાવવા સૂચના આપી છે.
Chaitar Vasavaને પોલીસનું સમન્સ
આ કાર્યવાહી એપ્રિલ 2026 દરમિયાન ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં લાગેલી આગની ઘટના સાથે જોડાયેલા મામલે કરવામાં આવી છે. ઘટનાના સમયે ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ મૃતકના પરિવારજનો અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું હતું.
માહિતી અનુસાર, બોલાચાલી દરમિયાન મૃતકના સંબંધી અને ધારાસભ્ય વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ સમગ્ર ઘટનાના અનુસંધાનમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સંબંધિત પક્ષોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.
આ દરમિયાન ચૈતર વસાવા (Chaitar Vasava) અન્ય એક કાયદાકીય મામલાનો પણ સામનો કરી રહ્યા છે. પોલીસ તંત્ર અંગે કરાયેલા નિવેદનોને લઈને દાખલ થયેલા બદનામીના કેસમાં ભરૂચની અદાલતે પણ તેમને ફરી નોટિસ પાઠવી છે.
આ કેસમાં અગાઉ પણ કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ તેની અમલવારી ન થતાં સરકારી પક્ષે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ કોર્ટે નવી તારીખ નક્કી કરીને ધારાસભ્યને આગામી 29 જુલાઈએ રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે.
હાલ ઝઘડિયા GIDC પોલીસ દ્વારા તપાસ ચાલુ છે, જ્યારે બંને કેસોમાં આગામી કાયદાકીય કાર્યવાહી પર સૌની નજર છે.
આ પણ વાંચો:ચૈતર વસાવાના ધારાસભ્ય પદ પર સસ્પેન્સ, પૂર્ણેશ મોદીનો દાવો- સજા સાથે જ પદ ગુમાવ્યું
આ પણ વાંચો:વનકર્મી હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત, 7 વર્ષની જેલ અને ₹25 હજાર દંડ
