Not Set/ કોરોનાનું વધતું સંક્રમણ ખતરાની ધંટડી..?? ભરૂચ જિલ્લામાં આજે નવા 7 પોઝિટિવ કેસ

કોરોનાનું વધતું સંક્રમણ ખતરાની ધંટડી..?? સવાલ લાજમી છે કારણ કે, જે રીતે કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં અવિરતતાથી આગળ વધી રહ્યું છે તે જો આમ જ ચાલું રહ્યું તો સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ થઇ જાય તેવુ પ્રતિત થઇ રહ્યું છે, જો કે સ્થિતિ તો આજે પણ કંટ્રોલમાં છે તેવુ કહી શકાય તેવું બીલકુલ નથી. કોરોના પોતાનો આંકડો […]

Gujarat Others

કોરોનાનું વધતું સંક્રમણ ખતરાની ધંટડી..?? સવાલ લાજમી છે કારણ કે, જે રીતે કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં અવિરતતાથી આગળ વધી રહ્યું છે તે જો આમ જ ચાલું રહ્યું તો સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ થઇ જાય તેવુ પ્રતિત થઇ રહ્યું છે, જો કે સ્થિતિ તો આજે પણ કંટ્રોલમાં છે તેવુ કહી શકાય તેવું બીલકુલ નથી. કોરોના પોતાનો આંકડો રોજબરોજ વધારી રહ્યો છે અને ગુજરાતમાં કોરોનાનો આંકડો હાલ 25000ને પાર કરી ચૂક્યો છે. 

વાત કરવામાં આવે ભરૂચ જિલ્લાની તો, જીલ્લામાં આજે એક સાથે વધુ  7 નવા પોઝિટિવ કેસ સામે આવતા ફફડાટ જોવામાં આવી રહ્યો છે. જંબુસરમાં 6 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે, તો એક કેસ અંકલેશ્વરના જુના દિવા ગામમાં એક મહિલાને કોરોના પોઝિટિવ આવતા સામે આવ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 112 કેસ નોંધવામાં આવ્યા છે. ચિંતાનો વિષય એ પણ છે કે, કોરોના ગુજરાતનાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews