Not Set/ અમદાવાદ/ મીઠાઈનાં બોક્સ પર બેસ્ટ બિફોરની તારીખ ફરજીયાત, આજથી શહેરની દુકાનોમાં થશે ચકાસણી

રાજ્યમાં હવે તહેવારોની ધમધમાટટ શરૂ થવા જઇ રહી છે. નવરાત્રી અને દિવાળીનાં તહેવારો નજીક આવી ગયા છે, ત્યારે સરકારે મીઠાઈની દુકાનોમાં કાચનાં શોકેસ કે ઉપર ગોઠવેલી તમામ મીઠાઈની ચોકીઓ ઉપર કેટલા દિવસ સુધી તેનો ઉપયોગ કરવો માનવ આરોગ્ય માટે હિતાવહ છે – બેસ્ટ બિફોરની તારીખ જાહેર કરવાની સૂચના આપી છે. જણાવી દઇએ કે, આ સૂચના બાદ […]

Ahmedabad Gujarat

રાજ્યમાં હવે તહેવારોની ધમધમાટટ શરૂ થવા જઇ રહી છે. નવરાત્રી અને દિવાળીનાં તહેવારો નજીક આવી ગયા છે, ત્યારે સરકારે મીઠાઈની દુકાનોમાં કાચનાં શોકેસ કે ઉપર ગોઠવેલી તમામ મીઠાઈની ચોકીઓ ઉપર કેટલા દિવસ સુધી તેનો ઉપયોગ કરવો માનવ આરોગ્ય માટે હિતાવહ છે – બેસ્ટ બિફોરની તારીખ જાહેર કરવાની સૂચના આપી છે. જણાવી દઇએ કે, આ સૂચના બાદ આજથી અમદાવાદમાં મીઠાઈની દુકાનોમાં ચકાસણી કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, રાજ્યનાં મીઠાઇ ઉત્પાદકોએ તા.1લી ઓક્ટોબર-2020થી આઉટલેટ ઉપર વેચાણ માટે રાખવામાં આવેલી નોન પેકેજ્ડ કે લુઝ મીઠાઇનાં કન્ટેનર/ટ્રેની ઉપર જે તે પ્રોડક્ટની Best Before Date ફરજિયાતપણે દર્શાવવાની રહેશે, તેમ રાજ્યનાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે. જણાવી દઇએ કે, 1લી ઓક્ટોબરથી તેનો અમલ કરવાનો થતો હતો. આ બાબતે મ્યુનિ.હેલ્થ ખાતા દ્વારા આજથી ચકાસણી હાથ ધરાનાર હોવાનું આ વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતુ.

સરકારની આ સૂચનાનાં ગ્રાહકોમાં સહાનુકૂળ અને મીઠાઈ વિતરકોમાં નબળા પ્રત્યાઘાતો પડયા છે. કેટલાંક વિતરકો એવી દલીલો કરી રહ્યા છે કે, અમે ગ્રાહકોમાં અમારી શાખ જાળવી રાખવા ક્યારેય બગડેલી કે બગડવા આવેલી મીઠાઈઓ વેચતા જ નથી હોતા. જણાવી દઇએ કે, દુધની મીઠાઇની સલામતી માટે FSSAI દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઇડલાઇનમાં અલગ-અલગ પ્રકારની મીઠાઇઓની સેલ્ફ લાઇફ દર્શાવવામાં આવી છે. જે FSSAI ની વેબસાઇટ www.fssai.gov.in પર ઉપલબ્ધ છે. FSSAI નાં આદેશ અનુસાર ફુડ બીઝનેસ ઓપરેટર્સએ ખાદ્ય ચીજ વસ્તુનાં પ્રકાર તથા સ્થાનીક પરિસ્થિતિને આધારે બેસ્ટ બિફોર ડેટ નક્કી કરીને ફરજિયાત દર્શાવવાની રહેશે.  

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.