Bullet Train Project Signaling Contract: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ, જેને આપણે ‘બુલેટ ટ્રેન પ્રોજેક્ટ’ તરીકે ઓળખીએ છીએ, તેના કામમાં વધુ એક મહત્વની પ્રગતિ થઈ છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા બુલેટ ટ્રેનની સિગ્નલિંગ, ટેલિકોમ્યુનિકેશન અને ટિકિટિંગ સિસ્ટમ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (PMC) નો કોન્ટ્રાક્ટ ફ્રાન્સની SYSTRA અને જર્મનીની DB Engineering & Consulting ના જોઈન્ટ વેન્ચરને સોંપવામાં આવ્યો છે.

કઈ કામગીરી સંભાળશે આ કંપનીઓ?
આ કન્સલ્ટન્સી કોન્ટ્રાક્ટ હેઠળ દેશના પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે અત્યાધુનિક સેવાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં ટ્રેનોના સુરક્ષિત સંચાલન માટે હાઈ-ટેક સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ, પાવર અને ટેકનિકલ કંટ્રોલ માટેની SCADA સિસ્ટમ તેમજ મુસાફરોની સુવિધા માટે આધુનિક અને ઝડપી ટિકિટિંગ વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
Bullet Train: કરોડોનો પ્રોજેક્ટ અને વિદેશી જોડાણ
NHSRCL ના જણાવ્યા અનુસાર, આ કોન્ટ્રાક્ટ માટેની સ્વીકૃત કિંમત 2.20 કરોડ યુરો (Euro 2,20,77,226.40) અને રૂ. 377373 કરોડ નક્કી કરવામાં આવી છે. આ રકમમાં તમામ લાગુ ટેક્સ અને ડ્યુટીનો સમાવેશ થાય છે. આ એવોર્ડ માટેની દરખાસ્ત 13 નવેમ્બર, 2025 ના રોજ સબમિટ કરવામાં આવી હતી, જેના પર 28 જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ અંતિમ વાટાઘાટો થયા બાદ લેટર ઓફ એક્સેપ્ટન્સ (LoA) જારી કરવામાં આવ્યો છે.
બંધનકર્તા સમજૂતી
NHSRCL એ જણાવ્યું છે કે જ્યાં સુધી ટેન્ડરની શરતો મુજબ ઔપચારિક કરાર પર હસ્તાક્ષર ન થાય ત્યાં સુધી આ LoA બંને પક્ષો વચ્ચે એક બંધનકર્તા કરાર તરીકે કામ કરશે. આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સેવાઓ શરૂ થવાથી બુલેટ ટ્રેનના ઓપરેશનલ કામમાં ગતિ આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અસર: શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ બંધ
આ પણ વાંચો: ભારતની પહેલી બુલેટ ટ્રેન ઓગસ્ટ 2027માં દોડશે
આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો લોખંડનો પુલ લોન્ચ
