New Delhi News/ પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓની દુર્દશા પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ

દિલ્હીના મજનુ કા ટીલા વિસ્તારમાં રહેતા આશરે 250 Refugees પરિવારોને હટાવવાની કાર્યવાહી વચ્ચે આવી છે

Top Stories India
Refugees

New Delhi News : પાકિસ્તાનમાં ધાર્મિક અત્યાચારનો સામનો કર્યા બાદ ભારતમાં આશરો લેવા આવેલા અનુસૂચિત જાતિના હિન્દુ શરણાર્થીઓ(Refugees) ની હાલત પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યારે સરકારએ આ લોકોને નાગરિકતા આપી છે, ત્યારે તેમને સન્માનપૂર્વક જીવન જીવવા માટે યોગ્ય રહેઠાણ આપવાની જવાબદારી પણ સરકારની બને છે.

આ ટિપ્પણી દિલ્હીના મજનુ કા ટીલા વિસ્તારમાં રહેતા આશરે 250 શરણાર્થી (Refugees) પરિવારોને હટાવવાની કાર્યવાહી વચ્ચે આવી છે, જ્યાં લોકો છેલ્લા 12 વર્ષથી વસવાટ કરી રહ્યા છે.

ડીડીએને નોટિસ, સરકાર પાસે જવાબ માગ્યો

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એન. કોટેશ્વર સિંહની બેન્ચે દિલ્હી વિકાસ સત્તામંડળ (DDA)ને નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દે ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

કોર્ટએ હાલ માટે શરણાર્થીઓ(Refugees) ને વિસ્થાપિત કરવાની કોઈપણ યોજના પર રોક લગાવી દીધી છે.

“પાકિસ્તાનમાં ધર્મના આધારે અત્યાચાર સહન કર્યા પછી શરણાર્થીઓ(Refugees) ભારત આવ્યા”

પીડિત શરણાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે,“મજનુ કા ટીલા વિસ્તારમાં હાલમાં લગભગ 250 પરિવારો અને 1,000 લોકો રહે છે. આ બધા પાકિસ્તાની હિન્દુઓ છે, જેઓ પાકિસ્તાનમાં ધર્મના આધારે અત્યાચાર અને ઉત્પીડનનો સામનો કર્યા પછી ભારત આવ્યા હતા.”

તેમણે ઉમેર્યું કે DDA દ્વારા જગ્યા ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે.

“નાગરિકતા મળી ગઈ તો રહેવાનો અધિકાર કેમ નહીં?”

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે,જ્યારે નાગરિકતા સુધારા કાયદા હેઠળ તેમને નાગરિકતા આપવામાં આવી છે, ત્યારે તેમને ત્યાં રહેવાનો અધિકાર કેમ ન હોવો જોઈએ?

કોર્ટએ સરકારને ઉચ્ચ સ્તરે ચર્ચા કરીને ઉકેલ લાવવા કહ્યું છે.

કેન્દ્ર સરકાર વતી ASG હાજર

આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી પણ હાજર રહ્યા હતા. કોર્ટએ તેમને ચાર અઠવાડિયામાં સરકાર સાથે ચર્ચા કરીને કોર્ટને માહિતી આપવા આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

હકીકતમાં, આ શરણાર્થીઓ (Refugees) પાકિસ્તાનમાંથી ધાર્મિક અત્યાચારથી બચવા માટે ભારત આવ્યા હતા. મોટાભાગના લોકો અનુસૂચિત જાતિના હિન્દુ છે અને ઝૂંપડપટ્ટીમાં રહે છે.

ઘણા લોકોને નાગરિકતા મળી ચૂકી છે, જ્યારે કેટલાકની અરજીઓ હજુ પ્રક્રિયામાં છે.

DDA અને અન્ય એજન્સીઓ યમુના પૂર મેદાન પર ગેરકાયદેસર કબજો હોવાનું કહી તેમને હટાવવાની તૈયારી કરી રહી હતી.

દિલ્હી હાઈકોર્ટે મે 2025માં તેમના વિસ્થાપનનો માર્ગ મોકળો કર્યો હતો, જેને હવે સુપ્રીમ કોર્ટે પડકાર હેઠળ લીધું છે.

રોજી-રોટી માટે મજૂરી, ઘરકામ પર નિર્ભર

આ 250 પરિવારોમાં રહેલા લોકો મોટાભાગે મજૂરી, ઘરકામ અને નાની નોકરીઓ દ્વારા ગુજરાન ચલાવે છે. શરણાર્થીઓ(Refugees) નું કહેવું છે કે પાકિસ્તાનમાં તેમને “કાફિર” કહી અપમાનિત કરવામાં આવતા હતા.ભારતમાં આવ્યા બાદ શરૂઆતમાં શંકાની નજરે જોવામાં આવ્યા, પરંતુ હવે નાગરિકતા મળ્યા બાદ પણ તેઓ બેઘર થવાની ભીતિમાં જીવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો સંદેશ સ્પષ્ટ

“નાગરિકતા માત્ર કાગળ પર નહીં, જીવન માટે છત પણ જરૂરી છે.”


આ પણ વાંચો : ભારત ધર્મશાળા નથી…’, તમિલ શરણાર્થીઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

આ પણ વાંચો : ‘અમારી સ્થિતિને સમજો, બાંગ્લાદેશી શરણાર્થીઓને પાછા નહીં મોકલી શકાય’, મિઝોરમના સીએમએ પીએમ મોદીને કહ્યું

આ પણ વાંચો : CAA નોટિફિકેશન જાહેર, બિન-મુસ્લિમ શરણાર્થીઓને હવે મળશે નાગરિકતા