રજિસ્ટ્રેશન/ પાલતું શ્વાન માટે રજિસ્ટ્રેશન અનિવાર્ય, કોઇ ઇજાગ્રસ્ત થશે તો 10 હજાર દંડની જોગવાઇ

પાલતુ અને રખડતા શ્વાનને લઇને  વિવાદ સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રખડતા શ્વાનના કેસ વધી રહ્યા છે. એટલું જ નહીં શ્વાનના હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

Top Stories India

પાલતુ અને રખડતા શ્વાનને લઇને  વિવાદ સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રખડતા શ્વાનના કેસ વધી રહ્યા છે. એટલું જ નહીં શ્વાનના હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં નોઈડા ઓથોરિટીએ એક પોલિસી તૈયાર કરી છે. આ નીતિ શનિવારે બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. જેને બોર્ડે મંજૂરી આપી દીધી છે.

આ મુજબ જો કોઈ પાલતુ શ્વાન  કોઈને કરડે તો તેની સારવારની સંપૂર્ણ જવાબદારી માલિકની રહેશે. આટલું જ નહીં, ઓથોરિટીએ રખડતા શ્વાનને  લઈને કડક નિયમો બનાવ્યા છે. નોઈડા ઓથોરિટીના CEOએ લખ્યું, ‘જ્યાં જરૂરી હોય ત્યાં બહારના વિસ્તાર પર ખોરાક આપવાની જગ્યાઓ ચિહ્નિત કરવામાં આવશે અને ખાવા-પીવાની વ્યવસ્થા માત્ર ફીડર/RWA/AOA દ્વારા જ કરવામાં આવશે. જાહેર સ્થળે પાળેલા શ્વાનથી થતી ગંદકીને સાફ કરવાની જવાબદારી એનિમલ કીપરની રહેશે.

આગામી ટ્વીટમાં, તેમના વતી માહિતી આપવામાં આવી હતી કે પાલતુ શ્વાન/બિલાડીના કારણે કોઈ અપ્રિય ઘટના બને તો, 10,000 હજાર રૂપિયા (01.03.2023 થી) ના આર્થિક દંડની સાથે, ઘાયલ વ્યક્તિ/પ્રાણીની સારવાર. પાલતુ શ્વાન માલિકની જવાબદારી રહેશે.