HimmatNagar News: ગુજરાતમાં જાણે તાલુકે-તાલુકે પોન્ઝી સ્કીમ (Ponzi Scheme) નો પથારો ફેલાયેલો લાગે છે. BZ ગ્રુપના ભુપેન્દ્ર ઝાલાની પોન્ઝી સ્કીમના ભણકારા હજી પણ લોકોના અને તેમા પણ ખાસ કરીને તેનો ભોગ બનેલાઓના કાનોમાં સંભળાઈ રહ્યા છે તો વધુ એક આવી પોન્ઝી સ્કીમના સંચાલક પર સીઆઇડી (CID)ની ટીમે ધમધમાટી બોલાવી છે. હિંમતનગર (Himmatnagar) સીઆઈડી ક્રાઇમે AR Groupની પોન્ઝી સ્કીમના આરોપીની ધરપકડ કરી છે. સીઆઈડીની ટીમે એઆર ગ્રુપના ડિરેક્ટર રજુસિંહ મકવાણાની ધરપકડ કરી છે.

Himmatnagarમાં CIDની કાર્યવાહી
સીઆઇડીએ રજુસિંહ મકવાણા (Rajusinh Makvana) ની ધરપકડ કરી તેના અગાઉ લાંબી પૂછપરછ કરીને તેની વિગતો મેળવી હતી. અગાઉ બીઝેડ પોન્ઝી સ્કીમમાં પોલીસે ભુપેન્દ્ર ઝાલા (Bhupendra Zala)ના પિતાની પણ ધરપકડ કરી હતી. AR ગ્રુપના મુખ્ય સંચાલકોની સીઆઇડી દ્વારા શોધખોળ ચાલુ છે. તેમા અજય અને વનરાજ મકવાણાની શોધખોળ ચાલુ છે. અહીં તે વાત નોંધનીય છે કે અજય મકવાણા (Ajay Makvana) અગાઉની બીઝેડ પોન્ઝી સ્કીમમાં પણ સામેલ હતી.
તેણે આ પોન્ઝી સ્કીમની બધી આંટીઘૂંટી જાણી લઈને પછી પોતાની જ પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી. આ પોન્ઝી સ્કીમમાં તેણે કરોડો રૂપિયાના રોકાણકારો મેળવ્યા હતા. હિંમતનગર પોલીસે એઆર ગ્રુપ સામે ફરિયાદ નોંધી હતી. સાબરકાંઠા પોલીસ પણ આ પોન્ઝી સ્કીમના આરોપીઓની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હિંમતનગર (Himmatnagar)માં પોન્ઝી સ્કીમ જેવું જ બીટકોઈન ઇન્વેસ્ટમેન્ટ અને યુએસડીટી (USDT)માં બાયસેલ કરી ઊંચું વળતરની લાલચ આપનારા શખ્સો રોકાણકારોના લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયા ઓળવી ગયાની ફરિયાદ એ ડિવિઝનમાં નોંધાઈ હતી. નવેમ્બર-ડિસેમ્બરમાં જ બંને પેઢીના પાટિયા પાડીને આરોપીઓ ભાગી ગયા હતા. આના પગલે હિંમતનગર (Himmatnagar) પોલીસમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી.

Ponzi Schemeમાં લોકો છેતરાયા
આ બનાવનો ઘટનાક્રમ આખો એવો છે કે હિંમતનગરમાં (Himmatnagar)એ આર કન્સલ્ટન્સી (A R Consultancy) અને એ આર કેપિટલ સર્વિસિઝ (A R Capital Services) શરૂ કરનારા અજયસિંહ રજુસિંહ મકવાણા અને તેના ભાગીદાર પિતા રજુસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે અમે બિટકોઇન (Bitcoin) માં રોકાણ કરીએ છીએ અને યુએસડીટી (USDT)માં બાયસેલ કરીએ છીએ. અમને મૂડી પર મહિને 10 ટકા જેટલો નફો મળે છે. તેથી તમારા મિત્રો,સગાસંબંધીઓ અને ઓળખીતાઓના રૂપિયા અમારી પાસે જમા કરાવો ખૂબ જ ફાયદો થશે એમ કહીને લાલચ આપી હતી. આના પગલે બંને કંપનીમાં લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યુ હતું. પણ આ રૂપિયા લઈ તેઓએ તેમની પેઢીના પાટિયા પાડી દીધા હતા. તેના કારણે સીઆઇડી ક્રાઇમે તેમની સામે તપાસ શરૂ કરી હતી.
આ કૌભાંડ (Scam) નો મુખ્ય સૂત્રધાર અજયસિંહ મકવાણા ગ્રોમોર કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતો હતો. તેના પછી તે BZ કંપનીમાં જોડાયા હતા. પુષ્પરાજસિંહનો ભાઈ રાજવીર પણ ત્યાં નોકરી કરતો હોવાથી બંનેનો પરિચય વધ્યો હતો. તેના પગલે પુષ્પરાજસિંહે 2023માં સોના-ચાંદીના દાગીના પર લોન, સગાઓ પાસેથી લોન અને બેન્કોમાંથી લોન લઈને તબક્કાવાર ધોરણે કુલ 1.03 કરોડ રૂપિયા ડિપોઝિટ કરાવ્યા હતા. પહેલા પાંચ મહિનામાં તેને પ્રતિ માસ દસ લાખનું વળતર પણ મેળવાયું હતું. જો કે પછી રૂપિયા મળતા બંધ થઈ જતા અને સંચાલકોએ આનાકાની કરવા લાગતે તેમને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.

મોટાપાયે છેતરપિંડી
સાબરકાંઠાના (Sabarkantha) હિંમતનગરના રહેવાસી 32 વર્ષીય સંજય સિંહ રાવત (Sanjaysinh Ravat) હાલમાં સેનામાંથી રાજીનામું આપ્યા પછી સુરક્ષા એજન્સીનો વ્યવસાય ચલાવી રહ્યા છે. તેમની બે ઓફિસો છે, એ.આર. કેપિટલ અને એ.આર. કન્સલ્ટન્સી બંને ઓફિસમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા અજય સિંહ મકવાણા અને તેમના ભાગીદારો, રાજુ સિંહ મકવાણા અને વનરાજ સિંહ ઝાલાએ પોન્ઝી સ્કીમ બનાવી અને બેંકો પાસેથી બમણું વળતર આપવાનું વચન આપીને સંજય સિંહનો વિશ્વાસ મેળવ્યો હતો.
બાદમાં, તેઓએ તેમને અને અન્ય લોકોને છેલ્લા એક વર્ષમાં ₹1.91 કરોડનું રોકાણ કરવા માટે છેતર્યા. તેઓએ જાન્યુઆરી 2025 માં વળતરનું વચન આપ્યું હતું. જોકે, સંજય સિંહ અને અન્ય રોકાણકારો કોઈ વ્યાજ કે મૂડી મેળવ્યા વિના ઓફિસમાં પાછા ફર્યા. ત્યારબાદ ત્રણેય છેતરપિંડી કરનારાઓએ દરેકની રોકાણ કરેલી મૂડી વ્યાજ સાથે પરત કરવાનું વચન આપ્યું હતું. જોકે, તેઓએ હજુ પણ પૈસા ચૂકવ્યા નહીં, ઓફિસ બંધ કરી દીધી, તેમના ફોન બંધ કરી દીધા અને ભાગી ગયા. સંજય સિંહે અજય સિંહ મકવાણા, રાજુ સિંહ મકવાણા અને વનરાજ સિંહ ઝાલા સામે ગાંધીનગર CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુજરાત ડિપોઝિટર્સ પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: BZ પોન્ઝી સ્કીમ કેસમાં વધુ એક ધરપકડ
આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર: હિંમતનગરની પોન્ઝી સ્કીમો મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો: સાબરકાંઠામાં લોકો બન્યા વધુ એક પોન્ઝી સ્કીમનો શિકાર
