Lifestyle/ ઝાઝી મહેનત વિના શિયાળામાં માત્ર 10 મિનિટમાં કિલો-બે કિલો જેટલા વટાણા ફોલવાની જાદુઇ ટ્રિક…

Green Peas (વટાણા) ફોલવાની વાત આવે ત્યારે વર્કિંગ વુમન કે એકલા રહેતા યન્ગસ્ટર્સનું મન પાછું પડે છે! શિયાળામાં વટાણાને ફોલવાની આ ટ્રિક અવશ્ય મદદ કરશે…

Trending Tips & Tricks Food Lifestyle
Green Peas, વટાણા, ફોલવા, શિયાળા, ટ્રિક

Lifestyle: લીલાછમ વટાણા તો મોટા ભાગે દરેકને ખાવા પસંદ હોય છે પરંતુ જ્યારે એને ફોલવાની વાત આવે ત્યારે મન પાછું પડે છે! વટાણા (Green Peas) ખરીદતા તો ખરીદી લઇએ પણ ગૃહિણીઓ કરતા પણ વર્કિંગ વુમન અને કામ-કાજ અર્થે એકલા અન્ય શહેરમાં રહેતા યુવાનો કે યુવતીઓને આ કામ ઘણું જ કંટાળાજનક પ્રતીત થતું હોય છે.

વટાણા ફોલવાની સરળ ટ્રિક (Easy Trick to Shell Green Peas)

આ સંજોગોમાં તમારે ટેન્શન લેવાની જરા પણ જરુર નથી કારણ કે, અહિં અમે એક એવી ટ્રિક (Trick) દર્શાવવા જઇ રહ્યાં છીએ કે જેની સહાયતાથી તમે એક સાથે કિલો-બે કિલો વટાણા (Green Peas) આરામથી ફોલી શકશો!

Green Peas, વટાણા, ફોલવા, શિયાળા, ટ્રિક

શિયાળામાં લીલાછમ શાકભાજીની ભરમાર

શિયાળાની ઋતુ (Winter Season) આવતાવેંત ગૃહિણીઓ કાગડોળે લીલા શાકભાજીના આગમનની રાહ જોતી હોય છે! અત્યારે તો ઠંડી બરાબર જામી છે અને શિયાળામાં વિવિધ જાતની ભાજી ઉપરાંત, સૌથી વધુ ખવાતુ શાક હોય તો એ વટાણા (Green Peas) છે! બજારમાં વેજીટેબલ મોલ્સ, ઓનલાઇન શોપ્સ, શાકભાજીના ગલ્લા કે લારીઓમાં તાજા-તાજા લીલા વટાણા ભરી-ભરીને જોવા મળે છે. ઘરમાં લીલા વટાણા અર્થાત્ મટરનો ઉપયોગ કરીને તરેહ-તરેહના શાક અને વાનગીઓ (Recipes) બનાવવામાં આવે છે જેવી કે આલુ મટર, પાઉંભાજી, પનીર મટર, લીલા વટાણાનો હલવો (Aloo Mutter, Pav bhaji, Mutter Paneer ) વગેરે…

Green Peas, વટાણા, ફોલવા, શિયાળા, ટ્રિક

વટાણાની છાલના ફાયદા

શિયાળામાં બજારમાં ઘણા બધા વટાણા આવે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોને વટાણા ખાવાનું પસંદ હોય છે, પરંતુ લોકો તેની છાલ ફેંકી દે છે. આજે અમે તમને તેના ફાયદા અને ઉપયોગ કરવાની રીતો જણાવીએ છીએ.

શિયાળા દરમિયાન તાજા વટાણા (Green Peas) ઉપલબ્ધ છે, જે ખોરાકનો સ્વાદ વધારે છે. પરંતુ એવું જોવામાં આવે છે કે મોટાભાગના લોકો વટાણાને છોલીને તેની છાલ ફેંકી દે છે, જ્યારે વટાણાની છાલ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તો આજથી તેને ફેંકવાનું બંધ કરો, કારણ કે વટાણાની છાલમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ફાઈબર, પોટેશિયમ વિટામીન, કોપર જેવા તત્વો મળી આવે છે, જે પાચનની સાથે આંખોની રોશની પણ તેજ કરે છે. આ સાથે તેઓ હૃદયના રોગોને પણ મટાડે છે. એટલું જ નહીં, વટાણાની છાલનો ઉપયોગ મગજને તેજ બનાવે છે અને યાદશક્તિમાં પણ વધારો કરે છે. એમાંથી પણ અનેકવિધ વાનગી બને છે પણ એ વાત ફરી ક્યારેક…અત્યારે વટાણા (Green Peas) ફોલવાની સરળ રીત પર ફોકસ કરીશું.

વટાણા અને તુવેર ફોલવાનું કામ કંટાળાજનક

વટાણા (Green Peas)ને ફોલવામાં સમય લાગે છે એ વાતમાં કોઇ જ શંકાને સ્થાન નથી પણ બહાર નોકરી કરતી કામકાજી મહિલાઓ (Working Women) અને યુવાપેઢીને તો આ કાર્ય માટે ઘણો ઓછો સમય મળતો હોય છે. આ ઉપરાંત, વધારે વટાણા, તુવેરને એકસાથે રજાના દિવસે પણ ફોલો અથવા તો ભાજી સાફ કરીને ચૂંટો તો ઘણી વાર કમર અકડાઇ જાય છે અથવા અમુકને તો પીઠ દર્દ પણ થવા લાગે છે! આ કાર્યથી ઘણીવાર બોર થઇ જવાય છે પણ એ કર્યા વિના છૂટકો પણ હોતો નથી! આ સમસ્યાનો એક સરળ ટ્રિકથી ઉકેલ આવી શકે છે. તો હવે જોઇશું વટાણા ફોલવાની સરળ પદ્ધતિ વિશે…

Green Peas, વટાણા, ફોલવા, શિયાળા, ટ્રિક

તમારે આટલા સ્ટેપ્સ ફૉલો કરવાના રહેશે

1. સૌપ્રથમ તો એક મોટા વાસણ જેમ કે તપેલામાં પાણી (Water) ગરમ કરવું. આ પાણીને ઉકાળવાનું નથી એ વાતનું ધ્યાન રાખવું.

2. પાણી ઉકળે એ પહેલા જ બંધ કરી દેવું અને હવે એમાં લીલા વટાણા (Green Peas)ને છાલ સહિત ઉમેરી દેવા અને તરત ઢાંકી દેવું. આ રીતે કરીને 2-3
મિનિટ સુધી રાહ જોવી.

3. ત્યાર બાદ, મટરને કાણા વાળા ઝારા વડે પાણીમાંથી બહાર કાઢીને તરત જ ઠંડા પાણીમાં ઉમેરી દેવા. આમ કરવાનું એ કારણ છે કે ગરમ અને ઠંડા પાણીની આ પ્રક્રિયાથી વટાણાની છાલ (Pea peel) ઢીલી પડી જશે.

4. આ પ્રમાણે કર્યા બાદ, વટાણાની છાલ કાઢવાનું અત્યંત સરળ બની જશે.

5. ઠંડા પાણીમાં ઉમેર્યા પછી વટાણાની ફળીને સહેજ દબાવશો તો તરત જ અંદરથી દાણા બહાર નીકળી જશે! તમારા નખ પણ નહિં દુ:ખે કે વિશેષ મહેનત પણ નહિં કરવી પડે!

આમ, આ ટ્રિકથી તમે ખૂબ જ ઓછી મહેનતે અને ઓછા સમયમાં એકથી બે કિલો વટાણા સરળતાપૂર્વક ફોલી શકશો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઘરે ઘાટું અને મલાઇદાર દહીં નથી જામતું? આ સરળ ટ્રિક્સ અપનાવો અને મસ્ત દહીંની મજા માણો…

આ પણ વાંચો: શાકભાજીને સમાર્યા બાદ પાણીથી કેટલી વખત ધોવી જોઇએ? જાણીએ, શું છે સાચી રીત…

આ પણ વાંચો: આ 4 લીલા શાકભાજી કરશે નેચરલ ફિલ્ટરનું કામ, લોહીમાં રહેલા ટૉક્સિન્સને પણ સાફ કરશે- આયુર્વેદિક ડૉક્ટર