Canada vs Qatar Football Brawl: ફૂટબોલ વિશ્વકપ (World Cup) 2026 માં એકતરફ ગોલનો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ મોટો વિવાદ સામે આવ્યો છે. પ્લેસ સ્ટેડિયમમાં રમાયેલા ગ્રુપ સ્ટેજના મુકાબલામાં કેનેડાએ કતરને 6-0 થી કારમો પરાજય આપી ઐતિહાસિક જીત મેળવી છે. કેનેડા તરફથી જોનાથન ડેવિડે શાનદાર હેટ્રિક ફટકારી હતી. આ સાથે જ તે 1966 પછી યજમાન દેશ તરફથી રમતા વર્લ્ડ કપમાં હેટ્રિક ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત કાઇલ લારિન અને નાથન સાલિબાએ 1-1 ગોલ કર્યો હતો, જ્યારે 1 આત્મઘાતી ગોલ થયો હતો.
Stunning Fight Post for Canada vs Qatar (6-0)
The score was 6-0.
The fight told a different story.
When emotions take over, football stops being just a game.
Canada dominated the scoreboard.
Qatar refused to go down quietly.
World Cup pressure creates moments you can’t… pic.twitter.com/ticz4cwiEp
— Toloud (@amanhostednft) June 19, 2026
World Cupના મેદાન પર ખતરનાક ટેકલ અને ધક્કા-મુક્કી:
મેચની 53 મિનિટમાં માહોલ ત્યારે બગડ્યો જ્યારે કતરના મિડફીલ્ડર આસિમ માદિબોએ કેનેડાના ઇસ્માઇલ કોને પર અત્યંત ખતરનાક ટેકલ કર્યું. ગંભીર ઈજાના કારણે કોનેને સ્ટ્રેચર પર સીધો હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. VAR રિવ્યૂ બાદ રેફરીએ માદિબોને રેડ કાર્ડ આપી બહાર કર્યો હતો. કતરના 2 ખેલાડી બહાર થતાં ટીમમાં માત્ર 9 ખેલાડી બચ્યા હતા.
ખરો વિવાદ મેચ પૂરી થયા બાદ થયો, જ્યારે કેનેડાના(World Cup) હેડ કોચ જેસી માર્શ કતરના મેનેજર જૂલન લોપેટેગુઈ સાથે હાથ મિલાવવા પહોંચ્યા. બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થતાં જ બંને ટીમના ખેલાડીઓ અને સ્ટાફ સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે જોરદાર ધક્કા-મુક્કી અને મારપીટની સ્થિતિ સર્જાઈ હતી. અંતે સુરક્ષાકર્મીઓએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. આ તમામ લાઈવ મેચો Zee5 એપ અને વેબસાઇટ પર જોઈ શકાશે.
આ પણ વાંચો: શેફાલી વર્માએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ! એક જ મેચમાં ફિફ્ટી અને 3 વિકેટ ઝડપી ઇતિહાસ બનાવ્યો
આ પણ વાંચો: ફાઇનલની રેસ માટે ઇન્ડિયા A નો જંગ, ઓપનર વૈભવ સૂર્યવંશી 38 રને આઉટ
આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની વનડે કરિયર જોખમમાં! ટીમ ઇન્ડિયાને મળ્યો વર્લ્ડ કપ માટે નવો ઓલરાઉન્ડર
