Hardik Pandya Replacement ODI Team 2026: ભારતીય ક્રિકેટ ટીમ અત્યારથી જ વર્ષ 2027 માં યોજાનારા વનડે વર્લ્ડ કપની બ્લુપ્રિન્ટ અને તૈયારીઓમાં લાગી ગઈ છે. આગામી સમયમાં ટીમ ઈન્ડિયાએ બેક-ટુ-બેક 5 વનડે સિરીઝ રમવાની છે, જેની શરૂઆત 13 June થી અફઘાનિસ્તાન સામેની 3 વનડે મેચોની સિરીઝથી થઈ રહી છે. પરંતુ આ મહત્વપૂર્ણ સિરીઝ શરૂ થાય તે પહેલા જ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુરેશ રૈનાએ (Suresh Raina) હાર્દિક પંડ્યાના (Hardik Pandya) રિપ્લેસમેન્ટને લઈને એક મોટું નિવેદન આપ્યું છે, જેનાથી ક્રિકેટ જગતમાં હાર્દિકના વનડે કરિયર પર પરમેનન્ટ બ્રેક વાગવાની અટકળોએ જોર પકડ્યું છે.
IPL 2026 દરમિયાન લાગી હતી ઈજા
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) આ વખતે પણ ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે. આ ઈજા તેને તાજેતરમાં રમાયેલી IPL 2026 દરમિયાન થઈ હતી.
જીયોસ્ટાર (JioStar) ના એક સ્પેશિયલ શો પર ચર્ચા કરતી વખતે સુરેશ રૈનાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “હાર્દિક પંડ્યા(Hardik Pandya) વારંવાર ઈજાગ્રસ્ત થતો રહે છે, જે ભારતીય ટીમ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. જ્યારે 2027 નો વનડે વર્લ્ડ કપ આવે, તે સમયે ટીમ મેનેજમેન્ટ પાસે હાર્દિકનું એવું મજબૂત બેકઅપ પહેલેથી જ તૈયાર હોવું જોઈએ, જેના પર આંખ બંધ કરીને ભરોસો મૂકી શકાય. કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) પાસે આ સિરીઝમાં નવો વિકલ્પ શોધવાની શ્રેષ્ઠ તક છે.”
નીતિશ કુમાર રેડ્ડી બનશે Hardik Pandyaનો કાયમી વિકલ્પ?
સુરેશ રૈનાનું માનવું છે કે હાર્દિક પંડ્યાના પરફેક્ટ વિકલ્પ તરીકે યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી (Nitish Kumar Reddy) ને ઝડપથી તૈયાર કરવા જોઈએ. છેલ્લા કેટલાક સમયથી નીતિશ ટીમ ઈન્ડિયાનો નિયમિત હિસ્સો રહ્યો છે.
રૈનાએ રેડ્ડીના વખાણ કરતા ઉમેર્યું કે, “નીતિશની બેટિંગમાં અદભુત સુધારો થયો છે. IPL માં પણ તેણે શાનદાર પેસ (ઝડપ) અને લાઈન-લેન્થના નિયંત્રણ સાથે બોલિંગ કરી છે અને તે પોતાની ફિટનેસ જાળવવામાં પણ સફળ રહ્યો છે. ટીમ મેનેજમેન્ટે હવે તેના વર્કલોડ પર ખાસ ધ્યાન આપવું પડશે અને તેને વનડેમાં નિયમિતપણે તકો આપવી જોઈએ.”
છેલ્લા 1 વર્ષથી હાર્દિકે નથી રમી કોઈ વનડે મેચ
આંકડા પર નજર કરીએ તો, હાર્દિક પંડ્યા લાંબા સમયથી વનડે ફોર્મેટમાંથી ગાયબ છે. તેણે પોતાની છેલ્લી વનડે મેચ March 2025 માં રમી હતી. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (ICC Champions Trophy) પછી Hardik Pandya ટીમ ઈન્ડિયા માટે એકપણ વનડે મેચ રમી નથી. અત્યાર સુધીની પોતાની 94 વનડે મેચોની કરિયરમાં હાર્દિકે 1904 રન બનાવવાની સાથે 91 વિકેટો પણ ઝડપી છે. પરંતુ તેની ફિટનેસના આંચકાઓને જોતા હવે નીતિશ રેડ્ડીને ભવિષ્યના મુખ્ય ઓલરાઉન્ડર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: શું હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સમાંથી બહાર કરી દેવાશે? પૂર્વ ક્રિકેટરના નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! તિરંગાના અપમાન બદલ વડોદરામાં ફરિયાદ માટે અરજી
આ પણ વાંચો: હાર્દિક પંડ્યાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ પૂર્ણ, કહ્યું“આ તો ફક્ત શરૂઆત છે”
