sports news/ ફાઇનલની રેસ માટે ઇન્ડિયા A નો જંગ, ઓપનર વૈભવ સૂર્યવંશી 38 રને આઉટ

શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિ-સિરીઝ Match 2026 માં ભારત A અને અફઘાનિસ્તાન A વચ્ચે કરો કે મરો જંગ શરૂ થયો છે. ઓપનર વૈભવ સૂર્યવંશી 38 રને આઉટ થયો છે, મેચના સ્કોર અપડેટ્સ માટે વાંચો.

Trending Sports
Match

IND A vs AFG A 5th Match 2026: શ્રીલંકાના દામ્બુલા ખાતે રમાઈ રહેલી ત્રિપાંખીયો જંગ (Tri-Nation A Series 2026) હવે રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. આ શ્રેણીની 5મી મહત્વપૂર્ણ મેચમાં અફઘાનિસ્તાન એ ટીમે ટોસ જીતીને ભારત એ ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. ભારતીય ટીમ અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી (Match)2 મેચ હારી ચૂકી છે, તેથી 21 June 2026 ના રોજ યોજાનારા ગ્રાન્ડ ફિનાલેની (Final) રેસમાં જીવંત રહેવા માટે તિલક વર્માની આગેવાની હેઠળની ‘ઇન્ડિયા A’ માટે આ મેચ જીતવી અત્યંત અનિવાર્ય છે.

પ્રીયાંશ આર્ય અડધી સદીની નજીક, વૈભવ સૂર્યવંશી સસ્તામાં આઉટ

ભારત A તરફથી ઇનિંગની શરૂઆત કરવા ઉતરેલી નવી ઓપનિંગ જોડીએ આક્રમક શરૂઆત કરી હતી. પરંતુ અફઘાનિસ્તાનના બોલર ફરીદૂન દાઉદઝઈએ પાવરપ્લે બાદ ભારતની ઓપનિંગ પાર્ટનરશિપ તોડી નાખી હતી:

યુવા સ્ટાર ઓપનર વૈભવ સૂર્યવંશી (Match) 38 રન (28 બોલ, 4 ચોગ્ગા, 2 છગ્ગા, 135.71 સ્ટ્રાઈક રેટ) બનાવી આઉટ થયો હતો. ફરીદૂનના એક શોર્ટ બોલ પર પુલ શૉટ રમવાના ચક્કરમાં બોલ બેટની ઉપરની કિનારી લઈને હવામાં ફંગોળાયો, જેને પોઈન્ટ પર ઉભેલા ખાલિદ તાનીવાલે શાનદાર કેચ પકડી લીધો હતો. ભારતનો પ્રથમ વિકેટ 7.6 ઓવરમાં પડ્યો હતો.

ભારતે પ્રથમ 10 ઓવરના(Match) અંતે 91/1 રન બનાવી લીધા છે. હાલ ક્રિઝ પર ઓપનર પ્રીયાંશ આર્ય (48 રન) અને વાઇસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (4 રન) રમી રહ્યા છે.

સ્પિન ફ્રેન્ડલી દામ્બુલા પિચ પર પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર

દામ્બુલાના રણગિરી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે સ્પિનરો માટે વધુ મદદગાર સાબિત થાય છે, જેના લીધે મિડલ ઓવરોમાં વિપ્રજ નિગમ, નિશાંત સિંધુ અને અનુકૂલ રોય જેવા ભારતીય સ્પિનરોની ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહેશે. આ મેચ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરીને ઝડપી બોલર યુદ્ધવીર સિંહ ચરકના સ્થાને અશોક શર્માનો સમાવેશ કરાયો છે.

બંને ટીમોની ઓફિશિયલ પ્લેઇંગ ઇલેવન

ભારત A: પ્રીયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, વિપ્રજ નિગમ, અનુકૂલ રોય, અંશુલ કંબોજ અને યશ ઠાકુર.

અફઘાનિસ્તાન A: ઇમરાન મીર (કેપ્ટન), હસન ઇસાખિલ, ખાલિદ તાનીવાલ, બહીર શાહ, ફરમાનુલ્લાહ સફી, શમ્સ ઉર રહેમાન, મોહમ્મદ ઇશાક (વિકેટકીપર), ઝહીર ખાન, અબ્દુલ્લાહ અહમદઝઈ, ફૈઝલ ખાન અહમદઝઈ અને ફરીદૂન દાઉદઝઈ.


આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાનાં ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી

આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશી વિવાદમાં, ICCના રડાર પર આવ્યો યુવા સ્ટાર

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની વનડે કરિયર જોખમમાં! ટીમ ઇન્ડિયાને મળ્યો  વર્લ્ડ કપ માટે નવો ઓલરાઉન્ડર