Not Set/ અમદાવાદ: ખાનગી શાળાઓમાં રસીકરણ અભિયાન નિષ્ફળ, બીજા રાઉન્ડમાં રસીકરણ કરવાં માટેની વિચારણા

અમદાવાદ, આગામી પેઢી ઓરી રૂબેલાથી મુક્ત બને તે માટે સરકાર દ્વારા મહત્વકાંક્ષી ઝુબેંશ ઓરી રુબેલા રસીકરણ અભિયાનની શરૂઆત કરાઈ છે. પરંતુ આ જંગી અભિયાન અમદાવાદની ખાનગી સ્કૂલોમાં નિષ્ફળ થવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં  નવા પશ્ચિમ ઝોનમાં ૧૫૮ જેટલી ખાનગી શાળાઓમાંથી માત્ર ૧૫ ટકા વિદ્યાર્થીઓએ રસી લીધી છે.  આ વાતથી  ચિંતિત તંત્રે ફરી રસીકરણ કરવા આદેશ […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

આગામી પેઢી ઓરી રૂબેલાથી મુક્ત બને તે માટે સરકાર દ્વારા મહત્વકાંક્ષી ઝુબેંશ ઓરી રુબેલા રસીકરણ અભિયાનની શરૂઆત કરાઈ છે. પરંતુ આ જંગી અભિયાન અમદાવાદની ખાનગી સ્કૂલોમાં નિષ્ફળ થવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં  નવા પશ્ચિમ ઝોનમાં ૧૫૮ જેટલી ખાનગી શાળાઓમાંથી માત્ર ૧૫ ટકા વિદ્યાર્થીઓએ રસી લીધી છે.  આ વાતથી  ચિંતિત તંત્રે ફરી રસીકરણ કરવા આદેશ કારાયો છે. રસીકરણ ફરી કરવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડશે જેના કારણે સંચાલકો રોષમાં જોવા મળી રહ્યા છે.

ખાનગી શાળાઓમાં રસીકરણ અભિયાન નિષ્ફળ

ખાનગી  શાળા                           રસીકરણની  ટકાવારી

કામેશ્વર                                                 0
કોસ્મોસ ઇન્ટરનેશનલ  સ્કૂલ                     ૦
એ  વન                                                01
નિરમા                                                  19
દિવ્યપથ                                               28
પ્રકાશ                                                   04
એફ. ડી સ્કૂલ                                           12
આઇ. એમ. પટેલ                                     08
એપોલો                                                 17
નાલન્દા                                                49