@અનિતા પરમાર
Ahmedabad : નવી શિક્ષણ નીતિ-2020ની જોગવાઈઓને લાગુ કરવા અને શિક્ષણ છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ગુજરાત સરકારે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ પર મોટો નિર્ણય લીધો છે.વિવિધ કારણોસર શાળા છોડી જતા,અધૂરો અભ્યાસ છોડી મૂકતા, નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ન ઈચ્છતા વિદ્યાર્થીઓને ઘરબેઠા શિક્ષણ પૂરું પાડવા ગુજરાત સરકારે ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ (જીએસઓએસ)ની રચના કરી છે એટલે કે સ્કૂલમાં નિયમિત ના જઈ શકે તેવા વિધાર્થીઓ હવે ઘરેબેઠા શિક્ષણ લઈ શકશે.
ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)માં નોંધાયેલા વિદ્યાર્થીઓ 10મા, 12મા સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ ખાનગી વિદ્યાર્થીઓ તરીકે આપી શકશે અને તેમના ઘરની નજીકની કોઈપણ સરકારી અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ અભ્યાસ કરી શકશે. શાળાની કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ લેબ અને સાધનોનો મફતમાં ઉપયોગ કરી શકશે. વિદ્યાર્થીઓ 9મા અને 11મા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ લઈ શકશે. અભ્યાસ કરી શકે છે. તેઓ તેમના ઘરની નજીકની સરકારી પ્રાથમિક, માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ શુક્રવારે GSOS ના વિદ્યાર્થીઓ માટે લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયની સૂચના બહાર પાડી. આ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ જિલ્લાની કોઈપણ સરકારી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળા, આરએમએસએ શાળા કે મોડલ શાળાને જીએસઓએસના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અભ્યાસ કેન્દ્ર બનાવવામાં આવશે. ડીઇઓએ તેના સંયોજક તરીકે એક અધિકારીની નિયુક્તિ કરવાની રહેશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો અને ઈ-શાલા એપની સુવિધા આપવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત, સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત
આ પણ વાંચો:ભાવનગરમાં ઘર પાસે રમતા પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ
આ પણ વાંચો:લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો:તાપીમાં મોટા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદની લાગણી
