Rajkot News/ રિલાયન્સ પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશેઃ મુકેશ અંબાણી

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના કારણે મોટાપાયા પર રોજગાર સર્જનને વેગ મળશે. તેમણે પીએમ મોદીના ભરપેટ વખાણ કરીને તેમને ભારતની પ્રોટેકશન વોલ ગણાવ્યા હતા.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના કારણે મોટાપાયા પર રોજગાર સર્જનને વેગ મળશે. તેમણે પીએમ મોદીના ભરપેટ વખાણ કરીને તેમને ભારતની પ્રોટેકશન વોલ ગણાવ્યા હતા.

રાજકોટમાં પહેલી વખત રિજનલ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે અમે ગુજરાતી છીએ અને ગુજરાત અમારી આત્મા છે. તેમણે જણાવ્યું હતું કે અમે જામનગરમાં અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ડેટા સેન્ટર બનાવી રહ્યા છી. રિલાયન્સ ફાઉન્ડેશન ઓલિમ્પિક્સમાં પણ પાર્ટનર બનશે. ઉલ્લેખનીય છે કે 1987માં ભારતમાં સૌપ્રથમ વખત રમાયેલો ક્રિકેટના વર્લ્ડ કપનું પ્રાયોજક પણ ગુજરાત હતું. ગુજરાતનો વિકાસ અમારો સંકલ્પ છે. આજે જામનગરમાં રિલાયન્સની રિફાઇનરી ફક્ત કંપનીનું જ નહીં આખા ગુજરાતનું ગૌરવ છે.

આ ઉપરાંત રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં જ સ્થાનિક ઉદ્યોગપતિએ રાજકોટમાં આગામી દિવસોમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ખાવડામાં અદાણીનો વિશ્વનો સૌથી મોટો સોલર પ્રોજેક્ટ પણ આકાર લઈ રહ્યો છે. અંબાણી ઉપરાંત અદાણી પણ ગુજરાતમાં મોટાપાયા પર રોકાણ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન અને ફોર્બ્સની યાદીમાં નવમાં ક્રમે

આ પણ વાંચો: અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી ટોચ પર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી પાછળ

આ પણ વાંચો: મુકેશ,નીતા અંબાણી ઈટાલીમાં મહેમાનો સાથે મસ્તી કરતા જોવા મળ્યા